Tuesday, June 1, 2010

પરમ પૂજ્ય ગુરૂવર્ય મહંતશ્રી બળદેવગિરિજી બાપુ



દુઃખોના મહાસગર સમાન ઝંઝાવાતી જીવનમાં એવો કોઇ સરળ માર્ગ છે આપણાં દિવેલીયાં મોઢા અને દેવાળીયા જીવનની પૂર્ણાહૂતિ કરી આપણા હૈયા અને હોઠને સદાય હસતાં રાખે? એવા કોઇ સંત આપણા હૈયાના ભૂંડા ઘાટ અને માનસિક સંકલ્પોના ઝેરી સંસ્કારોને અલગ કરી આપણા અંતરને મીઠી સુવાસથી ભરી દઈ આપણને નવજીવીત કરી શકે? ફૂલોના બગીચાની માફક પ્રેમાળ ભાવની સુવાસ ફેલાવતાં આપણા હ્રદય ક્યારે બનશે? હજારો વર્ષના તપના અંતે ઋષિમુનિઓ થાક્યા, સાધનાનો અંત આવ્યો અને યોગીની અવિશ્રાંત યોગ કળા પણ વિરામ પામી ગઈ છતાં પણ આપણે સાચો પુરૂષાર્થ કરીને કોઇપણ એવા સાચા સંતનું સાનિધ્ય પામી શક્યા નહિ તે વાસના ના ટાળી.ગાંધીજી કે વિનોબાજી જેવા મહાન સંતો એ ઘણા વર્ષો સુધી આપણા માટે સાધના કરી પણ નિર્વાસનિકપણાની ભાવના આપણા માં ના આવી, આપણૅ માત્ર કલ્પનાજ કરતા રહ્યા તો એ ઇન્દ્રીઓ અને અંતઃકરણનું સિધ્ધિ કરણ આ જન્મે જ નહિ પણ કેવળ બે ત્રણ વર્ષ માં શક્ય બને એવો કોઇ સરળ માર્ગ છે અથવા એવો કોઇ સમાગમ છે જેના ફળ સ્વરૂપે થોડાજ સમયમાં સુંદર પરિણામ આવે આ છે વૈજ્ઞાનિક વિકાસ અને ભૌતિક વિપુલતામાં રાચતા માનવીનો આપણા સૌનો આજનો પ્રશ્ર્ન? અને તેનો ઉતર છે એજ સંત સમાગમ માનવોના જીવનમાં અનિવાર્ય છે પવિત્ર પુરૂષનો સંબંધ અત્યંત આવશ્યક છે. કારણકે સંત એવી ભૂમિકામાંબ પુરૂષ છે કે જેના દર્શને પ્રભુના દર્શન થાય, જેની સેવા એ પ્રભુની સેવા થાય જેના સંગે મોક્ષનું દ્રાર ખુલે દરેક સંપ્રદાયમાં સંતોનો મહિમા અપરંપાર ગવાયો છે. કુરાને શરીફમાં પણ અનલહકરૂપ બનેલા પરમ પવિત્ર બનેલા મારફતી પુરૂષનું વર્ણન કર્યું છે અને એમને જ કલ્યાણ દાતા ગણાવ્યા છે. જૈન તત્વજ્ઞાન કર્મવાદ ઉપર આધારિત છે પણ મહાવીર પ્રભુના નવકાર મંત્ર ઓમ હરિહંતાણામ્... જેવા સૂત્રોનો વિચાર કરીએ ત્યારે ખ્યાલ આવે છે કે જેણે પોતાના અંતઃશત્રુનો સ્ત્રી,ધન અને માનની ભયંકર આસુરી વૃતિનો નાશ કરીને પ્રબ્વ્હુનુ સામ્રાજ્ય પોતાના હૈયાના વિશે સ્થાપ્યું છેબ અને સામ્રાજ્યની રસલાળ બીજાને સહેજે આપી શકે તેમ છે એ૪વા સંત પુરૂષોની પ્રણાલી ની સુંદર ભાવના મહાવીર સ્વામીએ મૂકી છે શ્રીમદ રાજચંદ્ર એવી એક સંત પ્રણાલીની સુંદર વાત મૂકી છે. તેઓ કહે છે અવિર્ધા અને અસ્મિતાની આપણી ભ્રાંતિ કોણ ટાળશે? આપણા જાણાપણાનો લય કરાવીને શૂન્યાઅવસ્થામાં લઈ જઈ આપણો સબંધ કોણ કરાવશે રાજચંદ્રે કહ્યું . ભગવાનના દૂત સમાન એક નિર્મળ પુરૂષ જોઇશ જ તેવા પવિત્ર પુરૂષ જે હોય તેમને હું વંદન નમસ્કાર કરૂ છું. આવી જ એક ઇસુ એ સંત પીટરને કરી હતી કે તમારે ખરેખર સુખીયા થવું હોય તો તમે બધા એક થઈને આવો ત્યારે ભગવાનનો દૂત એવો હું તમારા ઓપર કિઋપા કરીશ તો તમારા બુધ્ધિયોગ આવશે અને તમે સુખી થશો આ રહસ્ય દરેક સાસ્ત્રમાં નિહિત છે. સંત તુલસીદાસજી એ રામાયણામાં કહ્યું છે-રામ મિલનકે કારણે તુમ ભયો ઉદાસ, તુલસી સંગત ખોજલે રામ જિહ્નોકે પાસ, કબીર સાહેબ પણ બીજકના પાને પાને શ્રી સદગુરૂ સંતનોશિમા ગાયો છે અને પરમ સંત શ્રી વાળીનાથ નગર વિષે બિરાજમાન છે જેઓ આજે સીતેર વર્ષની સાધના પછી પણ અડીખમ સેવકોના શ્રેયાર્થ ગુરૂ શિષ્ય બંન્નેની પવિત્રતા, નિર્મળતા, સહિષ્ણુતા એવી ને એવી જ છે. પરમ પૂજ્ય ગુરૂવર્ય મહંત બાપુશ્રી ને ત્રણેક વરસની નાની ઉંમરે શ્રી વાળીનાથ ભગવાનના પવિત્ર ધામમાં મુકવામાં આવેલા અને ત્યારથી તેઓ પૂજ્ય શ્રી એ આજદિન સુધી ભવ્ય પુરૂષાર્થ કરી, માનવીઓ અને આશ્રમને ધન્ય બનાવી દીધા છે. આવા સાચા સંત પુરૂષોનો અચિત્ય મહાત્મ્યવાળી વાતો સાંભળૉ ત્યારેજ ખબર પડે જેણે પરમ પૂજ્ય મહંત બાપુશ્રીના સાનિધ્યમાં બેસી તેમની વાતો સાંભળી હોય તેને પરમ શાંત રસમય, અદભૂત,સત્સંગ, રંગતરંગના અવર્ણનીય આસ્વાદને ખડૉ કરી દઈ અભૂતપૂર્વ આનંદ અને શ્રેયમાં પ્રેરે તેમ છે. તેમની ભાષા સૈલી ખૂબજ સરળ અને સાદગી ભરી છે. એવા અનુભવી આ મહાપુરૂષમાં પ્રગટયોગ બળવાળા વચનો આપણા હ્રદયમાં સચોટ અસર કરી આત્મહીત અને આત્માનંદમાં પ્રેરવા સમર્થ થાય તેમ છે. અનાદિથી નીજ ઘરને ભૂલેલી નિંરંતર પળમાં પરિણમતી ચૈતન્ય પરિણામલક્ષી નિજગૃહ નિવાસ કરી સહજ આત્મા સ્વરૂપમય સાશ્ર્વત સુખ અને શાંતિમય, અદભૂત અનુભવ એવા પોતાના ઐશ્ર્વર્યને પામે તે માટે પ્રબળ અવલંબન જો કોઇ હોય તો તે સદબોધ કે સ્વભાવ પરિણામી આવી જ્ઞાન પુરૂષમાં શાંત સુધા રસમય બોધ વચન અને ઉપદેશજ છે.
અહીં આત્મારામી મુનીવર બળદેવગિરિ પ્રભુશ્રી, કૃપાળુની આજ્ઞા ઉરધરી કરી વ્યક્ત શિવશ્રી ।।
તમે ઉગાર્યા આ દુષમ કરી કાળે જન સહુ, કૃપા સિંધું વંદું સ્વરૂપ અનુભૂતિ સ્થિતિ સહુ, ।।
કૃપાળૂની આજ્ઞા મુજ ઉર વિષે નિશ્ર્વય રહો, ગુરૂજ્ઞાની યોગ ભવજળ તણૉ અંત જટ રહો,।।
સદા સેવી એના વિમલ વચનામૃત રૂતને, સદાનંદ ઘણેશ ભજે સદા આનંદ સ્વરૂપને ।।
અંગુઠે સહુ તીરથ વસતા સંત શિરોમણી રૂપેજી, રણદીપ સમ દિપાવ્યો આશ્રમ આપ અલિપ્ત સ્વરૂપજી।।
સમજી અત્યંત સમાયા સ્વામી કદીયે નહિ છલકાયાજી, અબળા બાળ ગોપાળ બધાને શિરછત્રની છાયાજી ।।
સમજે સર્વે મનમાં એવો તુજ પર પ્રેમ વાળીનાથનોજી, પરમ કૃપાળુ સર્વોપરી છો હું તો સહુંથી નાનોજી ।।
પરમ પ્રેમે મૂર્તિ પ્રભુજીની સહુ સ્વપને ના વિયોગજી, કાળ કરાળ, દયાળ નહિ જરી જડનો શો ઉપયોગજી ।।
ઋતુ પર્વ સૌ વારેવારે આવે યાદી સૌ પ્રભુની આપેજી, આવી પ્રેમ મૂર્તિનું દર્શન ક્યાંથી શોક સગળા જે કાપેજી ।।
પ્રભુના દર્શન સનમૂખ વિનતો, ક્યાંથી ઉમળકો આવેજી, સ્મૃતિ સરોવર નિર્મળ જેનું તેને વિરહ સતાવેજી ।।
ત્રિવિદ તાપથી બળતા જીવો, વચન સુધારસ પીતાજી, સંત સમાગમ દર્શન પામી પારબધ્યે નહિ બીતાજી ।।
સતયુગ સમ કાળ ગયો એ સૌને ઉરમાં સાલેજી, દૂર રહ્યા પણ દયા દૃષ્ટિ ઘણેશદાસજી નિહાળેજી ।।
મન ,વચન, શરીરે પુણ્ય સુધા પ્રકાશે, ત્રિભુવન પણ જેને ઉપકારે વિકાસે ।।
પરગુણ પરમાણુ ગિરિ જેવા ગણી જે, નિજ ઉર વિકસાવે સંત તે કેટલા રે ।।
આત્મસ્વરૂપ સમ્યક પ્રકારે જેણે અનુભવ્યુ છે. સર્વત્ર જેની આત્મદૃષ્ટિ છે તેવા સંત પરમ પૂજ્ય મહંતશ્રીની મન વચન કાયાની પ્રત્યેક ક્રિયા અદભૂત મહાત્મથી આખુ વિશ્ર્વ શોભી રહ્યું છે શત્રુ પણ તેમને મિત્ર સમાન છે અવગુણીને તે અદભૂત પ્રભાવથી ઉતમતામાં પ્રેરે છે અને પ્રત્યેક પ્રાણીને તેઓ પોતાના આત્માનંદત્ર્હી ઉજ્જ્વળ કરી આત્મશક્તિનો વિકાસ કરે છે એવા અનંત ઉપકારી પૂજય બાપુશ્રી ઉમાપુરી ક્ષેત્રના શ્રી વાળીનાથા નગરમાં નિવાસ કરી સદબોધ સંસ્કારોને સમાજને સિંચન કરી રહ્યા છે. એકલી પૂર્વ દિશાઓમાં સૂર્યનો ઉદય થાય છે પરંતુ ચારે દિશાઓ પ્રકાશિત અને પ્રફુલિત થાય છે તેમ વિક્રમ સવંત ૧૯૯૬માં આસો સુદ બારસના શુભ પર્વે શ્રી વાળીનાથજી અખાડાની પવિત્ર ગાદી ઉપર પરમ પૂજ્ય મહંત બાપુશ્રી બાલ્યવયે બિરાજમાન થાય છે. મહાભાગ્ય અનંત પ્રવાસી મહાપુરૂષના પાવન પગલાથી તરભ ક્ષેત્રેજ નહિ, પરંતુ સમગ્ર ભારભરમાં પરમ કૃપાળુ શ્રી વાળીનાથજીની ભક્તિનો મહિમા અને શ્રી વાળીનાથ ધામની કીર્તિનો ધ્વજ લહેરાવી દીધો છે.
પહેલાનાં સમયમાં કોઇ ગાડીઓની સગવડ નહિવત હતી. એ વખતે ગામો ગામ માલધારી સમાજમાં ઘરે ઘર જઈને પોતાના પરમ ઇષ્ટ દેવો શ્રી વાળીનાથજી શ્રી ચામુંડા માતાજી અને શ્રી ગોગામહારની શક્તિનો મહિમા સમજાવી સર્વ મનુષ્યોને ભક્તિ ભાવ સમજાવી ભક્તિ તરફ પ્રેર્યા, છ છ મહિના સુધી પગે ચાલીને લોકોને ભક્તિનો ઉપદેશ કર્યો. માલધારી સમાજે પણ પરમ પૂજ્ય મહંત બાપુશ્રીની ભક્તિથી પ્રેરાઇને તેમને ખુબજ ઉમળકાભેર આવકાર્યા. તેઓશ્રીની અસ્મિતા પ્રમાણે સ્વાગત પૂર્વક ગરિમા વધારી,પરમ પૂજ્ય મહંત બાપુશ્રી વહેલી સવારે બ્રહ્મમૂરતમાં ઉઠી નિત્યકર્મથી પરવારી ધ્યાનમગ્ન, ગીતાપાઠ,શાસ્ત્રોક્ત સ્તુતિ પાઠ વગેરે લગભગ દિવસના પ્રથમ પ્રહરની સમાધી સુધી પૂજાસેવામાં તલ્લીન હોય હાલ પણ ગામડે ગામડે જઈ સેવક સમાજને માનવતાના પાઠ સમજાવે અને આશ્રમ ખાતે બિરાજમાન હોય તો ભક્તવૃન્દ અવિરત પણે ચાલુજ હોય, દર્શનથી જે શ્રધ્ધાળુ ભક્તો કે સંતો આવે નાના કે મોટા હોય, ગરીબ કે તવંગર હોય બાળાઓ કે બાળકો હોય સંતો કે મહંતો હોય, સર્વને માટે એકજ સમાન ભાવના નાનામાં માણસન એ પોતપણાના ઉચ્ચ ભાવથી સરળતા પૂર્વક સારા સમાચાર પૂછે, સબંધવાળાની ક્રિયાકે સ્વભાવ જોયા વિના અંતઃકરણ પૂર્વક અહોભાવે નિર્માની પણે સેવા કરે છે એવા સેવાર્થી સાધકો જો દ્રઢતા રાખે તો મોટા પુરૂષની કૃપાથી આ જીવ તત્કાળ સુખી થઈ જાય છે. આજે પાંછઠ વર્ષથી શ્રી વાળીનાથ નગરની પવિત્ર ગાદી ઉપર બિરાજી અવિરત પણે સુદંર સેવા ચલાવતા હોય એવા વિરલ પુરૂષોના આપણે શું ગુણ ગાઇ શકવાના? પરમ પૂજ્ય મહંત બાપુશ્રી સાથે પરમ પૂજ્ય કોઠારી બાપુશ્રી પણ શિયાળાની હિમવર્ષા જેવી ઠંડીમાં પણ ખેતીનું લાગલગાટ કામ, પશું પાલન, પશુ પક્ષીઓની સેવા દર્શનાર્થે આવતા ભક્તો તેમજ સંત વૃન્દની સેવા પૂજા અર્ચના, અવિરત પણે કોઇપણ પ્રકારના ભેદભાવ રહિત, જેનો પ્રેમ નિસ્વાર્થ છે ચેરાપુજીની હરિયાળી ટેકરીઓ ઉપરથી વનરાજી આનંદમાં માલતી હોય, નાના છોડવાઓ કુમાશ નિર્દોષ ભૂલકાઓની યાદ દેવડાવે તેમ વાતાવરણને નિર્દોષતાથિ ભરી દેતી હોય, જેનું અમૃત દિલ જડચેતન પ્રકૃતિને પણ અસર કરી અમૃતત્વ અર્પણ કરી રહ્યું હોય એવી સાચી જનેતા જેવી સેવા અને નિર્દોષતાની મધુરતા આવા ઉતમ શિષ્ય અને મહાન ગુરૂમાં જણાઇ આવે છે. આવા ચૈત્યન સ્વરૂપો ગમે તેવા અજ્ઞાની જીવોની સહન કરીને પણ સેવા કરે છે મૂળ અજ્ઞાનથી ગેરાયેલા પામર જીવોના પ્રકૃતિ સ્વભાવ દોષ અવળચંડાઇ કે જડતા કશુંજ જોયા વગર તેમને સાથે પ્રેમપૂર્વક વર્તે છે. તેમના પ્રત્યે લાગણીના સૂર વહેડાવે છે. આમ પોતે પરગજુ બનીને અતિ અજ્ઞાની જીવોને વિવેક શીખવાડે છે. સાચુ હેત કરીને સૂઝ આપે છે. જીવનમાત્રનૂ અકારણ ભલુ કરવા માટે દરેક જીવની કક્ષાએ બેસીને તેની સાથે હેતજ કરે છે. એમનું ખમવું અને ગમ ખાવી એનેજ ભક્તિ માને છે સૌના દોષ અને સ્વભાવ પોતાના માથે લે છે. નિષ્ઠાવાળુ પ્રારબધ્ધ પણ માથે લે છે. એતો એજ લક્ષ્ય રાખે છે કે અહો આ જીવને ભગવાનથી વાળીનાથ સાથે સંબધ ક્યાંથી હોય? આમ પોતાના બનાવીને પોતાની રીતે વર્તવાની શક્તિ આપે છે. એક સામાય જીવને સૂર્ય સમાન પ્રકાશિત કરે છે. અણુને હિમાલય સમાન બનાવે છે. એવા ચૈત્યન જનની સમાન શ્રી વાળીણાથ ધામના નિર્મળ સંતનુ મૂલ્ય આપણે શું મૂલવી શકીએ? આવા પવિત્ર સંતો એ સહહ્રદય ભાવનુ સ્વરૂપ ઓળખાવવા ખુબજ પુરૂષાર્થ કર્યો અને અકારણ સૌનુ રૂડુ કર્યુમ્ કાત્યાની જેવી શત્રુતા ધરાવતી રાક્ષસીના આસુરી ભાવને લક્ષ્યમાં લીધા વગર તેનું ભલુ કરે, શ્રી કૃષ્ણ પોતાની દ્રેશીલી માસી પુતનાનું માતા જશોદા જેવુ કલ્યાણ કર્યું. કરૂણાનિધિની કેવી એ દિવ્ય કરૂણા? કેવો એ અસીમ સહ હ્રદયભાવ, આવા આ પરમ કલ્યાણકારી પૂજ્ય ગુરૂ શિષ્યની પાસે રહી એમની સેવા અને શહિષ્ણુતાનો અભ્યાસ કરી ધન્ય બની જવાય. જીવનમાં ઘણૂ ઘનુ ખમવા છતાંય અવિરત પણે મીઠાસ આપેજ જાય. શ્રી વાળીનાથની પવિત્ર ધરતી ઉપર તનતોડ પરિશ્રમ કરી નિરપેક્ષ સેવાનો ઉતમ દાખલો આપ્યો છે. ભગવાનને રાજી કેમ કરવા? એજ એમના જીવનનું લક્ષ્ય બની ગયું છે. પરમ પૂજ્ય કોઠારી બાપુશ્રીનો પરમ પૂજ્ય ગુરૂવર્ય મહંતશ્રી બળદેવગિરિજી બાપુશ્રી પ્રત્યેનો પ્રેમ, મમત્વ,દિવ્યભાવ અને મીઠાસ અવિરત અને અખંડ છે. અને કદી ઓછાં પણ થયાં નથી આવી એક પ્રેમની સરવાણી એમના રૂવાડૅ રૂવાડે વહ્યા કરે છે. ભગવાન શ્રી વાળીનાથની શુધ્ધ ઉપાસના ઓળખાવવા અને પ્રવર્તવા માટે પૂજ્ય મહંત બાપુસ્શ્રી અને પૂજ્ય કોઠારી બાપુશ્રીએ ધીરજનો અંત આવી જાય એટલો પુરૂષાર્થ કર્યો છે. શ્રી વાળીનાથજીની કચેરીમાં સભામંડપમાં પરમ પૂજ્ય મહંત બાપુશ્રી બિરાજમાન હોય ત્યારે જેમ સાકરના ટુકડા પાસે વગર આમંત્રણે કીડીઓ ભેગી થઈ જાય છે તેમ પરમ પૂજ્ય મહંત બાપુશ્રી અને કોઠારી બાપુશ્રીની આસપાસ ભક્તો અને સંતો ભેગા થઈને એમના સત્સંગની મીઠાસ માણતા હોય છે. પરમ પૂજ્ય મહંત બાપુશ્રી અને પૂજ્ય કોઠારી બાપુશ્રીનાં જેને દર્શન કર્યા હશે તે સૌએ દિવ્ય દર્શનનાં અમૂલ્ય અનુભવને કોઇકાળે વિસારી શકશે નહિ. પૂજ્ય મહંત બાપુશ્રીની સરળતા એમનામાં રહેલી રૂજુતા અંતરમનની મૃદુતા, તદ્દન વિનમ્રતા, અસલી માતૃત્વની ઝલક અત્યારે સતત વર્તાઇ આવે છે. હજારો મુમુક્ષોની સુખી કરવા કંઇક સહન કરવૂ પડે છે. તો સેવક મુમુક્ષોના હ્રયમાં સંતોનુ કાયમ સ્થાન થઈ જાય છે. આ મહાન સંતોનુ સ્થાન જો આપણા હ્રદયમાં થઈ જાય તો બેડૉ પાર થઈ જાય. જીવમાં એમના જેવું ખમવાનું બળ આવે બીજાનું જોવાનું કે બીજાની પાસે કોઇ અપેક્ષા રાખવાની વૃતિ કાયમ માટે વિસારે પડી જાય, બાવાના ચંદનની માફક પોતે બળીને પોતાના સબંધમાં આવનાર ને સુવાસ આપ્યા કરે એવા એકધારા પ્રસંગોની હારમાળા અખંડિત આધ્યાત્મિક ઇતિહાસના પાને પાને જોવા મળશે. ગુરૂશ્રીમાં જેમ તપ,જ્ઞાન,યોગ અને બ્રહ્મ તેજની અપેક્ષા હોય છે. બ્રહ્મવેતા બ્રહ્મત્વની દિવ્ય પ્રકાશની પરિકલ્પના કરાય છે. તેમ શિષ્ય માટે પણ કેટલીક શરતો કે યોગ્યતાની અપેક્ષા હોય છે. આ વિશ્ર્વ સદાય સદગુરૂઓ અને શિષ્યોથી પરિપૂર્ણ છે. તેમાંથી યોગ્યતમ અને યોગ્યતર સતપાત્રોની શોધ ગુરૂ અને શિષ્ય એમ બંન્ને માટે હિતકર છે. માનવ સમાજ અને વિશ્ર્વ માટે તે કલ્યાણપ્રદ છે. સદગુરૂશ્રી સતચરિત્રવાન બ્રહ્મજ્ઞાની હોય અને આત્મસાક્ષાત્કારી હોય તો તે આપણા સર્વસ્વ સર્વોપરી થવાને શ્રેષ્ઠ વિભૂતિ છે. તે ઇશ્ર્વરીય વરદાન છે. આવા ઉદાર સદગુણ સંપન્ન ગુરૂદેવ માટે શિષ્ય પણ પરમ પૂજ્ય કોટારી બાપુશ્રી ગોવિંદગિરિજિ સમાન જોઇએ, જેવો તેવો ન ચાલે આવા મહાન ગુઇરૂશ્રીના ચરણમાં જઈને શિષ્ય કટપૂતલી બની શકે? શ્યામની પોલી વાંસળી બની શકે? એવો શિષ્ય હોય તો શ્રેયકર છે. બુધ્ધિમાન શિષ્ય શિષ્યત્વ ગ્રહણ કરતી વખ્તેજ પોતાના અહંકારને છોડી દે બ્રહ્મચર્ય વ્રતભાવ ધારણ કરે અને ગુરૂસેવા અને ગુરૂઆજ્ઞાનું પોતાનું જીવન વ્રત બનાવીને જીવે શ્રી ગુરૂ ચરણોમાં આત્મસમર્પણ શિષ્યનું સર્વોપરી સુલક્ષણ છે. શિષ્યત્વની પરાકાષ્ઠા છે શ્રી ગુરૂઆજ્ઞા પાલન શિષ્ય જીવનની મહતા છે. સાધના છે. શ્રી ગુરુદર્શનની નિત્ય ઉત્કૃષ્ઠ કામના અને સેવા વૃતિ શિષ્યના મમુક્ષત્વને નિશાને છે. સંયમ,ધ્યાન,ભક્તિ,સેવા અને આજ્ઞા પાલનની સીડીઓ ચડીને શિષ્ય સદગુરૂનું સાનિધ્ય પ્રાપ્ત કરી, શ્રી ગુરૂના સંપર્કમાં રહેવાને સમર્થ બને છે સદગુરૂના માર્ગદર્શનમાં શાસ્ત્રોનો નિષ્ઠાપૂર્વક અભ્યાસ સાચા શિષ્યનું સત્ય કર્તવ્ય છે શ્રી ગુરૂદેવ સાક્ષાત પરબ્રહ્મ છે એવી દ્રઢ ભાવના સાથે શ્રી ગુરૂદર્શન અને ગુરૂશ્રીનોસત્સંગનો સુયોગ શિષ્યના આધ્યાત્મિક વિકાસમાં સહાયભૂત બને છે.
ગુરૂશિષ્યની આત્મસાક્ષાત્કારની કળા શીખવે છે અહંમ બ્રહ્માસ્મની આધ્યાત્મિક ભ્જૂમિકા સુધી પહોચાડે છે. તેને નિરંતર ચિતરંજન શાંતિ અને મોક્ષનો અધિકારી બનાવે છે. આ કોઇ સામાન્ય ચમત્કાર નથી. એનું મૂલ્ય કોઇ ઓંકી શકતું નથી આ ગુરૂઋણનો બદલો વાળવો અશ્ક્ય છે. મહા સમર્થ શિષ્ય પણ પોતાના ગુરૂને જે જોઇએ તે આપ્યું છે તેના બદલામાં શું આપી શકે? ગુરૂપણ શિષ્ય પાસેથી કંઇ અપેક્ષા નથી રાખતા. આ તો શિષ્યની કૃતયતાનો પોકાર છે. શિષ્યના સદધર્નમની માગણી છે કે એ ગુરૂશ્રીની આ મૂલ્યવાન દિવ્ય સંપતિને સંપૂર્ણપણે સાચવે શિષ્યનું કર્તવ્ય છે કે એ સંપૂર્ણ કૃતજ્ઞતાથી નતમસ્તક રહે, ભૂલે ચૂકે પણ કૃતજ્ઞ બનીને મહાપાપનો ભાગી ના બને. શિષ્યની વિનમ્રતાને લીધે જ ગુરૂશ્રીની કૃપા વરસે છે આર્શીવચનો તથા વરદાનોથી તેના જીવનમાં ખાલીપણાને ભરીદે છે. શિષ્યનુ કર્તવ્ય છે કે એ ગુરૂનો આજ્ઞાંકિત બને ગુરૂદેવ દ્રારા પ્રયોગમાં લાવેલા ઉપચારો જો પ્રતિકૂળ લાગતા હોય તો પણ ધૌર્ય ધારણ કરે. શ્રધ્ધાને કદી ઓછી ના થવાદે આગળ જતાં એજ ઉપચારો એને અનુકૂળ અને પ્રગતિશીલ લાગવા મંડશે શ્રધ્ધાથી દુર્લભ જ્ઞાન સહજમાં શીખી શકાય છે. માટે પૂર્ણ શ્રધ્ધાભાવથી ઇશ્ર્વર સ્વરૂપ ગુરૂદેવની સેવામાં પ્રવૃત રહેવું એ શિષ્યનું પાવન કર્તવ્ય છે. ગુરૂસેવા અને ગુરૂભક્તિના પરિણામ સ્વરૂપે આત્મસાક્ષાત્કાર આત્મજ્ઞાનની પરમ કક્ષા પ્રાપ્ત થાય છે. આત્મસાક્ષાત્કારની પરિપૂર્ણ અવસ્થામાં શિષ્ય માટે સત્યનુ રહસ્યોદધ્યાન સહેજે થઈ જાય છે. શિષ્યના કર્તવ્ય બોધ પર મનુસ્મૃતિએ જણાવ્યું છે કે શિષ્ય હંમેશા વેદાધ્યાનમાં નિમગ્ન રહે, પરમ શ્રધ્ધા અને ભક્તિભાવપૂર્વકની ગુરૂસેવા દરમ્યાન શિષ્યે માંસ મદીરા સ્વાદિષ્ટ વ્યજંનો કામ, ક્રોધ,લોભ,નૃત્ય,ગાયન,ક્રિડા,વાજીત્રો વગાડવાં, ગપ્પો મારવાં, કુથલી કરવી અને અતિશય ઉંઘવાથી અલિત્પ રહેવું જોઇએ. આ પ્રમાણે બતાવેલા સત્ય કર્તવ્યોના પરિપાલન દ્રારા શિષ્ય સદગુરૂના માર્ગદર્શનમાં પોતાનું ચરિત્ર્ય નવનિર્માણ કરવું જોઇએ. પોતાની માન્યતાઓ અને અપૂર્ણ અલ્પ જ્ઞાન પ્રત્યે શિષ્યની આધ્યાત્મિક નિષ્ઠા એને દુરાગ્રહી બનાવી દે છે. માટે સદગુરૂએજ શિષ્યત્વને પ્રદાન કરે છે જે અહંકાર રહિત હોય આવો શિષ્ય પોતાની ધારણાઓ અને માન્ત્યતાઓ ઉપર ઠુકરાઘાત થતો જોઇને કદી પણ ઉતેજિત થતો નથી. નવાગત શિષ્ય પોતાના સ્વભાવિક આચરણના પ્રવાહમાં કદીક પરમ જ્ઞાની ગુરૂશ્રીની સમક્ષ જિદ કરી બેસે છે. પોતાની પુરાતન ભાવનાઓ છોડવામાં તેને કષ્ટ થાય છે તેથી દુરાગ્રહી થઈ જાય છે. તેને ખબર નથી હોતિકે જે શિષ્ય ગુરૂશ્રીને આજ્ઞાંકિત ના હોય, એમના પ્રત્યે નિષ્ઠાવાન અને પ્રમાણિક ના હોય એ શિષ્યને કોઇપણ ગુરૂ ભવ પાર કરાવી શકે નહિ. ગુરૂ શિષ્યનું કલ્યાણ ત્યારેજ કરી શકે છે જ્યારે શિષ્ય સ્વયં પોતાનું કલ્યાણ ઇરછતો હોય તેવી સાધના અને પ્રયત્ન્ન કરતો હોય, બોરડીનું વૃક્ષ વાવનારને એવૃક્ષ ઉપરથી મીઠી કેરી કેવી રીતે મળે શિષ્યનો દુરાગ્રહ આવો કંઇક ફળ આપનારો છે. ગુરૂની પાસે એ જાય છે તો આત્મકલ્યાણના ઉપદેશથી પણ દુરાગ્રહથી સ્વયં સ્વનિર્મિત અજ્ઞાનના કાદવમાં ફસાતો જાય છે આવો શિષ્ય આધ્યાત્મિક માર્ગે આગેકુચ કરવાને બદલે દયનીય દશામાં જીવન વ્યતિત કરવાને વિવસ થઈ જાય છે દુરાગ્રહી શિષ્ય જો સાચા અર્થોમાં પોતાનો આત્મવિકાસ સાધવા માગે તો તેને ઓછામાં ઓછું તેના પોતાના ગુરૂશ્રી આગળનો નિખાલસ જ થવુજ પડશે, પ્રમાણિક બનવું પડશે. પોતાના અહંમ અનેમાન્યતાઓને તિંલાજલિ આપી નિંસંકોચ ભાવે પોતાના શ્રધ્ધાસ્પદ ગુરૂશ્રીને આત્મસમર્પણ કરીને સાધનામાં ભાગી જવું નહિ તો આવી સોનેરી તક તેને ભાગ્યેજ પાછી મળે છે.

ગુરૂદ્રોહ એક અભિશાપ



જે શિષ્ શિષ્યની મર્યાદાઓ અને ચરિત્ર્યથી અજાણ હોય છે. અહંકારથી પરિપૂર્ણ હોય છે. ગુરૂ વચનોની ઉપેક્ષા કરે છે. તેને જીવનમાં ઘણાં બધાં કષ્ટો સહેવાં પડે છે. ઘણું બધુ ખમવું પડે છે. ગુરૂભક્તિ માર્ગથી જે વિચલિત થાય છે તેને મૃત્યું અને અજ્ઞાન અંધકારમાં વારંવાર ભટકવું પડે છે. સદગુરૂશ્રીની હયાતિમાં જો કોઇ શિષ્ય સ્વાર્થ વશ એમનું ગુરૂપદ કે ગુરૂગાદી પચાવી પાડવા દાવ પેચ કરતો હોય અથવા એવી ભાવના મનમાં લાવતો હોય તો તેને શૈશવ નરકનો ભોગી બનવું પડે છે. ગુરૂ અને ઇશ્ર્વર એક રૂપ છે. ગુરૂબ્રહ્મા ગુરૂ વિષ્ણું ગુરૂ દેવો મહેશ્ર્વરમ । ગુરૂ સાક્ષાત પર બ્રહ્મ તસ્મયૈ શ્રી ગુરૂ વે નમઃ ।। માટે ગુરૂના પ્રત્યેનો દ્રોહ એ ઇશ્ર્વર દ્રોહ છે. સાંસરીક રાજ વ્યવહારમાં પણ દ્રોહ વિદ્રોહ દેશદ્રોહ કઠોરથી કઠોર સજાને દંડને પાત્ર બને છે. માટે શિષ્યે ગુરૂ દ્રોહના મહા પાપથી બચવા સહાયે જાગૃત અને પ્રયત્નશીલ રહેવું જોઇએ.
શિષ્યોની પણ એમના આચાર, વિચાર,લગની,શ્રધ્ધા અને સાધના પ્રત્યે રૂચિ,સેવા અને બુધ્ધિના આધારે નિમનાનુસાર શ્રેણીઓ હોય છે.
(૧) ઉતમ શિષ્યઃ- આવો શિષ્ય પેટ્રોલ જેવી પ્રકૃતિનો હોય છે જે ખુબ દૂરથી તણખાને પકડે છે તે રીતે જ તરતજ ગુરૂશ્રીના ઉપદેશને પકદી લે છે.
(૨) મધ્યમ શિષ્યઃ- આવો શિષ્ય કપૂરની પ્રકૃતિ ધરાવે છે. ગુરૂશ્રીના સ્ર્પશ માત્રથી તેનો અંતર આત્મા જાગૃત થાય છે. અને તેમના આધ્યાત્મિકતાની જ્યોતિ પ્રજલિત કરે છે.
(૩) સામાન્ય શિષ્યઃ- આવો શિષ્ય કોલસાની પ્રકૃતિ જેવો હોય છે. તેના અંતર આત્માને જાગૃત કરવામાં ગુરૂદેવશ્રીને પરિશ્રમ કરવો પડે છે.
(૪) કનિષ્ઠ શિષ્યઃ- આવો શિષ્ય કેળના થડ જેવો છે. એટલેકે ઠંડો ગાર હોય છે. તેને પ્રજલિત કરવાના કોઇપણ પ્રયત્ન કામ લાગતા નથી ગુરૂશ્રી ગમે તેટલા પ્રયત્નો કરે તો પણ તે ઠંડો અને નિષ્ક્રિય રહે છે. માટે વ્હાલા સજ્જનો આપણે પણ તેજસ્વી એવા પરમ પૂજ્ય કોઠારી સ્વામી શ્રી જેવા પેટ્રોલની પ્રકૃતિ ધરાવતા શિષ્ય બનવાના પ્રયત્ કરીએ, શિષ્ય શ્રધ્ધવાન અને નિષ્ઠાવાન હોવો જોઇએ અર્થાત ગુરૂશ્રીના આચાર વિચાર કાર્ય પ્રણાલીની કોઇપણ સંજોગોમાં ટીકા ટિપ્પણી કરવી ના જોઇએ.બીજાઓને ખોટી સલાહ આપવી જોઇએ નહિ શિષ્યની કોઇપણ વાતથી કે વ્યવહારથી ગુરૂની ભાવનાને ઠોકર લાગવી ના જોઇએ.જાણે અજાણે મન,વચન,કર્મથી પોતાને શુધ્ધ રાખવો જોઇએ, શિષ્યને મિતવયી બનવું જોઇએ. જરૂરિયાતો ઓછી કરીને જે પણ દવ્ય એકઠું થાય તેને ગુરૂ ચરણોમાં ભક્તિભાવ પૂર્વક સમર્પિત કરવું જોઇએ. આ ગુરૂભક્તિની સાચી કસોટી મનાય છે. ગુરૂદેવની સેવા દરમ્યાન કદી પણ દુન્યવી વસ્તુઓની યાચના ના કરવી. માગવું જરૂરી થઈ પડે તો એમની કૃપા દ્રષ્ટિજ માગવી જોઇએ. આવી વર્ણતુકથી ગુરૂ પ્રત્યે અત્યધિક ભક્તિભાવ અને શ્રધ્ધા જાગે છે. હોંશિયાર વૈદ જેમ નાડી દબાવવાની સાથેજ રોગનું નિદાન કરે છે હોંશિયાર માતા પારણામાં જ પુત્રનો લશણ જોઇને જેમ એનું ભાવી સમજી જાય છે તેમજ સદગુરૂ શિષ્યના વ્યવહારથી એનો સ્વભાવશીલ તથા મનની ગતિ,મતિને જાણી લે છે. માટે શિષ્યને ગુરૂની સાથે સંપત વ્યવહારસ કરતી વખ્તે નિષ્કપટ,નિર્દોષ અને પ્રેમાળ વર્તાવ કરવો જોઇએ શિષ્યમાં જ્યારે ઘાતનાકણો સમાન વિનમ્રતા આવે છે ત્યારે જ જ ગુરૂકૃપા તેના ઉપર ઉતરે છે કબીર સાહેબ કહેછે કે દાસ કહાવત કઠીન હે, મે દાસન કે દાસ, દાસ ઉ કીજીએ જ્યું પાઉ તલે કી ધાર, આરસુ શિષ્યને ગુરૂકૃપા દુર્લભ છે માટે શિષ્યે સદાય આળસને ત્યજવી જોઇએ નિર્ધન બિમાર અને નિસહાયની સેવા, મા બાપ અને સદગુરૂની સેવા, દયા તથા આત્મદાન આ બધા સદગુણો માનવતાના અલંકારરૂપ ગણાવ્યા છે. એમને ભક્ત ગુણો જ નહિ પણ મહાપુણ્ય ગણાય આવી સેવા દ્રારા પુણ્ય અને ગુરૂકૃપા પ્રાપ્ત કરવા શિષ્યે સદૈવ સજાઘ રહેવું જોઇએ.જ્ઞાની ગુરૂના મારગદર્શનમાં આધ્યાત્મિકતાનો અભ્યાસ વધારતા જવું. અભ્યાસ માર્ગ પર ચાલવું તો જ પડશે જ પોતાની આધ્યાત્મિક ગતિની જાણકારી માટે સતત ધાય રાખવું પડે છે.
પરમ પૂજ્ય મહંત બાપુશ્રી સતત પ્રવૃતિશીલ રહે છે કમરામાં બેઠા હોય છે પોતાના આસન પર બેસા હોય અગરતો ગાડીમાં બેઠા હોય સવારથી પૂજ્ય બાપુશ્રી સતત સદ્ફગુરૂની અને પરમાત્મા સાથે એકજ દોર બંધાયેલો જ રાખે છે. કોઇ આધ્યાત્મિક ભાવના સભળ ભજન ગાતા હોય તો તેઓશ્રીનાં રૂવાટાં પુલકિત થઈ આંખમાં હર્ષાશ્રુ વહેવા લાગે છે. આટલી જબરજસ્ત કોમલતા કોઇક વિરલ સંતમાં જોવા મળે છે. ધન્ય હો આવા ઉમાક્ષેત્રમાં ભગવાન વાળીનાથજી નગરસ્માં બિરાજમાન પરમ વંદનિય પરમ પૂજ્ય ગુરૂવર્ય શ્રી મહંત બાપુશ્રી બળદેવગિરિજી મહારાજશ્રીને.
-ઃ ભજન ઃ-
( રાગ- મુખડાની માયા લાગી રે મોહન પ્યારા )
બ - બધા દિલના દોષ જોશે રે ........ સંતોના સંગે ...........
ળ - બળ રૂડ સચવાશે રે .............. સંતોના સંગે ...........
દે - દેજે તુ દાન રૂડાં ફેરો, તારો ફાવી જશે.
વ - વખત તારો સિધ્ધ થાશે રે ......... સંતોના સંગે ..........
ગ - ગરજ રાખો તો પ્રિત જાગે, લગની જ્યાં દિલમાં લાગે.
ર - રહે રામ રૂદિયા માંહી રે ........... સંતોના સંગે ............
જી - જીવન કેરી કળી ખીલી જ્યારે ગુરૂ શરણે જાવે...... સંતોના સંગે ......
બા - બાજી તારા હાથ આવે રે ......... સંતોના સંગે .............
પુ - પુરણ પ્રેમે જાગો સહું , વાળીનાથ નગરમાં જાઓ.
નો - નાંખી દેજો જંજાળ જબરી રે ........ સંતોના સંગે ..........
મ - મનડુ તારૂ શુધ્ધ થાશે, ગુરૂ મહિમા સમજાઇ જાશે.
હિ - હિરદે રૂડુ હેત જાગે રે ............ સંતોના સંગે .............
મા - માને તેને કહીએ વાતું, બળદેવગિરિજીના શરણે જાતુ.
છે. - છે બધી ભારેલી વાતું રે.......... સંતોના સંગે ...........

પૂજ્ય શ્રી ગોવિંદગિરિજી મહારાજની ગુરૂભક્તિ



ચૈતન્ય શિષ્ય એજ આંસુ લૂછયા કરે બસ પ્રેમ પ્રેમથી ખમ્યા કરે... શ્રી વાળીનાથ નગરમાં તે પુણ્ય ભૂમિમાં અનેક સંતો મહંતોએ પોતાનો પુરૂષાર્થ બહુજ કર્યો પ પહેલાના સમયમાં બહું સુવિધાના હોવાના કારણે સંતો બહુંજ મજૂરી કરીને થાકી જાય, માનવી રાજા મહારાજાઓના તાબામાં સપડાયેલા હોય ભણતર ગણતર વિનાનો બસ સવારથી સાંજ સુધી લગાતાર મજૂરી જીવ પ્રાણી માત્રની સંકલ્પ શક્તિ, ઇરછા શક્તિ ,ક્રિયા શક્તિ બહું જ ઓછી હોય અને એવા કપરા કાળમાં શ્રી વાળીનાથ નગરનું બીજ બહું સાદા સરળ પરંતુ મહાતપસ્વી, મહાતેજસ્વી, મહાપ્રતાપી પ્રમ પૂજ્ય ગુરૂદેવ શ્રી વિરમગિરિજી બાપુશ્રીએ વાવેલું, પરંતુ તે બીજને તપ સેવારૂપી પાણી ના મળે તો બીજ બળી જાય પણ સત્ય પ્રવૃતિથી રોપેલા બીજને કોઇ ઉછેરવા માટે તપ સેવાના જળ સીંચના સત્યવાન મહપુરૂષોને બ્રહ્મદેવ મોકલીપણ આપે છે અને પરમાત્માએ મોક્લ્યા પણ કેવા મહાપુરૂષોને? જગતમાં જોટો જડવો મુષ્કેલ થઈ પડે વ્હાલાના વ્હાલા લાગે સહું રે.. સદગુરૂના વ્હાલા વ્હાલા કરો કહું રે... આપણને જે વ્હાલા હોય તેનું બધુજ ગમશે, તેની સાથેતો હેત રહેવાનું જ્યારે અહીં એક નિરાળી વાત મૂકી છે શ્રી વાળીનાથ પરિવારની ભૂલેછૂકેપણ શ્રી વાળીનાથ ભગવાનનું નામ લેનાર હોય તેવા સેવકને પણ પોતાના સગા વ્હાલા જેવો જાણવો આપણે શ્રી વાળીનાથ પરિવાર અને તેનો સભ્ય આપણો કુંટુંબનો સમય આપશે સગોજ સમજવો પોતાનો જાણવો અંગત સગા વ્હાલાનું આપણે બહાર ખરાબ કેવી રીતે બોલીશું? સંત શ્રી તુલસીદાસજીએ કહ્યું છે તુલસી જાકે મુખન સે ભૂલ સે નીકલે રામ તાકે પગકી પહનીયા મેરે તનકી ચામ, અમે તો સંતોના અભિપ્રાય પ્રમાણે એમ કહીએ કે અહો શ્રી વાળીનાથ ભગવાનના ટકોરા જે કોઇ સાંભળશે તેનું પણ કલ્યાણ થઈ જશે. શ્રી વાળીનાથ ભગવાનની ઓસળિનાં પગથિયાં ચડીને જે ઉપર આવે તેને અમારી શોભા ઘણીશું એવા જ આ સંતો મહંતોની જાણ્યું હશે ને? ત્યારે જ આપવિત્ર ભૂમિને આ ભવ્ય ઉજજવળતાને પ્રાપ્ત થઈ હશે ને? તમે વિચારોકે આવી વૃતિ કેળવવા માટે શું દામ લાગે? કેટલો ભવ્ય પુરૂષાર્થ જોઇએ, વ્યાપક સ્વરૂપમાંજ પણ જે વાળિનાથજીના દર્શન કરતો રહે તેને સાચો શિષ્ય સેવક ગણાય આ એક સનાતન સિધ્ધાંત છે. પણ અહીં તો મહાપુરૂષોએ એવી પ્રણાલિકા બનાવી કે મેલાં કપડાંવાળૉ હોય કે ઉજળાં કપડાંવાળો હોય ભણેલો કે અભણ હોય ગરીબ હોય કે તવંગર હોય સૌના માટે સરખો ભાવ તારીજ લીલા સર્વત્ર દેખાય છે. સર્વમાં એક તું શ્રી હરિ, શ્રી વાળીનાથ ભગવાન સિવાય એક સૂકૂ પાંદડું પણ ફરકી ના શકે, તેવી જ રીતે વ્યાપક પરમાત્માને જોવાની આ વાત છે. પરમ પૂજ્ય કોઠારી સ્વામી શ્રી એમની સેવામાં પછાસ વર્ષના ઇતિહાસમાં મન મૂકી પ્રમાણે વર્ત્યા નથી સદાય મહાપુરૂષોના વચન પ્રમાણે જ વર્તન કર્યું છે. તેઓશ્રી ઉતમ કોટીની સેવા દ્રારા શ્રી વાળીનાથ સંસ્થા આગવી રીતે વિકસાવી રહ્યા છે તેમની ઉમદા સૂઝ વ્યવહારૂ બુધ્ધિ પ્રતિભા,શ્રેષ્ઠ કાર્ય પ્રણાલિકા,ચીવટ અને દરેક ભક્ત સેવકો સાથે પ્રેમ ભર્યો વ્યવ્હાર નિસ્વાર્થપણે સમાનતા પૂર્વક વર્તન, વ્યક્તિ પરખ અને નિસ્વાર્થ ભાવના જેવા ઉતમ આદર્શ ગુણોથી શ્રી વાળીનાથ ધામની શોભા સમાન પરમ પૂજ્ય કોઠારી બાપુશ્રીનો ઉતમ અને નિસ્વાર્થ વહીવટથી વાળિનાથ અખાડાને આગવી ઓળખ અપાવે છે.
દેશને આજની દુર્શાનું કારણ એછે કે આજે સ્વાર્થ વૃતિ બેકાબૂ બની ગઈ છે અને એમાંથી જન્મેલી સતાની સાઠમારીઓ હદ વટાવી ગઈ છે અને સ્વાર્થી સતાધારી દ્રારા ભષ્ટ્રાચાર બેકાબૂ બન્યો છે. અત્યારે સૌ સમાજની અને તેના ઉધાની સેવા કરવાની વાતો કરી રહ્યા છે પરંતું સમાજ સાથે એના દુઃખ દર્દો સંતાપો સાથે સાચી સંવેદના કોણ અનુભવે છે ખરા? નરી આંખે જોતાંસ્પષ્ટ એવું જણાય છે નર્યો સ્વાર્થ છે,દંભ છે માણસ અત્યારે સ્વકેન્દ્રીત બની રહ્યો છે અને જ્યાં સુધી સંત વચન કેન્દ્રીત નહિ બને ત્યાં સુધી આજની વિષમ પરિસ્થિતિ ઉકલી નહિ શકે. જેને જેને સદગુરૂ અને સંતોને સર્વસ્વ માન્યા છે એમણે જ ભવ્ય ઉજ્જવળતા પ્રાપ્ત કરી છે આ પવિત્ર ભારત માતાની ગોદમાં મહામૂલ્યવાન રત્નો ઘણા આવે છે. પણ આપણો અહંમ તેનાથી પરત થવા દેતો નથી અને એવા મહાન સંતોને આપણે માન્ય રાખી શકતા નથી. એના કારણો જાણી તે અંગે વિચારવું પડશે અને આપણે સ્થિતિ જોઇશું આપણા હિતમાં છે તે જાણવું પડશે. (૧) મહાન સંતો જે સમાજની ચિંતા કત્રવા વાળ છે જેમણે ધર્મના રક્ષનાર્થે ત્યાગને મહત્વ આપ્યું છે સ્વાર્થ ચૉડી સમગ્ર જગતના જીવો સાથે એકતાની ભાવના દ્રઢ કરી છે એવા સંતો ઉપર આપણો કૃતજ્ઞતાપૂર્વકનો સમર્પણનો ભાવ નથી, સમર્પણનો સાચો ભાવ જાગૃત કરવો પડશે.(૨) બધી વ્યક્તિઓ મને એકલાને જ ઓળખે અને મને જ ઉપયોગી થઈ શકે આ સંકુચિત મનોવૃતિનો ભાવ બદલવો પડશે (૩) પરસ્પર ભાવનો અભાવ (તૂટો) જણાય છે ભગવાન મહાવીરની પરંપરામાં એક ઉમાસ્વાતીજી થઈ ગયા. તેમને ઘણા અદભૂત ગ્રંથ રત્નોની રચના કરી છે તેમાં એક તત્વાર્થ સૂત્ર નામના ગ્રંથમાં એક સ્ત્રોત્ર છે. " પરસ્પરોપ ગૃહો જીવનનામ " એકબીજાને ઉપયોગી થવું એ જીવ માત્રનું લક્ષણ છે જીવનો મૂલ સ્વભાવ છે. પોતાના સુખનો વિચાર કરવો. એ જીવનો ખરેખર સાચો સ્વભાવ ના હોવો જોઇએ. પરસ્પર એકબીજાને ઉપયોગી થવું તે જીવનું શ્રેયકાર્ય લક્ષણ હોવું જોઇએ. હું તમને ઉપયોગી થાઉ અને તમે મને ઉઓપયોગી થાઓ આવા એકબીજાના ઉપયોગો દ્રારાજ આ વિશ્ર્વનું તંત્ર ચાલી રહ્યું છે. કોઇ માણસ એમ માને કે હું મારા પોતાના બળ ઉપર આગળ વધી રહ્યો છું હું મારી હોશિયારીના કારણેજ હું મારા વ્યક્તિવ્યનો વિકાસ કરી રહ્યો છું તો આ એક ભૂલ ભરેલી ભ્રમણા છે. આ તેનો અહંમ છે. આત્મછલના છે. વાસ્વિક હકીકત તો એ છે કે આપણે કંઇપણ છીએ આપણા અસ્તિત્વની કે વ્યક્તિત્વનો જે કંઇ વિકાસ આપણે પ્રાપ્ત કરી શક્યા છીએ તેની પાછળ પ્રગટ કે ગુપ્ત ઘણા વ્યક્તિઓના યોગદાન પડેલા હોય છે. અનેકનો ઉપકાર રહેલો છે. અનેકનુંૃ ણ આપણા માથે ચડેલું છે રાજસ્થાનમાં રણુંજા ખાતે શ્રી વાળીનાથજી રબારી ધર્મશાળાનું પરમ પૂજ્ય કોઠારી સ્વાન્મીશ્રી ગોવિંદગિરિજી મહારાજ દ્રારા નિર્માણ થયું છે. આયોજનબધ્ધ ભવ્ય નિર્માણ, ભક્તો,સેવકો,યાત્રાળૂઓ માટે સુખદાયી, સગવડથી પરિપૂર્ણ અને આનંદ આપનારૂ હતું આથી પ્રભાવિત બનીને યાત્રાળુ ભક્તો સેવકો પરમ પૂજ્ય કોઠારી બાપુશ્રીના મુક્ત કંઠે વખાણ કરતા ત્યારે સરળ સ્વભાવવાળા કર્તવ્યનિષ્ઠ એવા પરમ પૂજ્ય શ્રી કોઠારી સ્વામીશ્રી ભક્તોને પ્રત્યુતર આપતાં કહેતાં કે આ તો પરમ કૃપાળુ શ્રી વાળીનાથની કૃપા અને ગુરૂમાશયની ભક્તિનો પ્રતાપ છે અને શ્રી ગુરૂભક્તિ ભગવદ કૃપા પછી ભક્તોની શ્રધ્ધાએ આ વિરાટ કામ કર્યું છે અને મારા ઉપર એમની જ આદયા દ્રષ્ટિ હશે ત્યારેજ મને નિમિત બનાવ્યો હશે, કેટલી વિશાળ નિર્મળતા પોતે કશું નથી કરતા એવી સરળ રજૂઆત કોઇપણ પ્રકારના અહંમ કે આડાંબરનું નિશાન ન મળે જંગલમાં મંગળ કરનાર મહાપૂરૂશ કેટલો વિવેક છે રાજસ્તાનના વિરાન પ્રદેશનું શ્રી રામદેવપીરનું યાત્રાધામ એવું રણુજા એટલે રણકદેશ જોઇલો આવા પ્રદેશની ભૂમિ ઉપર રાત અને દિવસ પડ્યા રહીને ભવ્ય રાજધાની સમાન દિવ્ય સ્વરૂપનુ સર્જન કરવું અને તે સમાજના ભ્ક્તો સેવકોની સગવડ વ્યવ્સ્થા માટે અગિયાર દિવસના ભવ્ય મેળા પહેલાં પાંચ દિવસ અગાઉથી આવનાર યાત્રાળૂની જમવા રહેવાની સુખ સગવડ માટે પરમ પૂજ્ય કોઠારી બાપુશ્રી વાળીનાથ (ગુજરાત) થી લાંબો પંથ કાપી સ્વયં સેવકોની ટુકડી સાથે રણુજા શ્રી વાળીનાથજીની ધર્મશાળામાં હાજર જ હોય વરસમાં બે ત્રણવાર જઈને રૂડી દેખરેખ રાખે ધન્ય છે આવા મહાપુરૂષોને કે વૈદિક પરંપરાની સંપૂર્ણ જાણવળી માટે કેટલો દિવ્ય પુરૂષાર્થ કરી રહ્યા છે. આવું તો સમગ્ર ભારતમાં ઘણા ઠેકાણે જંગલમાં મંગલ સર્જન થયેલું જોવા મળે છે. પરંતુ આપણો અહંમ આવા સર્જને સ્વીકારવા તૈયાર નથી, કારણ પંથા પંથીનો રોગ સંતો એકરૂપતાની ઔષધિઓ આપે તો પણ આ મહારોગ તેનો હટાગ્રહ છોડતો નથી અને અંતે આ દેહ છોડીને આત્મા ચાલ્યો જાય છે.ત્યારે આ શરીર જેમાં અહંમ હતો તેની પાસે પણ કોઇ ફરકતૂ નથી તેને વહેલાસર સ્મશાનમાં મોકલીને અંતિમક્રિયાની ઉતાવળ કરતો માનવી પોતાનું કંઇપણવિચારતો નથી. શ્રી કબીર સાહેબ કહે છે આ ગંદી દેહકા કોઇ ભરોસા નાહિ આજે દિઠા બજાર મે કાલ મશાણામાંહી તેથી જટ કરોને દેહથી બને તો દેહથી, માનવી બને તો મનથી, ધનથી બને તો ધનથી, સંત મહાપુરૂષોના વચન પ્રમાણેની સેવાનો લાભ લઈ લો હજી બાજી હાથમાં છે સુધારીલો સમગ્ર ભારતના મહાન સંતોની વાત છોડીને માત્ર એકલા ગુજરાતના મહાપુરૂષોના ગુણગાન માત્ર દસ લીટીમાં લખવાં હોય તો અનેક મોટા ગ્રંથો બને તેમ છે. લેખક તરીકેની કોઇજ ક્ષમતા નથી નહિતર આજ સેવા ઉતમ છે જે કંઇ લખાય છે તે શ્રી સદગુરૂ કૃપાને આભારી છે.
મા ભગવતિ ઉમિયાજી ક્ષેત્રમાં ગરીબોના વિકાસ માટે ગામે ગામ શહેરે શહેરે ઉમિયારથના આયોજન દ્રારા ફરીને એકસો કરોડ રૂપિયા એકઠા કરનાર આવા શ્રધ્ધાવાન ઉત્સાહી દ્રઢ મનોબળવાળા તરવરિયાં સંચાલકો એક દિવસ અજબો રૂપિયા એકત્ર કરી શકે છે. સાચી દ્રઢ ભાવના અને પ્રબળ પુરૂશાર્થ હોવો જોઇએ.

।। પરમ પુજ્ય શ્રી ગુલાબનાથજી બાપુશ્રી ।।


વિસનગર પુજ્ય શ્રી ગુલાબનાથજીના નિસ્કલંક આસ્રમના વિકાસની વાત છે. આ આશ્રમમાં આવતા જતા સંતો માટે દાન પેટીની વ્યવસ્થા અને એ રોટીના પ્રતાપે ભવ્ય પુરૂષાર્થ દ્રારા એ મંદિરના સેવાભાવી સજ્જન સંચાલકો અને પરમ પૂજ્ય ગુલાબનાથજી બાપુ સાથે મળી નાથજી મહારાજની એ જગ્યાનું સમગ્ર ભારતમાં નામ રોશન કર્યુ. તેના વિકાસ પાછળ કેટલો ભવ્ય પુરૂષાર્થ હશે. અજ્ઞાની જીવોની કાગ દ્રષ્ટિ ચોદુ શોધી ફણક મારવાની વૃતિ છોડતા નથી. પરમ પૂજ્ય શ્રી કોઠારી બાપુશ્રી એમના અનુભવોનું વર્ણન કરતાં જણાવેશે કે એક સમય એવો હતો કે અમારે શ્રી વાળીનાથની સેવામાં ટહેર માટે નીકળવું હોય ત્યારે બળદગાડું અથવા ઘોડે સવારી કરીને નીકળવું પડતું ત્યારે વાહન વ્યવહારનો વિકાસ ન હતો ઘણી વાર ચાલતા પણ એક રૂપિયાની ટેલ માટે ગામડે ગામદે ફરતા, છ છ મહિનાઓ સુધી ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ રખડવું પડતું અને છ મહિને શ્રી વાળીનાથજીના દર્શન થતાં આ છે ગુરૂભક્તિ આવી આ તપસ્યાવાળી, શ્રમથી ભરપૂર પુરૂષાર્થી ગુરૂભક્તિનો ઇતિહાસ લખવા સ્વયં શારદાજી અને ગણપતિજી સમૃદ્ર જેટલી શાહી અને કલ્પવૃક્ષની કલમ લઈને સદાકાળ બેસેતો પણ હરિગુણ લિખ્યો ના જાય હરિ ગુરૂ સંતો મહિમા વર્ણવવો ઘણો દુર્લભ છે. એ તો અજ્ઞાની કહે છે આ બધા ગ્રંથો અમે બનાવ્યા છે. પરંતુ એને સમજણ ક્યાં છે કે આ બધાનો પ્રેરણા દાતા કોણ છે? અને એ મહિમા જાણે સમજે તો એ જીવ આધ્યાત્મિક દશાનો જીવ કહેવાય છે. મહાત્માપુરૂષોનો મત છે કે " અસિતગિરિજી સમ સ્વાતક્જલંમ સિંધું પાત્રે, શુર તરૂવર શાખા લેખીની પત્ર મૂરવી, લીખતી અદિ રૂહિત્વા શારદા સર્વ કાલમ, તદ પિતવ ગુણાનામ પાર ન યાતી" પરમાત્માએ આ જે શરીર આપ્યું છે તે સર્વ ગુણોનો મહાસગર છે કલ્પવૃક્ષ સમાન આ શરીરના જે અવયવો છે તે દ્રારા સમગ્ર ભંદાર હરિ ગુરૂ સંતની સેવામાં આખી જીંદગી દેહમાંથી પાણી સુકાઇ જાય ત્યાં સુધી લાગ્યા રહિએ તો પણ સદગુરૂ સંત કે શ્રી હરિનો મહિમા વર્ણવી શક્તો નથી. પરમ પૂજ્ય મહંત બાપુશ્રી ત્રણ વર્ષની ઉંમરે અખાડામાં આવ્યા પૂજ્ય કોઠારી સ્વામીશ્રી છ વર્ષની ઉંમરે સેવા માર્ગ ગ્રહણ કર્યો ત્યારથી પાંછઠ સીતેરની ઉંમર સુધી અવિરત સેવાનો પ્રવાહ વહે છે. આ છે ગુરૂભક્તિનો મહિમા. આ ગૌરવશાળી ગાથા કેમ વર્ણવી શકાય? વિસનગરના શ્રી રામદેવ મંદિરમાં પરમ પૂજ્ય બાલકનાથ્જીના શિષ્ય મહાપૂરૂષ પૂજ્ય ગુલાબનાથજી બિરાજે છે તેઓશ્રી સ્દત્સંગમાં સેવકોને કહે છે કે મનમાં સંકલ્પ વિકલ્પના વિષયનો ત્યાગ થઈ જાય તોજ આત્મસાક્ષાત્કાર થાય,મનનુંવિરામપણું એટલે આત્માનું ઉદભવપણું સદગુરૂ કરાવ્યા પછી ધ્યાન કોનું? એટલેકે સદગુરૂનૂ આખું સ્વરૂપ ધ્યાન છે. ધ્યાનમૂલં ગુરૂમૂર્તિ સદગુરૂતો એમના કહે કે આ દેવી દેવતાનો મંત્ર આપુ છું. તેનું ધ્યાન કરજે સદગુરૂદેવનો પોતાના ઇશારાથી સ્વરૂપનો અનુભવ કરાવે, સુવર્ણ પાત્રે ઢંકાયેલા હ્રદય ઉપરના આવરણને હટાવી સ્વયં પ્રકાશિત પરમાત્મા તારી અંદરજ છે તે તું પોતેજ છે એવો સદગુરૂદેવ આત્મસાક્ષાત્કાર કરાવે એક દીવાથી બીજો દીવો પ્રગટે, અંધકાર સંપૂર્ણ નાશ પામી જાય,સદગુરૂશ્રી જે સ્થિતિમાં હોય એજ સ્થિતિનો આપણને અનુભવ કરાવે, એક પારસથી પારસ બને એક પારસથી હેમ,સમાગમ સદગુરૂનો ઇયળ ભમરીના સંગે ભમર બની જાય આ તો વિખ્યાત વાત છે. આ ઇયળમાં દંખ સહન કરવાની તૈયારી હોય તો જ એકરૂપ બની શકે વળી સંતોએ તો એટલા સુધી કહ્યું છે કે ઇશ્ર્વરથી સદગુરૂ મહાન છે રતન રસ્તામાં પડ્યું હોય તો એની કિંમત નથી પણ એને ઓળખનાર ઝવેરીનું મહત્વ છે, બાકીતો મૂલ્યવાન રતન પણ ધૂળમાં રોળાતૂ હોય છે લગભગ વનસ્પ્તિમાં ઔષધનો ગુણ હોય છે પણ એનો જાણકાર હોય તો અને તે પારખી બતાવે અનુભવી વૈદ જોઇએ ઢગલાબંધ ઔષધીઓ હોય સામે રોગીઓ પણ ઘણા પ્રકારના હોય છતાં જાણકારી સિવાયે કપણ ઔષધી લેવી જોખમરૂપ ગણાય પરમાત્મા ક્યાં નથી સર્વત્ર હોવા છતાં જ્યાંસુધી સદગુરૂની દિવ્ય દ્રષ્ટિ ન મળે ત્યાં સુધી એ પરમ તત્વજ્ઞાનની પહચાન થતી નથી એ સમજણ સદગુરૂજ આપી શકે કંઇપણ પ્રાપ્ત કરવું હોય તો કંઇક ગુમાવવાની પણ તૈયારી રાખવી પડે આપણે કોઇ બલિદાન કે ભોગ આપવો નથી અને એમજ સર્વ પ્રાપ્ત કરી લેવું છે દુનિયામાં બધી વસ્તું પૈસાથી મેળવી શકાય પરંતું ગુરૂપ્રેમ્ કે ગુરૂત્વ પદ પૈસાથી ના મેળવી શકાય એ તો પ્રેમ અને સમર્પણ ત્યાગથીજ પ્રાપ્ત થાય,દુઃખનું મૂળ અજ્ઞાન છે. અજ્ઞાની લોકો એમ વિચારે કે બાવાઓને વળી આવો વૈભવ શુ કરવો છે આટલો ઠાઠમાટ સંન્યાસીને વળી શોભ? જ્યારે જ્ઞાની માણસ એવું વિચારે છે કે વાહ મહાપુરૂષોનો કેટલો મહાન પુરૂષાર્થ હશે? આપણી આખી જીંદગી કઠલા કર્યા પરંતુ ઘેર આવેલા પાંચ દસ મહેનાની પણ પૂરતી સરભરા કરી શકતા નથી જ્યારે આ મહાપુરૂષો તો રોજનો હજારો દર્શનાર્થીઓને ઉતમ પ્રકારનું ભોજન કરાવે છે અનેક ધર્મસ્થાનો ઉપર અસંખ્ય ભક્તોની ભોજન સમયે પગંત પડે છે. અને મહાપ્રસાદ ગ્રહણ કરે છે સુરેન્દ્ર નગર પાસેના કોઠારીયા ગામે પરમ પૂજ્ય વજાભગતના અન્નક્ષેત્રમાં ૨૦૦ જેટલી બહેનો રોટલા ઘડે છે. અનેચારસો જેટલા સ્વયંસેવકો એ રોટલાથી અનેક ગરીબ ભૂખ્યા માણસોના જઠરાગ્નિને શાંતિ આપે છે. વૈસ્વારનરને તૃપ્ત કરે છે. સુરેન્દ્ર નગર પાસેના દુધરેજ ગામે વડવાળા ધામમાં અનેક ભક્તો સેવકો અને સંત સાધુંકે ગરીબોને પુરતું ભોજન પીરસાય છે કોઇપણ પ્રકારના ભેદભાવ વિના થતી આવેલી ઉતમ સેવા તો જ સંત મહાપુરૂષોજ કરી શકે, ગુજરાત સૌરાષ્ત્રની ધરતી ઉપર ઠેર ઠેર મહાપુરૂષોએ તિર્થધામો સંસ્કાર ધામો લોક સેવાર્થે સ્થાપિત કર્યા, ઉગ્ર તપશ્ર્યા અને મહાન પરિશ્રમ પૂર્વકનો પુરૂષાથ કરી, આશ્રમ મઠો જગ્યાઓ મંદિરોની સ્થાપના કરી છે. જ્યાં આધ્યાત્મિક શક્તિનું પ્રદાન થાય છે છતાંય અજ્ઞાનીઓ ભગવા ભેખધારી એવા મહાપુરૂષોની ટીકાઓ કરતા હોય છે આવા વ્યક્તિઓ માનવતાના દુશ્મન છે જે ઇર્ષાની આગમાં સતત બળતા હોય છે શક્તિહીન અને કાયર માણસો મહાપુરૂષની આવી દિવ્ય અને ભવ્ય એબ્વી મહાનતા સહન કરી શકતા નથી. પરમ પૂજ્ય ગુલાબનાથજી કહે છે સંસારના પ્રદાર્થો કોઇએ દુઃખકે દબાવ દેતાં નથી, દુઃખતો અજ્ઞાતમાં છે ઘણા મહાપુરૂષો વૈભવમાં રહેતા હોય છે. છતાં પણ જરાય આશક્તિ ના હોય પણ ઝુપડીમાં રહેતા હોય પણ લંગોટીની આશક્તિ છૂટતી નથી. માટે બહારની ભવ્યતા કે દુર્બળતા કે બહારના પદાર્થો કોઇ દુઃખ દેતાં નથી. ગુરૂપૂર્ણિમા શ્રી ગુરૂને બારમાસનો કર ભરવાનો દિવસ નથી, એ આધ્યાત્મિકતાનાં લેખાં લેવાનો દિવસ છે. આપણે શ્રી ગુરૂ પ્રત્યેની ભક્તિ વ્યક્ત કરવાનો દિવસ છે ઘણી બાબતો એવી છે કે શબ્દ દ્રારા તેનું વર્ણન થઈ શકતું નથી ગુરૂકૃપા પ્રાપ્ત થાય તો પરમ પૂજ્ય કોઠારી સ્વામી શ્રી જેવી સ્થિતિ અવશ્ય બને જ વ્યવહારમાં પણ આનંદ વર્તાય પરમ પૂજ્ય બાપુશ્રી પણ કેવી પરખ કરી કે પરમ પૂજ્ય મહાદેવગિરીજી બાપુશ્રીના પંદર વર્ષના કારભારીપણાને જોઇને તેમના સ્વર્ગવાસ પછી તેમના સમાન વ્યક્તિને પારખીને પરમ પૂજ્ય મહંત બાપુશ્રીએ વર્તમાન પૂજ્ય સ્વામીશ્રી ગોવિંદગિરીજી બાપુશ્રીને કોઠારી તરીકે જવાબદારી સોપીં, પરમ પૂજ્ય મહંતસ બાપુશ્રીની એ દિવ્ય કોઠાસઉઝના શ્રી વાળીનાથધામના વિકાસ દ્રારા હાલ દર્શન થઈ રહ્યા છે આટલી મોટી જવાબદારી સંભાળવી દરેક સમાજ સાથે નિસદિન સંપર્કમાં રહેવું રાજા મરૂત જેવી શાસન જેવું આ ભવ્ય કાર્ય કોણ વહન કરી શકે? પણ પરમ પૂજ્ય કોઠારી બાપુની અસામાન્ય બુધ્ધિમતાએ અખાડાનું ભવ્યમાં ભવ્ય ભવ્યતા અપાવી દીધી.

શ્રી મરૂત



પરમ પૂજ્ય દાદાશ્રી પાડુંરંગ આઠવલેજી કહેતા કે મરૂત જેવો મહાપુરૂષ કે મહારાજવી કોઇ ભાગ્યેજ બની શકે છે
બાલ રવિનાં કિરણો વાતાવરણને પ્રસંન્ન બનાવતાં હતાં પરસેવાથી રેબઝેબ થયેલો એક યુવક ઘોડે સવાર રાજ મહેલના દરવાજા પાસે આવી છલાંગ મારી ઘોડા ઉપરથી નીચે ઉતરી રાજમહેલમાં પ્રવેશ કરે છે. તેજસ્વી મુખમુદ્રા અને કસાયેલો શરીરનો બાંધો તેના વ્યક્તિત્વની આગવી પ્રતિભા ઉપસાવતા હતઆં પ્રૌઢોને પણ શરમાવે તેવી ધૌર્ય અને ગાંભીર્ય તેના આર્કષક મુખ ઉપર સ્પષ્ટ વર્તાતા હતા, પ્રસ્વેદ બિદુંથી શોભતો એ યુવાન ઝડપભેર રાજમહેલમાં દાખલ થયો, એક બુલંદ અવાજ તેના કાને અથડાયો બેટા મરૂત અહીં આવોતો, વૃધ્ધ દાદાએ હાક મારી મરૂત પાસે આવ્યા, દાદાએ પ્રેમથી પીઠ ઉપર હાથ ફેવરતાં કહ્યું આજે ઘોડાને ખુબ દોડાવ્યો લાગે છે. બેટા તને એક મહત્વની જવાબદારી સોંપવાની છે આજે આ તારા વૃધ્ધ દાદા તારા ખભે આ રાજ્યની જવાબદારી સોપીને મુક્ત થવા માગે છે. રાજની ધુરા તારે વહન કરવાની છે આ યુવાન મરૂત હજું તો ખેલવા કુદવાની ઉંમર હજું તો મૂછનો દોરો પણ ફૂટ્યો નથી, ત્યાં આટલી મોટી જવાબદારી મરૂતને સપન્ને પણ ખ્યાલ હતો નહિ રાજમુગટ પહેરવો સારો લાગે છે. પણ તેની જવાબદારીનું ભાન થતાં જ તેની મુશ્કેલીઓ સહાજમાં ખ્યાલ આવે છે. મરૂતનું મન સહમત નથી થતું પરંતું વિધીની આ વિચિત્રતા છે આ માનવ જીવનની ઘટમાળ જ એવી છે સુખ દુઃખની પરંપરા ઉભી કરનાર આ ઘટમાળ થૉડીજ કોઇનો વિચાર કરે છે? જેને શ્રી રામ-કૃષ્ણને પણ છોડ્યા નથી, પોતાના તાલે નચવ્યા છે તે વળી મરૂતને કેમ ન છોડે આખ્રે મરૂત દાદાની આજ્ઞા માન્ત્ય રાખી યુવાન રાજકુમાર ઠરેલ ગંભીર બની રાજધુરા વહન કરવા રાજવી બન્યો. નગરજનોમાં આ ચર્ચાનો વિષય થઈ પડ્યો પુત્રની રાજગાદી આપવાને બદલે કરમધમ નરેશે પૌત્રને કેમ રાજગાદી કેમ સોંપી? હજી તો મરૂત નાનો છે અને નરેશ પણ એવા ક્યાં વૃધ્ધ થયા છે કે આમ એકાએક રાજગાદી ઓડીને ચાલ્યા જવાનો વિચાર કરે? કરમધન નરેશે ભારતીય પરંપરાને અનુંલક્ષીનેજ આ નિર્ણય લીધો હતો સમય પ્રમાણે નિર્ણય ના લઈ શકનાર વૃધ્ધ થયા પછી પણ જવાબદારીનો ભાર ઉંચકીને ફરે તેનું જીવન વ્યર્થક છે પોતાના કલ્યાણ માટે કંઇ કરવાનું કે પછી ભાર જ વેઠવાનો કરમધમ નરેશના પુત્ર અવિકક્ષીત રાજગાદી લેવા માટે તૈયાર ન હતા. તેમને જ્યારે અવીક્શીતને પૂછ્યું કે બેટા હવે હું ક્યાં સુધી રાજની જવાબદારી ઉપાડું તું મને મુક્ત કરે તો કોઇ તપોવનમાં જઈને આ કાયાનું કલ્યાણ કરૂ. ત્યારે અવીક્ષીતે કહ્યું કે પિતાજી હું રાજ ચલાવવા માટે અસમર્થ છું ત્યારે નરેશે કહ્યું કે બેટા તારા બાહું બળ ઉપર તો આખું રાજ નિર્ભય છે તું કેમ તારી જાતને અસમર્થ માને છે? ત્યારે અવીક્ષીત કહે છે. પિતાજી વિશાલ રાજાએ મને કેદ કર્યો અને આપના દ્રારા હું છૂટ્યો છું એ કલંકથી હજી હું મુક્ત નથી થયો તેથી રાજગાદીને હું લાયક નથી નરેશે કહ્યું કે બેટા હું અને તું ક્યાં જુદા છીએ અને બાપને સહારે દીકરો મોટો થતો આવ્યો છે એ તો સામાન્ય વાત છે આ સંભળી અવીક્ષીતે બહું તેજસ્વી જવાબ આપ્યો હે પિતાજી બાપના નામ ઉપર ફક્ત નિર્ભય રહે એ તો પુત્ર કહેવાય સુપુત્ર નહિ, જે માણસ પોતાનું રકક્ષ ના કરી શક્યો તે પ્રજાન શું રકષ કત્રી શકશે નરેશે મંત્રીઓ ,દરબારીઓ, ન્યાયધીશો વગેરેને બોલાવી નિર્ણય જાહેર કર્યો કે અવીક્ષીત રાજ્યાભિષેક માટે તૈયાર નથી તેથી તેના પુત્રને તેનો ઉતરાધિકારી બનાવવો, મરૂત નાનો હતો પરંતું તેજસ્વી,ગુણીયલ,ાને સમજદાર હતો તેથી સૌએ કરમધમ નરેશના પ્રસ્તાવને વધાવી લીધો મરૂતનો રાજ્યાભિષેક થયો બીજે દિવસે નરેશ તપોવન જવા વિદાય લીધી સૌ જનતાએ વિદાય આપી રાજા મરૂત દાદાને પગે લાગ્યા, દાદાએ આર્શીવાદ આપ્યાં અને પ્રજાને પ્રેમથી સાજવજ સંત ગુરૂજનોની સેવા કરજો આમ કહીને નરેશ અને વીરારાણી પોતાના કલ્યાણ માટે તપોવનમાં ચાલ્યા ગયા મરૂત વિચારે છે કે મારૂ રાજ સમૃધ્ધ અને સુંદર છે પણ લોકોમાં સંસ્કારોનો અભાવ છે સંતો ગુરૂજનોના સતસંગની ખામી છે સત્સંગી સંતો આવાતા જતા નથી, માટે સંતોની પધરામણી કરાવી જાતે સેવા કરી સંતોના સત્સંગનો પ્રજાને લાભ અપાવી કૃતાર્થ થવું એમ અંગીરથના પુત્ર સંવતે મરૂતને કહ્યું જેમ શ્રી વાળીનાથ ધામમાં કોઇ સંતો મહંતો પધારે ત્યારે પૂજ્ય કોઠારી સ્વામી શ્રી જાતે સ્વાગત કરી આસનો બનાવી સતકાર કર્યો અને સંતોને જે કંઇ જોઇએ તે જાતે દોડીને હાજર કરી દે છે આ રાજા મરૂતે અને સંવતે બંન્ને મળીને વિચાર કર્યો કે આ કાર્ય એવી રીતે કરવૂ મરૂતે મોટા મોટા યજ્ઞ કરવા માંડ્યા યજ્ઞનો અર્થ વિશાળ અને વ્યાપક છે તેની સંસ્કૃતિ કાર્યની દિવ્યતાપણ છે યજ્ઞવેદી જ્યાં મૂકવામાં આવે ત્યાં વિદ્રવાનો ભેગા થાય, શ્રી ગણેશજીની પ્રતિષ્ઠા થાય, અગ્નિની પ્રતિષ્ઠા કરી આહુતિ અપાય, આજુંબાજુના લોકો આવે એમને ઉપદેશ આપવામાં આવે વિદ્રવાનો ગામડૅ ગામડે ફરીને સતસંગ સંભળાવે લોકોને સંસ્કૃતિથી સભાન કરે માનવતાના પાઠ ભણાવવામાં આવે આ પ્રમાણે રાજા મરૂતે યજ્ઞો કરયા, સંત ગુરૂજનો પોતાના રાજમાં પધારવા લાગ્યા યજ્ઞ માટે લક્ષ્મીની તો જરૂર પડે જ તેને સમાચાર મળ્યા કે મૂઝ પર્વત ઉપર લૂટરૂઓએ દાટેલ બધૂજ ધન લાવીને સતકાર્ય, સેવાયજ્ઞમાં વાપરી દીધું પશુંવત જીવન જીવતા માનવીઓને માનવ જીવનની શ્રેષ્ઠતા શીખવી લોકોના જીવનમાં આધ્યાત્મિક પ્રકાશ પ્રગટાવ્યો અને લોક હ્રદયમાં પૂજ્ય ભાવનું સ્થાન જમાવ્યું. રાજ્યમાં ગુરૂજનોના વચનોમી સતા સ્થાપી. " મરૂત; વરિવેષઠારો મરુતવસ્યા વસન ગૃહે " આમ દિવ્ય મંત્રમાં પણ રાજા મરૂત સ્થાપિત થયા આવું દિવ્ય કામ શ્રી વાળીનાથજી ધામ વિશે પરમ પૂજ્ય મહંત શ્રી પરમ પૂજ્ય કોઠારી શ્રી એ કર્યું અને આ ધામની અતિ રળીયામણી શોભા વધારી દીઢી એના મૂળમાં ગુરૂજનિઓની સેવા હોવી જોઇએ, પરમ પૂજ્ય મહંત બાપુશ્રીની શાંત પરમ પૂજ્ય કોઠારી બાપુ ભારતમાં પ્રસરાવી એક આર્દશ સ્થાપિત કર્યો છે . આવા દિવ્ય ગુરૂ શિષ્યન સદભાગ્યેજ પ્રાપ્ત થાય છે. એ સદભાગ્ય પ્રાપ્ત કરવા ગુરૂશિષ્યની સરખામણીમાં આપણે આખા જીવનનું અવલોકન કરીએ, પળે પળ આપણું જીવન ઉદવેગ વાળું બની જાય છે કોઇ સહેજ મશ્કરી કરી તિરસ્કાર કરે વગર વાંકે હડધૂત કરે નિર્દોષ હોવા છતાં દોષારોપણ થા ત્યારે આપણે ધીરજ ગુમાવી બેબાકળા થઈ જઈએ છીએ સતસંગના વ્યવહારમાં એક સેવકને માન મળે અને બીજાને ના મળે , એકને પ્રેમ મળે બીજાની ઉપેક્ષા થાય, સદગુરૂ એકને યાદ કરે બીજાને ના સંભાળે ત્યારે મૂઝાઇ જવાય કોઇ ભક્ત આપણા ગમતામાં વર્તે ના વર્તે આપણે કોઇ કલ્પના કરી રાખી હોય અને સદગુરૂ સાકર ના બનાવે આવી વિચિત્રતાના શંભૂ મેળા જેવા સમાજમાં સાથે રહેવાનું થાય તો મુંઝવણ ઉભી થઈ જાય છે એ બધી જ ગુરૂભક્તિની કચાસ છે સદગુરૂને સમર્પિત બનીને સદગુરૂનાં જીવનનું દર્શન કરતા રહીએ,તો કંઇજ આ દુનિયામાં અશ્કય નથી કાંઇ જાય છે. થયું છે અને થશે. તેના પ્રેરક એક સદગુરૂજ છે તો શા માટે આનંદમાં ના રહેવું આમ વ્યાપક સ્વરૂપે જોવાં મારા શ્યામને વાસુદેવ સર્વમિતિ એ ભાવના દ્રઢ થશેતો મહાપુરૂષો પ્રસંન્ન થશે જ હું મા કરે એક તુ એમાં કરે એક તુ સૌમાં કરે એક તુ બસ તુ તુ તુ પરમ પૂજ્ય કોઠારી બાપુશ્રી પરમ પૂજ્ય મહંત બાપુશ્રી પ્રત્યે આ રીતે વર્ત્યા તેઓ સ્વ અને સર્વને માટે જ વર્ત્યા છે.

ભેદ દ્રષ્ટિ રહિતનો સબંધ



પરમ પૂજ્ય મહંત બાપુશ્રી અને કોઠારી બાપુશ્રીનો જે સ્નેહ સબંધ છે. તે ખુબજ ગહન છે. બન્નેનું જીવન છે. તે ભેદ દ્રષ્ટિ વિનાનુ જીવન છે. પૂજ્ય કોઠારી બાપુશ્રી પાંચ દશ દિવસ કોઇ કામને લઈને બહારગામ જાય ત્યારે પરમ પૂજ્ય મહંતબાપુશ્રીને બિલકુલ પાલવતું નથી. આવો સ્નેહનો ઉઠાવ સદગુરૂશ્રી પ્રત્યે કેળવવો એ મહાન પુરૂષાર્થ છે. જગતમાં ઘણી જગ્યાઓમાં એવાં પણ દર્શન થાય છે કે એક મહાપુરૂષના ગુણગાન બીજાથી સહન થતા નથી, આવી ઇર્ષાના ખતરનાક વૃતિ જીવને કોરી ખાય છે. પરંતુ અહી શ્રી વાળીનાથ ધામની વાત જૂદી છે. આ મહાન સંતમહાપુરૂષોની આજ્ઞામાં પંચમહાભુતો રહેતા હોય,પંચ વિષયોનો કોઇ સંક્લપ નહિ વળિ બધાની સમદ્રષ્ટિથી પ્રાર્થના પરમ પૂજ્ય મહંત બાપુશ્રી સાંભળ આનું નામ ભેદ દ્રષ્ટિ વિનાનુ જીવન હું અને તું એક અને સહુંથી વાળીનાથ ભગવાનના સ્વરૂપો એનું નામ દિવ્ય દ્રષ્ટિ, પરંતુ કોણ જાણે કેમ આવું ઝાકપણૂ સૌ ભૂલી જાય છે. આપણને સદગુરૂ નિહાળે છે. ખાય છે પીએ છે,અને બધી જ ક્રિયા કરે છે દસ ઇન્દ્રીઓ,ચાર અંતઃકરણ ગુરૂને લીધે સુખી છીએ થોડી ઘણી બુધ્ધિ શક્તિ કે ગુણ આપણા દેહમાં વૈરાગ્ય નારાયણનું ચૈતન્ય હતૂ જ પણ બ્રહ્મની એ શક્તિનો પ્રવેશ નહતો તેથી તે જડ હતો તેનું હલચન સંપુર્ણ હતું જ્યારે બ્રહ્મની શક્તિએ પ્રવેશ કર્યો,ત્યારે આ વિરાટ નારાયણનું ક્રિયા કરવાની જાણ્યા છતાં બિચારો જીવ એના હું પણામાંથી બહાર આવતો નથી એક કવિએ સરસ વાત લખી છે કે ઉંદર શુશુ કરે છે, ગુવડ ગુ ગુ કરે, ચકલી ચી ચી કરે અને અજ્ઞાની હું હૂ કરે ચારે સરખા છે અહો ઐતન્ય કેવી ક્ષુદ્રતામાં રાચી રહ્યો છે. સદગુરૂનો સબંધ થયો હોત તો આવી સમજણ કોણ આપત સદગુરૂએ કેવી દયાકરી કેવી સુઅ આપી અને છેવટે ભગવાન બનાવ્યા, આવા મહાપુરૂષો ગુઇજરાતમાં ઘણા બિરાજે છે પરમ પૂજ્ય સદગુરૂ શ્રી બળદેવગિરિજીબાપુશ્રી અને પરમ પૂજ્ય કોઠારી બાપુશ્રી જેવા મહારથીઓ વાળીનાથની પવિત્ર ધરતી ઉપર બિરાજે છે પરમ પૂજ્ય મહંત બાપુશ્રી પોતે અષ્ટાંગયોગી ગુરૂ છે પણ તેમનો આખો ઉઠાવ સેવા ઉપર સરભર છે. એમના દરેક સંતોને ભક્તોની સેવામાં જોડી દીધા છે પણ જો સમજણનો અભાવ ઉભો થાય તો એક અંતરય ઉભો થઈ જાય સુહ્રદય ભાવની જે મીઠાશ પ્રગટવી જોઇએ તે પ્રગટે નહિ, અને તે સમજણ જડ સંજ્ઞાને પામી જાય છે જે ધર્મ કોઇ સંત ધર્મ જ્ઞાન વૈરાગ્ય કે ભક્તિ અને સમર્પણ ભાવનું ખંડન કરાવે તો તે સર્વ અભદ્ર છે. તેના સંગ ના થાય સમર્પણ ભાવ જ જીવનું જીવન છે. સમર્પણ વિના બધા સદગુણો નકામા છે જ્યાં સુધી કોઇ સંતમાં સમજણનો ભેદ હશે તો અંદરો અંદર આત્મીયતાથી ઉઠાવ લઈ શકાશે નહિ કોઇને પોતાનો દોસ્ત કર્યો છે? શું છે ? પોતાની ભૂલ ક્યાં થાય છે તેનો થોડો પણ ખ્યાલ આવષે નહિ. સાથી સદ્ગુરુના સમાગમ વગર સમર્પણ ભાવની કચાશ રહિ જાય તેથી સંતોએ કે પરિવારના સભ્યોએ સમય મળે ત્યારે સાથે મળી બેસવું સતસંગ કરવો,તેથી આત્મીયતા દ્રઢ બને છે. નિખાલસ ચર્ચા વ્યક્તિ વ્યક્તિ વચ્ચે સ્નેહ ગાંઠ મજબૂત બનાવે છે. પરમ પૂજ્ય પાક વંદનીય ગુરૂદે વિરમગિરીબાપુશ્રીનો દિવ્ય સંકલ્પ છે. ઘણા સંતો થકી શ્રી વાળીનાથ પ્રભુનુ કામ કરાવવું છે. જેને જે સ્વરૂપ સાથે પ્રિતી થાય તેને તે સ્વરૂપ સાથે સર્વોપરી ભાવે જોડાવાનું છે. સાધક માટે ધ્યાનનિય ચિંતનીય સદ્ગુરૂ સ્વરૂપ કોઇ એક જ હોવો જોઇએ પરંતું સાથે રહેનારા સંતો પ્રત્યે ઉપેક્ષા ભવ રાખવો તે એક મહાપાપ છે બીજા સંતો સાથે પણ પૂજ્ય ભાવ રાખ્વો એજ સાચી ગુરૂભક્તિ છે. રંજ માત્રભેદ ના રખાય જો ભેદ દ્રષ્ટિ ઉભી થશે તો ગમે તેટલી માળા ભજન કે સમર્પણ કરીશું તો પણ વ્યર્થ જશે જો સદગુરુ શરણમાં ભેદ દ્રષ્તી રાખીને ખેચતાણ કરીશું નિર્દોષ થવાશે નહિ એક કવિએ ગાયું છે કે......
આજ સરખે સરખા ભેરૂ રે આનંદમાં ગુમે રે. આજે આખા માલધારી સમાજમાં બસ એક અવાજ છે તમે તમે મોટા, બળદેવગુરૂ તમે મોટા, બસ આજે તો આવી એક જ ભાવના વ્યાપ ક બની છે મારે મંદિરે માલે રે બસ તુ તુ તુ.... અને પૂજ્ય મહંત બાપુશ્રી તેમજ પૂજ્ય કોઠારી બાપુશ્રી દરેક નાના મોટા દોષોને માફ કરીને ઉદારતા પૂર્વક સમા દ્રષ્ટિથી દરેક સંતોને પોતાના પણાના ભાવે રાખે છે.

સમ્યક નિર્દોષ બુધ્ધિ



સમ્યક નિર્દોષ બુધ્ધિ એટલે પરમ પૂજ્ય પ્રાતઃવંદનીય શ્રી વિરમગિરિજી બાપુ હતા તેજ શ્રી પરમ પુજ્ય મહંત બાપુશ્રી બળદેવગિરિજી બાપુશ્રી છે. જેને આવી સમજણ કાયમ છે. અને આવી સમજણ કાયમી રાખવી એનું નામ સમ્યક નિર્દોષ બુધ્ધિ, ભગવાન અને સંત મહિમાની વાતો કાયમ કરવી અને સાંભળવી આ પૂજ્ય બાપુશ્રી તોપોતાનું સમગ્ર ઐશ્વર્ય લૈનેજ પધાર્યા છે. એવા ને એવાજ છે. કાંઇ બાકી નથી,એમ ના સમજાય તો મનમાં દુર્બળતા રહે છે.અને આવું સમજાય ત્યારે કોઇ દિવસ જીવનમાં દુર્બળતા મનાય જ નહિ,અને જીવ બીજી રીતનો થઈ જાય છે તે મહિમા સમજવા જેવું બીજું કોઇ મોતું સાધન પણ નથી, તે મહિમા વિનાનો જીવ બીજાં ગમે તેટલાં સાધન કરે તો પણ આ જીવ બળને પામે નહી,અને આવો મહિમા સમજવાનું કારણ કરે તો પણ આજીવ બળને પામે નહિ અને આવો મહિમા સમજવાનું કારણ તો એવા મહાપુરુશોનો સંગ છે તે વિનાતો મહિમા સમજાતો નથી, હે સદગુરુ આપજ પરમાત્માનું દિવ્ય સ્વરુપ છો. આ રહસ્ય સમજાઇ જાય તો જીવનમાં અખંડ આનંદ રહે,આટલી આ વાતને સમજવા સન્તોની ગાથાઓ જ કામ લાગે એવી છે.સુર્યના રથમાં અંધારું હોય જ નહી, તેમ સર્વ ગુણોના દાતા, સર્વ ગુણોના નિધિ, સર્વ સામર્થ્યના સમ્રાટ એવા સંતો મહાપુરુષોનો સંબંધમાં આવ્યા પછી જીવને દુઃખ કે મૂંઝવણ કોઇપણ સંજોગોમાં હોઇ શકે જ નહી, માટે જેટલી સદગુરુ પ્રત્યે નિષ્ઠા પાકી તેટલોજ જીવ સુખી, આવી નિષ્ઠામાં જેટલી ક્યાસ એટલો જીવ દુઃખી આ વાત તો બહુ મોટી છે.

સદગુરુના મુળ સ્વરુપની નિષ્ઠા એતો જીવનની શ્રેષ્ઠતા કહેવાય,આવા મહાપુરુષોએ જ શિષ્યને સ્વરુપ નિષ્ઠા દ્રઢ કરાવી તેના આધ્યાત્મિક પાયા પર સમ્યક નિર્દોષ બુધ્ધિની ઇમારતો ચણી છે. જેટલો આપણો પુરુષાર્થ જેતલો સમર્પણ ભાવ જેટલી નિર્દોષ બુધ્ધિ એટલાજ પ્રમાણમાં મહાપુરુષો આપણને દ્રઢતા કરાવી દેશે, આમ નિર્દોશ બુધ્ધિ સમર્પણ ભાવ એક સિક્કાનાં બે પાસાંછે. બંન્ને એકબીજાના બિંબ પ્રતિબિંબ સ્વરુપો છે. પડછાયા રુપે છે. આમ બંન્ને એકબીજાની સથે અવિભાજ્ય પણે જોડાયેલા છે.

ગુરૂ ભક્તિ યોગ



એક શિષ્યે પૂછ્યું. ગુરુજી સર્વોપરી સેવા કોને કહેવાય? શ્રી સદગુરૂ બોલ્યા કે નિર્દોષ બુધ્ધિ જેવી મોટી કોઇ મોતી સાધક ભલે દાર્શનિક બની જાય, વિશ્વ વિખ્યાત વક્તા થવાનો યશ પણ મેળવી લે, સૈકાઓ સુધી હિમાલયનો ગુફાવાસી બની રહે, વર્ષો સુધી પ્રાણાયામ અને યોગાસનનો અભ્યાસ કરતો રહે, પરંતુ બિન કૃપા મોક્ષ નહી પાઇ,એ ત્યારેજ મોક્ષભાગી બની શકે જ્યારે કોઇ સદગુરૂના કૃપા પાત્ર બનવાનું સૌભગ્ય પ્રાપ્ત થાય, અન્યથા તો લાખ ચોરાસીના ફેરામાં વારંવાર ભટકવું પડશે, સાંસારિક ગુરૂ કરતાં આત્મસાક્ષાત્કારી ગુરૂની મહત્તા વિશિષ્ઠ પ્રકારની માનવામાં આવે છે. આત્મસાક્ષાત્કારી ગુરૂ અને ઇશ્વરમાં એકતાની પ્રતિતિ સર્વ માન્ય બની ચૂકી છે. સાધક સમક્ષ- સક્ષાત ઇશ્વર ઉભા હોય પરંતુ ગુરુ વિના ઇશ્વરત્વની ઓળખાણ થૈ શકતી નથી, સાધકને જો ગુરૂની કૃપા પ્રાપ્ત થઇ જાય તો ગુરૂ સ્વયં સાધકની હ્રદય ગુફામાં વિશિષ્ઠ રિતિઓથી બ્રહ્મનો અપરોક્ષ અનુભવ કરાવી શકે છે. આવા ગુરૂની કૃપાથી વેદાન્ત વગેરે ગુઢ રહસ્યોનું જ્ઞાન પ્રાપ્ત કરીને સાધ્ક પોતાની અંદરજ બ્રહ્માનુભુતિ કરી લેશે., દિવ્ય સત્તાનો સાક્ષાત્કાર પ્રાપ્ત કરવાની ચાવી ગુરૂકૃપામાં જ રહેલી છે.આવા ગુરૂ શિષ્ય માટે સર્વસ્વ ગણાય. તેઓજ સાધ્ક માટે આધ્યાત્મિક સાધના માર્ગના સાચા રહસ્યોદઘાટક બનીને આવે છે અને એના માટે ચિતરંજન ચિર્કાળ શાંતિનો પંથ પ્રકાશિત કરે છે. શિષ્યનું આત્મસમર્પણ અને ગુરૂ કૃપા એ બંન્ને પરસ્પરાવલંબી છે. સાધકની શરણાગતિ ગુરૂકૃપાને આમંત્રિત કરે છે. અને ગુરૂકૃપાને પામીને શરાણાગતિ સફળ બને છે. સાધકને જો સાચા સદગુરૂ સુલભ હોય અને એમની કૃપાદ્રષ્ટિ મળી જાય તો સાધકને સત્ શિષ્યને કોઇપણ વસ્તુ અપ્રાપ્ય રહી શકતી નથી. ગુરૂકૃપાના ગુરુત્વાકર્ષણથી સાધક પોતાના ઇષ્ટ્દેવને પ્રત્યક્ષ પણે મેળવવામાં સફળ થઇ શકે છે. સક્ષમ સદ્ગુરૂ એક એવું માધ્યમ છે જે ઇશ્વર કૃપાના શ્રોતને સતત સાધક તરફ પ્રવાહિત કરતા રહે છે. સાધક માટે પોતાના સાચા ગુરૂ સૌથી વધારે વત્સલ,દયાર્દ અને પ્રિયતમ હોય છે. એના માટે ગુરૂથી વિશેષ કોઇ શ્રેયકર દેવ નથી. સદગુરૂના સત્સંગથી વધારે ઉપયોગી બીજી કોઇ સાધના નથી. પરાપૂર્વથી માનવસમાજ સાધુ,સન્યાસી,જ્ઞાની,સદ્ગુરૂની આવશ્યકતાનો સ્વીકાર કરતો આવ્યો છે.સદગુરૂના અભાવમાં સાધક ક્યારેય આધ્યાત્મિક માર્ગ પર ચાલી શકતો નથી. જેઓ આત્માનુભવમાં નિત્ય નિરંતર જાગૃત રહેતા હોય એવા વેદ્જ્ઞ,શાસ્ત્રજ્ઞ અનુભવનિષ્ઠ જ્ઞાન સમૃધ્ધ જીવિત બ્રહ્મ્વેત્તા સત્પુરુષના શરણમાં પહોંચી જ્વું જોઇએ. એ માટે મનની સહમતિ અનિવાર્ય છે.મનના સહ્કાર વિના ઇન્દ્રિયો નિષ્ક્રિય રહે છે. મનને વશ કરવા ગુરૂકૃપા જ સરળ ઉપાય છે. જો મન સાથ ના આપે તો સાધક સમાધિ અવસ્થા અને અતિ ચૈતન્યાવસ્થામાં પહોંચી શકતો નથી. આ કાર્ય ગુરૂકૃપાથી જ સિધ્ધ થઇ શકે છે. ગુરૂની સહાયતાના અભાવમાં જે ભક્તો,સેવકો,સાધકો મન ઉપર સંયમ મૂકવાનો પ્રયત્ન કરે છે. એવા ભક્તોનું જીવન હલેસા વિનાની નાવ જેવું છે. આધ્યાત્મિક માર્ગ કાંટાળો માર્ગ છે. એ સીધા ચઢાણનો માર્ગ છે. આ માર્ગમાં પ્રલોભનો ડગલેને પગલે આક્રામક રૂપ ધારણ કરીને વિઘ્નો નાખે છે. જેથી ઉત્થાનના બદલે પતનની સંભાવના રહે છે. માટે આ માર્ગના પારંગત હોય એવા સદગુરૂનું શરણ સાધી લેવામાં જ ડહાપણ રહેલું છે. તમામ શાસ્ત્રો શ્રીકૃપાની આવશ્યકતા ઉપર અત્યંત ભાર મૂકતા આવ્યા છે. બાગ બગીચાને માળી અનિયંત્રિત ડાળીઓ કાઅપી કુપીને કલાત્મક સ્વરૂપ આપી મનોહર બનાવે છે. ત્યાં સુંદર ફૂલો મધમધે છે. ભમરા ગુંજારવ કરે છે. સુંદર શોભા બનાવનાર માળીના અભાવે એજ બાગ ભયાનક જંગલનું સ્વરૂપ ધારણ કરે છે. જ્યાં સાપ જેવા ઝેરી જીવોનો પણ ઉપદ્રવ વધી જાય છે. આપણા જપ,તપ,દાન,વ્રત તેમજ વિદ્યા વગેરે કોઇપણ અનુષ્ઠાન શ્રીગુરૂના અભાવથી નિસ્તેજ અને અસાર સબિત થાય છે. કોઇપણ વિદ્યામાં નિપુણતા આવતી નથી. શિષ્ય બીજી રીતે ભલે ગમે તેટલો મહાન હોય પણ નુગરો રહીને કદી પણ નિર્વાણ સુખ કે આત્માનંદ્નો અનુભવ કરી શકતો નથી. આપણા પ્રાચિન ઇતિહાસ પર દ્રુષ્ટીપાત કરો , કોઇપણ મહાઅન ઋષિ મહર્ષિ , પીર પયગંબર, જગદગુરૂ , અવતાર કે ભક્તોને દરેકને પોતપોતાના કોઇને કોઇ સમર્થ ગુરૂ અવશ્ય હતા. જ. જેઓએ યુગને અનુરૂપ તેમને સફળ માર્ગદર્શન આપીને જ્ઞાન,મહિમાના શિખરે બેસાડી દીધા હતા. બ્રહ્મ , વિદ્યા એક સુક્ષ્મ અને ગહન વિદ્યા છે. એના અભ્યાસ દરમ્યાન ઘણી શંકાઓ જાગે છે.કોઇ બ્રહ્મવેત્તા સદગુરૂજ આવી શંકાઓનું સમાધાન કરાવી શકે છે. સાચા સાધકને ખુબજ વાત્સલ્ય ભાવે પોતાના માર્ગદર્શનમાં રાખે છે અને એવા સાધકને આધ્યાત્મિક વિકાસમાં વિવિધ પ્રકારનું જ્ઞાન આપીને આગળ વધારે છે. વિચક્ષણ ભક્ત પણ સદગુરૂશ્રીના અભાવમાં વૈદિક વિદ્યાનું શાસ્ત્ર સંમત એવું દિવ્યજ્ઞાન પ્રાપ્ત કરી શકતો નથી. શ્રી સદગુરૂ જ શિષ્યમાં છુપાયેલી દૈવી શક્તિઓને નવી ચમકથી પ્રગટાવી શકે છે. ક્ષેત્રિય બ્રહ્મનિષ્ઠ સદગુરૂ દ્વારા આત્મસાક્ષાત્કારમાં સફળતા મેળવી મોક્ષનો અધિકારી બની શકે છે.

શ્રી ગુરૂભક્તિ એક વૈજ્ઞાનિક અભિગમ

શ્રી ગુરૂભક્તિ એક વૈજ્ઞાનિક અભિગમ

શ્રી ગુરૂભક્તિની મહત્તા

શ્રી ગુરૂભક્તિની મહત્તા

શ્રી ગુરૂભક્તિ તેનું સાધનાત્મક સ્વરૂપ

શ્રી ગુરૂભક્તિ તેનું સાધનાત્મક સ્વરૂપ

શ્રી ગુરૂભક્તિનું ફળ

શ્રી ગુરૂભક્તિનું ફળ

શાસ્વત સુખનો માર્ગ




આત્મશાસનની કળા એટલે ગુરૂભક્તિ




શ્રી ગુરુભકતિનો વિકાસ



સાચો શિષ્ય તો જાણે છે કે ગુરુભક્તિ એના માટે શ્ર્વાશ્ર્વાસની જેમ અભિન્ન અને અતિ આવશ્યક પ્રવૃતિ છે આ અતુટ શ્ર્ધ્ધા જ એના પ્રભુ પ્રાપ્તિના લક્ષ્ય પંથને સરસ અને આનંદદાયક બનાવે છે. ગુરુભક્તિ તમામ ધર્મોની સારપૂર્ણ ભક્તિ છે એના પાયા ઉપરજ આધ્યાત્મિકતાનો મહેલ તણાયો છે. અહંમ ભાવનો પરિત્યાગ ગુરૂભક્તિનુ પ્રાથમિક સોપાન છે શિષ્યની ભાવનાત્મક ઉતેજના ગુરુભક્તિમાં બાધક માનવામાં આવે છે ભક્તિમાં જો ઉંડાણ આવે તો એવી ભોળી ભક્તિભાવથી મહાપાપી પણ મુક્ત બની જાય છે ભક્તિ સાચી હોવી જોઇએ આવી ભક્તિ આપણી હિન વૃતિઓ અને આવેગોને ભસ્મ કરીનેર આપણામાં દૈવી ગુણ પ્રગટાવે છે આપણો વિકાસ કરે છે. અને ાપણને પરમ સત્યની પાસે પહોચાડી છે. ભક્તમાં સત્ય ભાવ જગાડે છે એની અભિવૃધ્ધિ કરે છે સત્ય ભાવની અભિવૃધ્ધિથી સૌ ભક્તો સદાચારી બને છે એનાથી ગુરૂભક્તિ રૂપી પુષ્પમાં સુગંધ આવે છે આ ઉચ્ચ ભક્તિભાવ માનવમાત્રનું લક્ષ્ય બની જાય છે ઇશ્ર્વર પ્રત્યે ભક્તજિવી ઉદાર ભક્તિભાવના દાખવે છે તેવીજ ભક્તિભાવના જો ગુરૂપ્રત્યે જાગી જાય તો સત્ય તત્વની અનુભૂતિ સહજ બની જાય છે ગુરૂનાં પાવન ચરાવિંદની ભક્તિજો [પુષ્પ સમાન માનીએ તો શ્રી ગુરૂનાં આર્શીવચનો અમર ફળના રૂપમાં સમજવાં જોઇએ શ્રી ગુરૂનાં મહિમાનું નિત્ય નિરંતર સ્મરણ કરતાં રહેવું જોઇએ. તમારી આ પ્રવૃતિ ગુરૂશ્રી પ્રત્યે શિષ્યની સાચી ભક્તિભાવનાથી ઓળખાણ છે. જેનું મન વિશુધ્ધ હોય તેને ગુરૂ રહસ્યનો અભ્યાસ કરાવે, પાઠ ભણાવે તો તત ક્ષણ એનું મન સ્થિર અવસ્થામાં આબ્વી જાય અને નિર્વકીલ સમાધિમાં પ્રવિષ્ઠ થઈ શકે માટે દરેક સાધકનું કર્તવ્ય છે કે એ પોતાના મનને વિષયોથી વિમુખ બનાવે ત્યારબાદ ગુરૂના આદેશથી અબ્યાસથી સંલ્ગન બને.

ભક્તિ સાધના અને ગુરૂ સ્પર્શ



સાધનામાં સ્થાન ગુરૂ અને ગુરૂ ભક્તિની પધ્ધ્તિ આ ત્રણેયની નિશ્ર્વિયતાથી અત્યંત મહત્વ છે. સાધના માટે એક નિશ્ર્વિત સ્થાન એક નિશ્રિત ગુરૂ અને નિશ્રિત ભક્તિ પધ્ધતિનું પોતાનું આગવું સ્થાન છે.આ પ્રમાણે થતી ભક્તિ સરસ ફળદાયી બને છે. આત્મ સાક્ષાત્કારી શ્રી સદગુરૂનું માર્ગદર્શન આ ભક્તિમાં પરિપક્વતા લાવે છે. ભક્તિમાં એકાગ્રતા લાવવી એ અનિવાર્યતા છે. ચંચળ મનને એકાગ્ર કરવા માટે પોતાના સમક્ષ ગુરૂદેવની છબી પ્રતિષ્ઠિત કરો અથવા કોઇપણ સંત મહાત્મા, સંત પુરૂષ દેવી દેવતા કે ભગવાનના અવતારોમાંથી કોઇપણ પ્રિય છબી મૂકો એમાંજ મનને કેન્દ્રિત કરવાનો અભ્યાસ કરતા રહો એકાગ્રતા લાવવા માટે જપ ધ્યાન, પૂજા,ભજન કીર્તન સ્મરણ વગેરેમાં પણ મનને સ્થિર કરી શકાય. ગુરૂ સ્તુતિ વિવિધ સ્ત્રો અને મંત્ર જાપના ઉપચાર દ્રારા પણ મ્નને એકાગ્ર કરવામાં સફળતા મળી શકે. ગુરુશિષ્ય વચ્ચે ભક્તિભાવનો પુલ બંધાયા પછી શિષ્ય ભલે ગમે ત્યાં હોય, ગમે ત્યાં રહે માત્ર ગુરૂદેવનું ધ્યાન કરીને તેમની સાથે સબંધ સ્થાપિત કરી શકે છે. પોતાની કોઇપણ સમસ્યાનું સમાધાન મેળવી શકે છે. દૂરના સ્થાને રહેલા શિષ્ય દ્રારા ધ્યાન કરવામાં આવતાં જ ગુરૂશ્રી ભાવનારૂપે એની પાસે પહોંચી જાય છે. અને પોતાની ભક્તિ તરફ બેઠેલા આસન પર શિષ્ય તરફ માર્ગદર્શક એવો પ્રત્યુતર પણ મોકલતા હોય છે. પોતાની શક્તિ દ્રારા શક્તિદાયક અને આનંદદાયક ભાવતરંગો પ્રવાહિત કરતા રહે છે. શિષ્ય ગુરૂના ચૂબંકીય દિવ્ય પ્રવાહમાં ડુબકી મારતાં સુખાનંદમાં ખોવાઇ જાય છે. શિષ્ય જ્યારે પણ શ્રી ગુરૂદેવનું ધ્યાન ધરે છે ત્યારે ગુરૂદેવને શિષ્યના ભાવતરંગો સ્પર્શી જતાં હોય છે. શિષ્ય તરફથી પ્રવાહિત પ્રાથના તીવ્ર વેગ અને તેમજ ઉન્મત વિચારધારાની ભરતી ગુરૂદેવના હ્રદયને સ્પર્શી જાય છે. જે શિષ્યોનો અંતઃચક્ષુ ખુલ્લાં હોય છે તેવાં શિષ્યો પોતાની અને ગુરૂની વચ્ચે પ્રવાહિત ઉજ્જવળ પ્રકાશ તરંગોને સ્પષ્ટરૂપે જોઇ શકે છે. આ પ્રકાશ સાત્વીક વિચારોના આંદોલનના ફળ સ્વત્રૂપે ચિતમાં ઉભરાતો રહે છે. આધ્યાત્મિક સદગુરુ શિષ્યને આધ્યાત્મિક શક્તિ પ્રદાન કરે છે. બ્રહ્મવેદતા સદગુરૂનાં રહસ્યપૂર્ણ આંદોલનો શિષ્યના મન તરફ પ્રવાહિત કરવામાં આવે છે.જેમ પરમ પૂજ્ય રામહંસે પોતાની આધ્યાત્મિક શક્તિ સ્વામીશ્રી વિવેકાનંદજીને પ્રદાન કરી હતી. તેમ પરમ પૂજ્ય મહંત બાપુશ્રી બળદેવગિરીજીએ પરમ પૂજ્ય કોઠારીને પ્રદાન કરી આધ્યાત્મિક શક્તિ પ્રવાહને ગુરૂના દૈવી સ્પર્શ તરીકે ઓળખવવાં આવે છે. સમર્થ ગુરૂ રામદાસના એક શિષ્યે આવી શક્તિ એક નર્તકીની પુત્રીને આપી હતી, જે એમની તરફ અત્યંત કામાશક્ત થઈ હતી અને તેની કામશક્તિ નાબૂદ થઈ ગઈ હતી.



-:શ્રી ગુરૂભક્તિનાં નિયમો:-


ગુરૂભક્તિથી ગુરૂકૃપાથી મુક્તિલાભ મળે છે. પરંતું ગુરૂભક્તિ એવી હોવી જોઇએ કે જેને તૃષ્ણાનો સ્પર્શ સુધ્ધાં ન થયો હોય. ફળની ઇર્છાનો તાપ ના લાગ્યો હોય, અને જેમાં હ્રદયનો સંપૂર્ણ આદરભાવ રેડી દેવામાં આવ્યો હોય, શોક અને ભયનો ત્યાગ કરીને પોતાના સદ્ગુરૂના ચરણમાં બેસો એ ચરણો પર પોતાને ન્યોછાવર કરી દો. પોતાની સંપતિ, પોતાનાં બધાંજ શુભકાર્યો, તપ વગેરેનો પુણ્યફળને એમના ચરણોમાં સમર્પિત કરી દો, ત્યારેજ તમારૂ હ્રદય ખરેખર શુધ્ધ થશે, સદગુરૂના ચરણના પ્રતાપથી હ્રદય પાવન બને છે.ભક્તિનો વિકાસ થાય છે.. માટે એમને પરમાત્મા માનીને પોતાની સમગ્ર અંતરતમ શ્રધ્ધા અર્પણ કરો, આદરભાવથી એમની સેવામાં પ્રવૃત થઈ જાઓ. પછી તમે અનુભવ કરી શકશો કે તમારી અંદર ભક્તિની સરીતા વહેવા લાગી છે. ગુરૂભક્તિ અને ગુરૂસેવા સાધનારૂપી નૌકાનાં બે હલેસાં છે. જે શિષ્યે સંસાર સાગરથી પાર ઉતારે છે. જેણે સદગુરૂ શરણમાં આશ્રય લઈ લીધો છે. મનોયુગપૂર્વક ગુરૂની સેવા કરે છે. એની ગુરૂભક્તિ સાર્થક બને છે. એના ઉપર શોક,પરિતાપ,ભય,પીડા અને દુઃખ વગેરેનો રજમાત્ર ખોટો ભાવ પડી શકતો નથી. એના માટે ઇશ્ર્વર સાક્ષાત્કાર સહજ બની જાય છે. એને પરમાત્મા અને ગુરૂમાં ભેદ જણાતો નથી. શિષ્યે જો ગુરૂપૂજા કરવી હોય તો પુરી શ્રધ્ધા અને ભક્તિના પુષ્પો ગુરૂચરણો પર ચડાવીને એમને ઇશ્ર્વરના સ્વરૂપે નિહાળવવા જોઇઍ. સદગુરૂના સત્સંગ આત્મસાક્ષાત્કાર રૂપી મંદિરનો ઉંબરો છે. સત્સંગમાંથી મળેલ આધ્યાત્મિક ગુરૂ ઉપદેશ તમને જીવનસંગ્રામમાં ચોક્કસ જ વિજયશ્રી અપાવશે. સંસારમાં રહો, આનંદથી રહો, પરંતું કામનાઓ અને અહંકારથી બચીને રહો, તો જ તમારા અંતરમાં સદગુરૂ પ્રત્યે ભક્તિ ભાવનાનો ઉદય થશે, હ્રદયમાં ભક્તિભાવના જાગૃત થઈ જાય તો ગુરૂદેવનાં શરણે જાઓ, સત્યનું અનુશરણ કરવાનોમ પ્રારંભ કરી દો, ગુરૂ પ્રત્યે તમારી શ્ર્ધ્ધાને વધારતા જાઓ, એને અતુટરૂપે વિકસીત કરતા જાઓ, હ્રદયમાં દ્રઢ શ્રધ્ધા ધારણ કરીલો કે સદગુરૂ પોતાના પ્રિય શિષ્ય પર સતત આશિર્બ્વાદથી વૃષ્ટિ કરતા રહે છે. માટે પ્રિયશિષ્ય તરીકેની યોગ્યતા(પૂ. કોઠારીશ્રીની જેમ) પ્રાપ્ત કરી લેવાના અભ્યાસ અને પોતાના કર્મમાં મગ્ન રહેવું પડશે.



-:શ્રી ગુરૂ ધ્યાન અને પૂજા:-


ધ્યાન અને તે પણ શ્રી ગુરૂદેવના ચરણોનું ધ્યાન મોક્ષ અને શાશ્ર્વત સુખ શાંતિ પ્રદાયક માનવામાં આવે છે. જેઓ ગુરૂના ચરણમાં ધ્યાન સ્થિર કરતા નથી, તેઓ આત્મા હવન કરે છે. વિવેકકીજનો આ ધ્યાનરૂપી તરવારથી પોતાના અહંકારનો શિરર્છેદ કરે છે. આ ધ્યાન જ માનવમાત્રને શ્રેય પ્રાપ્ત કરવામાં સહાયક બને છે. આજ ધ્યાનના જહાજ પર ચડીને શિષ્ય શાસ્વત સુખ,ચિરંજીવી શાંતિ અને સચ્ચિદાનંદ સ્વરૂપમાં વિહાર કરવા લાગે છે. નિયમિત ધ્યાન અભ્યાસથી આત્મજ્ઞાનના અનેક પ્રદેશો ખુલી જાય છે. મન શાંત સ્વસ્થ અને સ્થિર થવા લાગે છે અંતરાઅત્મા જાગૃત થાય છે. અને બધા સંશયો વિરામ પામી જાય છે. આ પ્રયોગ અવશ્ય કરવા જેવો છે. શ્રી ગુરૂચરણોમાં સતત ધ્યાન ધરો અને પોતાના પાપ્,સંતાપથી મુક્તિ પ્રાપ્ત કરો, યાદ રાખો કે ગુરૂનું ધ્યાન માનસિક શાંતિ દાયક છે. દિવ્યલોક અને બ્રહ્મલોક સુધી પહોંચારડનાર શાસ્ત્ર સંમત અને વિશાળ શિષ્ય સમુદાય દ્રારા અનુભવાયેલ આધ્યાત્મિક માર્ગ છે. ગુરૂદેવની દિવ્યછબીને ધ્યાનમાં ધાઅરણ કરવાનો અભ્યાસ કરો આ અભ્યાસપરિપક્વ થતાં અંતર આત્માનાં જ્ઞાનચક્ષુ ખુલી જાય છે. મનની અનેક શક્તિઓનાં દ્રાર ઉગડી જાય છે. શ્રી સદગુરૂના ધ્યાન માટે બ્રહ્મમુર્હતનો સમય છે એ સમયે સદગુરૂનાં ચરણકમળમાં ચિતને જોડી શ્રી ગુરૂદેવનાં સ્વરૂપનું ધ્યાન ધરવું ,પાઠપૂજા કરવી ગુરૂમંત્રનો જાપકરવો શિષ્ય માટે આ પ્રવૃતિ અને નિયમિત ધ્યાન સાધનાખુબજ કલ્યાણકારી સિધ્ધ થયેલ છે. જેવો સદાચારે જીવન જીવવાના અભ્યાસી થયા છે જેમને ગુરૂદેવનુંનિયમિત ધ્યાન ધરવામાં કુશળતા પ્રાપ્ત કરી દીધી છે એમને જ ગુરૂત્વનો સાકાત્કાર સહેજ સુલભ બની જાય છે શ્રી ગુરૂદેવની ધ્યાન સાધનાની આત્માનુંભૂતિ જાગૃત થાય છે આત્મબોધ પ્રગટ થાય છે ધ્યાનન સમયે પોતાની સામે ગુરૂદેવનું મનભાવથ છબી રાખી તેના ઉપર પોતાનું મન એકાગ્ર કરો, પ્રથમ દ્રષ્ટિને એમના ચરણના સ્પર્શથી પાવન બનાવો તેને હ્રદય તથા મુખ તરફ લઈ જાઓ ત્યારબાદ આંખો બંધ કરી દો, આંખો દ્રારા નિહાળેલ છબીને મનની ભાવાત્મક આંખો દ્રા વારંવાર જોવાની કોશિશ કરો ધ્યાન ધરવા માટે આ શારીરિક ક્રિયા છે આ ભવસાગરમાં માઅત્ર્ર ગુરૂજ તમારા તાઅરણહાર છે ગુરૂથી મોટુ આપણા માટે બીજૂં કંઈ જ નથી માટે બહું જ અહોભાવથી ગુરૂનો આદર કરો. ગુરૂદર્શન કરતી વખતે શિષ્યે અતિ વિન્રમ ભાવથી પ્રણામ કરવા જોઈએ જપ ધ્યાન,ભજન કિર્તન તેમજ સંત સમાગમથી હ્રદયમાં ગુરૂભક્તિનો અંકુર ફૂટે છે ગુરૂમંત્રના જાપથી આપણી ચિંતાઓનું સમન થાય છે દરેક શિષ્યનું ક્ર્તવ્ય છે કે તે ગુરૂચરણોમાં આશક્તિ જગાડે ભક્તિભાવ વિકસીત કરે છે. આ બધું ત્યારેજ બને છે. જ્યારે તે પોતાની નઠારી આદતોથી પોતાનો સબંધ તોડી નાખે, મદપાન ધુમ્રપાન સિનેમા જુગાર માંસ મદિરાનું સેવન કરતા પરનિંદા વગેરેથી છૂટકારો મેળવી લે છે.
દરેક જીવ જાણે અજાણે સુખ સ્વરીપ પરમાત્માની શોધમાં દોડી રહ્યો છે આનંદદાતા ઇશ્ર્વરની શોધમાં ભટકતો દેખાય છે એની આ ગ્રાહ્ય દોડ વ્યર્થ છે એને ગુરૂચરણોમાં જઈને ગુરૂપ્રસાદની અનાયાસ પ્રાપ્ત થતાં શાસ્વત સુખનો ઉપભોગ કરવો જોઇએ, માત્ર શ્ર્ધ્ધા અને ભક્તિરુપી પુષ્પોથીજ શ્રી ગુરૂદેવ પ્રસંન્ન થઈ જશે, તમારા નિત સ્વરૂપ આત્મદેવનો પરમાત્માદેવનો સાક્ષાત્કાર કરાવી દેશે, તેથી વ્યર્થ સમય ના બગાડો, ઉતાવળ કરો જીવનમાં ક્યારે પૂર્ણ વિરામ આવે એની ખબર નથી તેથી સમય જે સે તે સુધારી લો.

પ્રાર્થનાભાવ



આ સંસાર સંઘર્ષો અને કોયડાઓની ઘટમાળ છે તમે પણ જ્યારે મુસીબતોમાં પડો કે આપતિમાં ફસાઈ જાઓ ત્યારે પણ ગુરૂકૃપાની બોરી પકડી શકો છો અંતઃકરણના ઉંડાણમાંથી કરેલી ભક્તિભાવની પ્રાર્થના ક્યારે નિષ્ફળ જતી નથી બ્રહ્મનિષ્ઠ સદગુરૂનાં ચરણકમળ સુધી પહોંચવા માટે કોઇકળા વિજ્ઞાન કે દર્શન શાસ્ત્રની ડિગ્રીની જરૂર નથી એતો ગુરૂગોંવિંદનો દરબાર છે. માત્ર હ્રદયમાં ભક્તિભાવ જોઇએ એ દરબારમાં જાઓ મનને નિરવિકાર બનાવી લો ગુરૂચરણોમાં પૂર્ણરૂપે આત્મ સમર્પિત થઈ જાઓ પછી તમારો ઉધાર થયો જ સમજવો, પ્રાર્થનામાં મનવાનર્છિત પરિણામ પ્રાપ્ત કરવાની તેમજ વિષય પરિસ્થિઓને અનૂકૂળ બનાવવા માટેની એક સુસંકૃત શક્તિ છે. પ્રાર્થનાથી પથ્થર દિલ પણ પાણી થઈ જાય છે. પ્રાર્થનાથી મડદાં પણ સજીવ થયા છે. અસંભવ પણ સંભવિત બની શકે છે.બધીજ ઉથલપાથલ કે પરિવર્તન થઈ શકે છે. પરંતું પ્રાર્થના કે પોકાર(આર્તનાદ) હ્રદયના ઉંડાણમાંથી ભાવસભર ઉઠેલો હોવો જોઇએ, જેમ ડૂબતા ગજરાજે મગરન મૂખમાંથી છુટવા ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરી હતી, પ્રાર્થના આવી હ્રદયદ્રવી હોવી જોઇએ, શિષ્યના શુધ્ધ અને નિખાલસ મનમાંથી નિકળેલી કરૂણાભરી શરણાગતિ વાળી પ્રાર્થના શ્રી બ્રહ્મનિષ્ઠ સદગુરૂના કાન સુધી પહોંચી જાય છે. સદગુરૂની કૃપા શીષ્યની સમસ્યાનો ઉકેલ લાવે છે માત્ર દુખ નિવારણ માટેજ પ્રાર્થના ના કરવી જોઇએ, દુઃખો અને કષ્ટો સહન કરવાની શક્તિ માટે પણ યાચના કરવી જોઇએ, સહિષ્ણુતાની શક્તિ માટેજ કરેલી પ્રાર્થના પણ શાંતિ દાયક અને સુખદ બની રહેશે જ્યારે પણ મન અંકુશમાં ના રહે અને જીદ કરવા લાગે ત્યારે નિરાશ ના થતાં સદગુરૂશ્રીનું સ્મરણ કરવું જોઇએ આત્મવેતા સદગુરૂ ચોક્કસ તમારા વિઘ્નો તેમજ દુઃખો નિર્મૂળ કરશે રોજીંદા જીવનમાં પણ માર્ગદર્શન માટે એમને વારંવાર માનસિક પ્રાર્થનાઓ કરી, દૈનિક વિટંબળાઓ ઉકેલી શકાય છે. શિષ્યના હ્રદયમાંથી નિકળેલી નિખાલસ પ્રાર્થના કે પોકાર ગુરૂદેવ સુધી અવશ્ય પહોંચે છે. એનો જવાબ પણ શિષ્યને તત્કાલિક સુલભ બની જાય છે. એવા ઘણા સંતોનો અનુભવ છે.

શ્રી ગુરૂ ઉપર શ્રધ્ધાભાવ



શ્ર્ધ્ધાભાવ એટલે ગુરૂશ્રી ઉપર અટલ અતૂટ વિશ્ર્વાસ સંત,મહાત્મા ઋષિમુનિ વેદ અને શાસ્ત્રો ઉપર પૂર્ણ નિષ્ઠા,ગુરૂવચનો અને ઉપદેશોઔ પર સંદેહ રહિત વિશ્ર્વાસ એનું નામ શ્ર્ધ્ધા, આ અચર શ્ર્ધ્ધા શિષ્ય માટે સ્વર્ગનાં દ્રાર ખોલી આપે છે ગુરૂદેવનો દરેક વિચાર દરેક શબ્દ તેમજ તર્કવિતર્ક તથ્યપૂર્ણ રહસ્ય ગર્ભિત છે. એ ભાવની સતત જાગૃતિની નામ જે શ્ર્ધ્ધા છે તે સત્વગુણનૂ પ્રાણ કહેવાય છે અંધશ્ર્ધ્ધાનો અતિ ફેલાવો છે મોટાભાગના બધા લોકો પોતાની સાચી કે ખોટી માન્યતાઓ અને ધારણાઓ છાતીએ વળગાડી સમાજમાં જીવતાં હોય છે. આ માન્યતાઓ અને ધારણાઓ મોટાભાગે લોભીઓ અને પરંપરાઓ સાથે જોડાયેલી હોય છે. પ્રગતિમાં અવરોધરૂપ બને છે. આવી અંધશ્ર્ધાના નામથી લાંછીત છે. શ્રી ગુરૂ તો રામ રતન ધન પામેલા હોય છે. એમનામાં કોઇ ખોટ કે ઉણપ હોતી નથી શીષ્ટજનો આવા પૂર્ણ ગુરૂ પ્રત્યેની શ્ર્ધ્ધાને આંધળાની લાકડીની જેમ પકડી રાખે છે ખૂબ જાળવણી કરે તો સમજ વિનાના ઇર્ષાળું લોકો આને અંધશ્ર્ધ્ધા તરીકે કહ્યાજ કરે છે. પણ એમની આવી શ્ર્ધ્ધા મોક્ષપ્રાપ્તિનો રાજમાર્ગ છે. એનાથી પરમ સુખ મળે છે એ દેવોને પણ દુર્લભ છે. ગુરૂદેવ તો પોતાના શિષ્યના હ્ર્દયમાં વિશ્રામ કરતા હોય છે. તેઓ જ્યારે પણ શિષ્યની અવિચર શ્ર્ધ્ધાને જુએ છે કે ત્રતજ પરમ સુખરૂપે શિષ્યના અંતરમાં પ્રગટે છે. આ રીતે શિષ્ય ભગવાનની સતાનાં પરમાઅનંદમાં ડૂબી જાય છે સદગુરૂ પ્રત્યે જાગેલી અતૂટ શ્ર્ધ્ધ્જા આત્મ ઉન્તિના માર્ગને પ્રકાશિત કરે છે. હ્દયને શુધ્ધ બનાવે છે. આત્મસાક્ષાત્કારના આરે પહોંચાડે છે. બધાજ શિષ્યોએ ગુરૂવચનોમાં દ્રઢ શ્ર્ધ્ધા સિધ્ધાંત રૂપે અપનાવી લેવી જોઇએ. આમ કરવાથી સંપૂર્ણ શ્ર્ધ્ધા જાગૃત થશે. ગુરૂચરણે પહોંચાડી દેશે ગુરૂચરણોમાં સમર્પિત બનાવી દેશે, પોતાની સંસારિક માયાજાળ કે ગૃહસંસારને ચિંતા છોડો, ગુરૂદેવ સ્વયં તમારૂ સુરક્ષા કવચ બની રહશે તમારા ઘર સંસારમાં વ્યાપ્ત તમામ ભય અને વિઘ્નો બાધાઓને ઉખેડી નાખ્શે.ગુરૂપ્રત્યેની શ્ર્ધ્ધાને આ ધરતિનું બહુમૂલ્યવાન રતનજ કહી શકાય ચિંતામણીજ સમજો જેને મેવડી દીધા પછી બીજી કોઇ ચીજની પરવા નહિ રહે કોઇપણ પ્રાપ્ત કરવાનૂ બાકી નહિ રહે. શ્ર્ધ્ધાનાબળે પર માત્રમાં પરમ પદાર્થ ને પામી શકો છો માટે ગુરૂવચનનો આત્મસાત કરતાં કરતાં પોતાની શ્ર્ધ્ધાને નિત્ય અવિચળ બનાવતાં જાઓ શ્રધ્ધા ફલતિ સર્વત્ર, ન વિધા ન ચ કૌશલમ ।।
- સમજીએતો? મણકા ૧૩૩ -
(૧) સમજીએતો ? - જપ તપ તિર્થ વ્રત યજ્ઞ યજ્ઞાદિક અને પૂણ્યદમનુષ્યનેફળઆપવામાં મદદરૂપ બની શકે છે. પરંતું મોક્ષ આપવામાં મદદરૂપ બની શકતા નથી. મોક્ષ માટે તો જ સદગુરૂના લક્ષની જરૂર પડે છે.
(૨) સમજીએતો - લોકો દુનિયાદારીના કામમા દગો ઓછો રાખતાં હોય છે, પરંતું ધર્મ કાર્યમાં તો જરૂર દગો રાખીને જ દાવ ખેલતાં હોય છે, એટલે જ દુઃખી થાય છે. વળી સફળતાને બદલે નિષ્ફળતાને વરે છે. દગો કોઇનો સગો થતો નથી સફળતા પ્રાપ્ત કરવા સદગુરૂની જરૂર છે.
(૩) સમજીએ તો ? - ભક્તોનું ભજન ગાતા ગવડાવતાં આવડે છે પરંતું ગળતાં ઍટલે ગળામાંથી પેટમાં ઉતારતા નથી આવડતું અને જો ગળતાં આવડે તો તરતાં વાર લાગે નહિ. ગાવું અને ગળવું એમાં બહું ફેર નથી ગળવા માટે સદગુરૂની જરૂર છે
(૪) સમજીએ તો ? - ઘણા ભક્તો બીજાનું ગાયેલું પોતે ગાઈ ગાઈને બહાર કાઢી નાખે છે. એટલે એનો લાભ લોકોને મળે છે પણ પોતાને મળતો નથી ભજનના સ્વાદરૂપી રસ લોકો લઈ જાય છે અને એના ભાગમાં ગોટલા અને છોતરાં રહે છે. રસ પામવા સદગુરૂની જરૂર છે.
(૫) સમજીએ તો ? - માનવીનું મન માયાનો મસાલો ખાઈ ખાઈને એટલું બધું મસ્ત અને મૂઢ બની ગયું છે કે એને માલિકના લક્ષરૂપી જ્ઞાનનો મસાલો ભાવતો કે ફાવતો નથી.નિરસ અને અરૂચિકર લાગે છે.ઍતલે માલિકનો મસાલો પામવા સદગુરૂની જરૂર પડે છે.
(૬) સમજીએ તો ? - જ્ઞાન પ્રાપ્ત કરનાર વ્યક્તિએ બે પ્રકારના પરિણામો પ્રાપ્ત થાય છે. એક જ્ઞાનથી હ્ર્દયની ગ્રંથીઓ ગળિ પણ જાય છે અને બીજું હ્રદયમાં અભિમાનની ગ્રંથિઓ વધી પણ જાય છે.દરેક પ્રકારની પ્રક્રિયાના પરિણમ બે પ્રકારે આવતા હોય છે.આપણે અજ્ઞાનથી ગ્રંથીઓ ગળ્વાની છે. અજ્ઞાનની ગ્રંથીઓ મેળવવા માટે સદગુરૂની જરૂર ઍ
(૭) સમજીએ તો ? - ભક્તિ કરવા ખાતર કે રળવા ખાતર કરવાની નથી પરંતું કરવા ખાતર કરવાની છે. ભક્તિ કરીને ભારે થવાતું નથી પરંતું ભાર વિનાનું થવાનું છે ભક્તિ ભૂલો વધારવા માટે નથી પરંતું સુધારવા માટે છે. ભૂલો સુધારવા સદગુરૂની જરૂર છે
(૮) સમજીએ તો ? - ભક્તિમાર્ગના લોકો આસ્તિક કરતાં નાસ્તિક વધારે હોય છે. ભક્તમાં શ્રધ્ધા કરતા અંશ્રધ્ધા અને આડંબર વધારે જોવા મળે છે આસ્તિકતાને અંધશ્રધ્ધા અને આડંબર વધારે જોવા મળે છે. આસ્તિકતા અને અંધશ્રધ્ધામાં ખપાવવાની અનુકરણ વધી જાય છે અને તેનાથી અનુકરણ છૂટી જાય છે તેનાથી તેની અવગણનાથી અધપતન થાય છે ઍટલે અનુકરણ રોકવા સદગુરૂની જરૂર પડે છે.
(૯) સમજીએ તો ? - માનવી તનની બિમારીને સમજે છે અને એ બિમારીને દૂર કરવા ઉપચાર પણ કરે છે પણ મનની બિમારીને સમજતાં પણ નથી. અને તેને દૂર કરવા માટેનાં ઉપચાર પણ કરતાં નથી મોક્ માર્ગમાં તનની બિમારી કરતા મનની બિમારી ઘણોજ અવરોધ ઉભો કરે છેની બિમારી મટાડવાજ સદગુરૂની જરૂર પડે છે.
(૧૦) સમજીએ તો ? - માનવ જીવનામાં મનોરંજન અને મનોમંથન કરતાં મનોમંજન ઘણુ જરૂરી છે છતાં તેનો લાભ ઘણા ઓછા માણસો ઉઠાવતાં હોય છે. મનોરંરન વિકારોની વૃધ્ધિ કરે છે. અને મનોમંજન આ મનોમંથન વિકારો ઓછા કરે છે. મનોમંજન વધારવા માટે સદગુરૂની જરૂર છે.
(૧૧) સમજીએ તો ? - દરેક મનુષ્યને કુદરતના નિયમ પ્રમાણે દેહ પ્રાપ્ત થાય છે અથવા તો જીવના કર્મ પ્રમાણે માનવને દેહ પ્રાપ્ત થતાં યુગો વીતી જાય છે જ્યારે કર્મ પ્રમાણે માનવ દેહ વારંવાર મળે છે જેથી ઉતમ કર્મ કરી ઉતમ પ્રકારનો માનવ દેહ વારંવાર મેળવી અંતે મોક્ષનો અધિકાર મેળવવો એજ ઉતમ છે મોક્ષનો અધિકાર મેળવવા સદગુરૂની જરૂર છે.
(૧૨) સમજીએ તો ? - માનવ માત્ર કર્મ કરવા માટે સ્વતંત્ર છે પરંતું ભોગવવામાં તે સ્વંત્ર નથી કર્મ ભોગવવા માટે કાયમ કુદરતને આધીન રહેવું પડે છે એટલે કર્મ કરવાની સ્વતંત્રતાનો સદૌપયોગને બદલે દૂરૌપયોગ કરી દુઃખ વહોંરી લેવું જોઇએ નહિ કુદરતને આધીન રહેવા માટે સદગુરૂની જરૂર છે
(૧૩) સમજીએ તો ? - માળાનો અંત મેળ, જીવનનો અંત મરણ જન્મ મરણનો અંત મોક્ષ, સંશયનો અંત યર્થાથ જ્ઞાન, અનેક પ્રકારની ઉપાધિઓનો અંત ત્યાગ, કાયા અને માયાનો અંત કલ્યાણ વળી કલ્યાણનો અંત પરમાત્મા પરમાત્માની ઓળખાળ કરાવવા પરમાત્મારૂપ સદગુરૂની જરૂર છે
(૧૪) સમજીએ તો? - માનવીનું મન અને રાંધેલું અન્ન બગડી જાય છે ચડતું જોબન અને બઢતું ધન ક્યારે બગડે તે કહેવાય નહિ સાખૂટ જન અને રોગી તન ક્યારે સુધરે એ કહેવાય નહિ અને ઢાંક્યું કર્મ અને ભીતરનો ભ્રમ ક્યારે જાગે તે કહેવાય નહિ માટે એ બધૂ ન બગડે ન ઝગડે તે માટે સદગુરૂની જરૂર છે
(૧૫) સમજીએ તો ? - ભોગ અને જોગ ભવ સાગર તરવા માટેનાં પ્રતિકૂળ અને અનૂકૂળ આવે એવાં બે અંગ છે ભોગથી ભવબંધન વધે છે અને જોગથી જગબંધન ઘટે છે. ભોગથૉ ભવમાં ભટકવાનું ચાલું રહે જ્યારે જોગથી છકવાનું બારુ મળે છે ભોગ ના વધે તેના માટે સદગુરૂની જરૂર પડે છે
(૧૬) સમજીએ તો ? - માનવી અને માંસના લોચામાં એટલો બધો લોભ લાગ્યો છે કે મરવાનું અને મોક્ષ મેળવવાનું બંન્ને પ્રકારનું ભાન ભૂલી જાય છે. અને માંસના લોચાના લોહમાં માનવદેહની મહત્વતા અને મહત્વકાંક્ષાંને ભૂલી જાય છે માટે સાચૂ જીવન જીવવા માટે સદગુરૂની જરૂર છે
(૧૭) સમજીએ તો ? - પોતાના સદગુણ જોનાર પોતાના અંહમની પોષે છે અને તેના દુર્ગુમાં વૃધ્ધિ કરે છે જ્યારે પોતાના દુર્ગુન જોનાર માનવ અંહમની અવગણના કરે છે અને સદગુણોમાં વૃધ્ધિ કરે છે માનવ માત્ર જોવા તો સામેના સદગુણો જોવા ધોવાના તો પોતાના દુર્ગુન્ણો ધોવા, દુર્ગુણોને ધોવા માટે સદગુરૂની જરૂર છે.
(૧૮) સમજીએ તો ? - માનવના જીવનમાં તમોગૂણ ઉત્પાત મચાવે છે રજોગુણ રગવાર વધારે છે અને સત્વગુણ શાંતિ પ્રસરાવે છે. ઍતલ સત્સંગ દ્રારા સત્વગુણનો વધારે સંગ્રહ કરવો હિતાવહ છે સંપતિથી શાંતિ મળી શકતી નથી પરંતું સત્વગુણથી શાંતિ પ્રાપ્ત થાય છે સત્વગુણ સદગુરૂજ વધારી શકે છે તે માટે સદગુરૂની જરૂર છે
(૧૯) સમજીએ તો ? - અનેક પ્રકારની ઉપાધિઓ અને અવગુણો ભરેલો ઉપદેશક શ્રોતાઓને ભલે બાહ્ય રીતે આકર્ષી શકે પરંતું આંતરિક રીતે તેના ઉપદેશની ઝાજી અસર ઝાઝા માણસો ઉપર ધારવા પ્રમાણે કદાપિ પડતી નથી પરોદેશે પંડિતમ પોકર નીવડે માટે ઉપાધિ અને અવગુણ મટાડવા તો સદગુરૂની જરૂર છે
(૨૦) સમજીએ તો ? - ધ્યાન કરનાર વ્યક્તિની વૃતિઓ બાહિરમુખ હશે તો એકાગ્રતામાં ઉણપજ હશે અને વૃતિઓનો નિરોધ કરી એક સુખી બનાવ્યા સિવાય માનવ માનવને આકર્ષી શકાશે નહિ, માનવ સર્વાગી ઉધમૂખી બને તો જ અરસપરસ અમૃત મેળવી શકે, માટે ઉર્ધવમૂખી બનવા માટે ગુરૂમૂખી બનવા સદગુરૂની જરૂર છે
(૨૧) સમજીએ તો ? - દુર્ગુણો અને દુષણોના ડાગ ડિલમાંથી જાય નહિ ત્યાં સુધી દર્પણમાં સ્વરૂપનાં સ્પષ્ટ દર્શન થવાં સંભવ નથી, પોતાના અસલ સ્વરૂપને નિહાળવા માટે દિલ દર્પણના ડાગ સાફ કરવા જરૂરી છે અને તેના માટે નેમ અને પ્રેમ બંન્ને ઘણા જરૂરી છે સ્વની ઓળખાણ માટે સદગુરૂની જરૂર છે
(૨૨) સમજીએ તો? - માનવ ચેતન સેવા ત્યજીને એકલો ફક્ત જડને પૂજેતો જડ કદાપિ ના દૂજે અને જડ કદાપિ દૂજે તો પયપાનનો લાભ ના મળે અને પયપાન વિના મનુષ્યને પુષ્ટિ ના મળે અને પૂષ્ટિ પ્રાપ્ત ક્ર્યા વગર મનૂષ્ય પરમ પદને મેળવી કે પચાવી પણ ના શકે માટે સેવાનો ઉતમ લાભ લેવા ચેતન એવા સ્દગુરૂની જરૂર છે
(૨૩) સમજીએ તો ? - સાધના કરવાની સિધ્ધિનો આધાર તેના સાધનો ઉપરજ આધારિત છે સ્થળ સમય શરીર સદગુરૂ અને સંસર્ગનો ખ્યાલ રાખી સાત્વિક ભાવે સમર્પણભાવે સાધના સફળ થવા સંભવે છે, શાસ્ત્રો વગર એકલો શૂરો માણસ જીત મેળવી શકતો નથી તેથી શસ્ત્ર પ્રાપ્તિ માટે સદગુરૂની જરૂર છે.
(૨૪) સમજીએતો? - ભૌતિક મિલકતનું રક્ષણ જરૂરી છે તેના કરતાં અનેક ઘણું રક્ષ અભૌતિક મિલકત માટે જરૂરી છે. ભઊતિક નૂકસાન તો આવતાં ભવમાં પણ પૂરવાર કરી શકાશે પરંતું અભુતિક નુકશાન અનેક જન્મ જતાં પણ પુરવાર થઈ શકવાનું નથી અભુતિક ભૌતિકને મેળવી શકશે, પરંતું ભૌતિક અભુતિકને મેળવી શકશે નહિ માટે અભૌતિકમાં નુકસાન ન થાય તે માટે સદગુરૂની જરૂર છે
(૨૫) સમજીએ તો ? - ધ્યાન વખતે ધણીને બદલે ધંધો અને ધન યાદ આવે છે તો ધણી પદ મેળવવામાં ધક્કો લાગશે અને ધ્યાન કરનાર વ્ય્કતિને ધન અને ધંધોજ ધણી વિમુખ કરાવે છે અને ધણી વગરનું દુખ ધણીને મળ્યા વિના, ધન ધંધાર્થે દૂર થઈ શકતું નથી ધણી મેળવવા ધણીરૂપી સદગુરૂની જરૂર છે
(૨૬) સમજી એ તો ? - જેવી રીતે સંસાર વ્યવહારના નિભાવ માટે દરોજ ધંધા ઉધોગની જરૂર પડે છે તેવી રીતે આત્મકલ્યાણ માટેના અલૌકિક વ્યવહારના વેગ અને વિકાસ માટે નિયમિત ધર્મના પાલનની આવશ્યકતા છે આત્મકલ્યાણ માટે માનવ જીવનમાં ધર્મ પાલનની ખાસ અગ્રિમતા આપવી એ જ ડાહપણ ભર્યું કામ છે અને આત્મકલ્યાણ માટે સદગુરૂની જરૂર છે
(૨૭) સમજી એ તો ? - મનુષ્યનો ઉધ્ધાર અને અધોગતિ આધ્યાત્મિક જ્ઞાન, અજ્ઞાન ઉપર આધારિત છે અને જ્ઞાન અને અજ્ઞાન સુગરાનુગરા ઉપર આધારિત છે
સુગરાપણું સદગુરૂના શરણ ઉપર આધારિત છે. અને શરણાગતિ સમર્પણ ભાવના અગ્રભાવે હોવી જરૂરી છે. સમર્પણતામાંજ શ્રેય સમાયેલો છે એ સમર્પણ ભાવના માટે જ શ્રી સદગુરૂની જરૂર છે
(૨૮) સમજી એ તો ? - માનવ જીવનમાં મૅલવેલી અમૂલ્ય મૂડીની ચોરી કરનાર ચોરો ચોર તરફથી ઘેરો ઘાલે એ. અને તે ચોર અજ્ઞાન અને અભિમાનનો આશરો લઈને ઉંઘેલા આત્માને ઓંચીંતોજ પકડી લે છે એવા અજબ અને અગોચર ચોર, કામ ક્રોધ મોહ લોભ મધ મ્તસર માનવીની ભૌતિક અભૌતિક મૂડીને ઉઠાવી જતાં અચકાતાં નથી. તેના રક્ષણની શક્તિ મેળવવા સ્દગુરૂની જરૂર છે
(૨૯) સમજીએ તો ? - સજ્જન માનવીની સફાઇમં દુર્ગુણનો એકાદ ડાગ હોય તો એની સજ્જનતા જતી રહેતી નથી અને દુર્જન માનવીના જીવનમાં દુર્ગુણોના અનેક ડાગમાં એકાદ સદગુણની છાંટ હશે. નાનો સરખો દુર્ગુણ વધારે જલદીથી દ્રષ્ટિઘોચર થતો હોવાથી દુર્ગુણ રહિતના સજ્જન બનાવા માટે સદગુરૂની જરૂર છે
(૩૦) સમજીએ તો ? - સપ્તભૂમિકાનો મહેલ તૈયાર કરતાં પહેલાં તેની પૂર્વ ભૂમિકારૂપ સદાચારનો સંપૂર્ણ સાધનવાળો પવિત્ર પાયો તૈયાર કરવો પડશે જ પાયાના આધારેજ ઇમારત ઉભી છેએટલે પાયાની પૂર્ણ તૈયારી માટે મુમુક્ષે સાવધ રહેવું જરૂરી છે પાયાની મજબૂત તૈયારી વિનાઅ અધીરાઇ કે ઉતાવળથી મહા મહેનતે ઉભી કરેલી ઇમારત કોઇક વખત અચાનક તૂટી પડવાની પૂર્ણ સંભવ છે તેથી પાયો મજબૂત કરવા માટે સદગુરૂની જરૂર છે
(૩૧) સમજી એ તો? - દુનિયા આખી ગુણ અવગુણથી ભરેલી છે પરંતું આપણેતો સદગુરૂ સાથે સ્નેહ સંબધ છેઅવગુણ વીણી દૂર કરવા એજ સારા સજ્જનનુ કામ છે અને એમાં જ શાંતિનું ધામ છે સદગુણને બદલે અવગુણ શોધીશું તો અવગુણ માસી ઉપાધી અને તેમની મા અશાંતિ વહોરવી પડશે માટેજ શાંતિજ મેળવવા સદગુરની જરૂર છે
(૩૨) સમજી એ તો ? - કયા સતસંગના પ્રસંગમાં ઘણા સતસંગીઓ તેમાંથી સાર ગ્રહણ કરીને જીવન સફળ બનાવે છે અને ઘણા શ્રોતાઓ કચરો વીણીને સાર જતો કરે છે ઘણા સાર અને કચરો બંન્ને છોડીને સતસંગ સાંભળવાનો સંતોષ ગ્રહણ કરે છેપછી સતસંગમાં સાર સદગુરૂની જરૂર પડે છે
(૩૩) સમજી એ તો ? - હ્રદયરૂપી ગોરી માં બુધ્ધિરૂપી દહીં ભરેલું છે પરંતું મનોમંથન (વલોવ્યા) વગર માખણરૂપ સત્વ અને છાસ છૂટાં કરી શકાતાં નથી અને તે દહી બગડી જાય છે માટે સમયસર મનોમંથન (વલોણું) નહી કરીએ તો સત્વ અને છાસરૂપી સાર અને અસાર બધું જ ગુમાવી દઈશું માટે સમયસર સત્વસાર મેળવી લેવા સદગુરૂની જરૂર છે
(૩૪) સમજીએ તો ? -ભરજુવાનીમાં જો ભોગોને બદલે ભજન કરવાનું સૂઝેતો એ માનવ સમાન ભાગ્યશાળી કોણ હોઇ શકે? ભોગ ભેગા કરી ભોગવી તે ભાગ્યશાળી નથી, પરંતું ખરેખર ભાગ્યશાળીતો એ જ ઘણાય કે જે ભોગોને લાત મારી સદગુરૂમાં ધ્યાન કેન્દ્રિત કરે છે. ભવબંધનમાંથી અને ભોગોથી છૂટવા સદગુરૂની જરૂર છે
(૩૫) સમજી એ તો ? - જેનામાં નિર્મળતા નિર્ભયતા નેહ નીતી નમ્રતા નિયમિત હશે, તેજ મુમુક્ષુ માનવી નિજ પદ નો અને નિજ સ્વરૂપનો મહિમા જાણી નિયંતાને વીજવી અનાથના નાથને મેળવવા લાયકાત પ્રાપ્ત કરે માટે એ અનાથના નાથ એવા સદગુરૂને પામવા માટે જ સદગુરૂની જ જરૂર પડે છે
(૩૬) સમજીએ તો ? - પ્રેમ નથી ત્યાં પ્રાપ્તિ નથી.શ્રધ્ધા નથી ત્યાં સાક્ષરતા નથી લાગણી નથી ત્યાં લાભ નથી. મમતા નથી ત્યાં માલિકી નથી. ઉત્સાહ નથી ત્યાં અવિનાશી નથી. વિશ્ર્વાસ નથી ત્યાં વિસંબર નથી. જ્યાં પાત્રતા નથી ત્યાં પ્રભુતા નથી. અને જ્યાં સદગુરૂ નથી ત્યાં જ્ઞાન નથી. તેથી જ્ઞાન પાર્તિ માટે સદગુરૂની જરૂર છે.
(૩૭) સમજી એ તો ? - રાજાએ રાજવીનાં,શ્રીમંતે શ્રીમંતાઇનો અધીકારીએ હોદ્દાનો ત્યાગી એ ત્યાગ અનુરૂપ ભક્તજને એની ભક્તિને અનુરૂપ સધવા નારીએ સુવાસણ ને અનુરૂપ કપડાં સાંગ્વરૂપી સાધનો લાયકાત કે લક્ષણ વિના ગ્રહણ કરયા હોય તો તે આભુષણો શોભતા નથી. લજવે છે માટે તેવા વિવેકને સમજવા સદગુરૂની જરૂર છે
(૩૮) સમજી એ તો ? - આ જીવદશાનું જગત જેને ત્યજવાનું છે એને ભજે છે. અને જેને ભજવાનું છે તેને ત્યજે છે. ભૂલવાનું હોય તેને અનેકવાર યાદ કરે છે અને જેને અનેકવાર યાદ કરવાનું છે તેને સાવ ભૂલી જાય છે જેના ઉપર ભાવ રાખવાનો છે એના ઉપર અભાવ રાખે છે અને જેનો અભાવ કરવાનો છે તેના ઉપર પુષ્કળ ભાવ પ્રેમ રાખે છે એનુ નામ જ અજ્ઞાન છ આ અજ્ઞાનને દુર કરવા સદગુરૂની જરૂર છે.
(૩૯) સમજી એ તો ? - જેને ખોવાયું છે એની ખબર પડે તો એને ખોળવાની જરૂર પડે છે અને ખોળવાનો પરિશ્રમ કરવો પડે અને પરિશ્રમ કરે તો એને ખોવાયેલુ વહેલુ મોડુ જડે પણ ખરુ અને જેને જડે એને પછી જન્મ મરણ નો દુખ દુર થઈ પછી મહાપદની મોજ માણવાની મજા પડે એ મજા મેળવવા માટે સદગુરૂની જરૂર પડે છે
(૪૦) સમજી એ તો ? - તન મન અને ધન થી કરેલો ત્યાગ સાચો ત્યાગ ઘણાય તન મન ધન થી ના ત્યાગ કરે તે સાચો વૈરાગી ના કહેવાય પણ તે રાજી જ છે અર્હાથ ત્યાગ તો મનનો ત્યાગ છે તનથી ત્યાગ સહેલો છે પરંતું મનથી ત્યાગ અઘરો છે. તન કરતાં મનની પકડ માયાવીર પદાર્થો ઉપર વધારે દ્રઢતાવાળી છે એટલે તનના પહેલાં મનને મોડવાનું છે જેને મન મોડ્યું તેનું કારળજ સુધર્યું અને જેનું મન સદગુરૂની જરૂર પડે
(૪૧) સમજી એ તો? - માનવ સમાજને સન્માર્ગે જોડનાર કોઇપણ પરોપકારી એવા મહાપુરૂષોનો દુનિયાના દરેક માનવ આદરસત્કાર કરે છે એવું નથી ઘણા ફૂલે પૂજે છે તો ઘણા ધૂળથી ધૂતકારે પણ છે એટલે જન હિતાર્થે જીવન જીવનાર મહાપુરૂષો ફૂલ પડતાં ફૂલાઇ જતાં નથી કે અને ધૂળથી ઢંકાઇ જતા નથી કારણ કે સ્થિતપ્રજ્ઞ એવાં સંતો દુનિયાને ઓળખે છે દો રંગી દુનિયાથી બચવા શ્રી સદગુરૂની જરૂર છે
(૪૨) સમજી એ તો? - ધર્મગુરૂઓ ઉપાધિ વગરના હોય છે. તેઓ જો અજ્ઞાનયુક્ત, અભિમાનયુક્ત,અંધશ્રધ્ધાયુક્ત,અને આડંબરયુક્ત ઉપાધિઓથી જકડાઆયેલા હોય તો તેમના સેવકોને મુક્ત ના કરાવી શકે. આવા ધર્મગુરૂઓની ઓળખાણ કરાવવા શ્રી સદગુરૂની જરૂર છે.
(૪૩) સમજી એ તો ? - મરણથી અને માલિકથી ના ડરનાર માનવ કદાપી ભજન ભક્તિમાં ભળી શકતો નથી, અને ભજન ભક્તિના આધારવિના ભવસાગારના અઘાધ જળમાંથી નિર્વિગ્ને પાર ઉતરી શકતો નથી. કાળ અને કર્તાથી ડરતાં રહીને ભજન કરવૂ એમાં જ કલ્યાણ સમાયેલું છે અને કર્તાના ભજનમાં ભળવા શરી સદગુરૂની જરૂર છે
(૪૪) સમજી એ તો ? - માનવ જગતમાં જીવદશા વધૂપડતી હોવાનું મૂળ કારણ તેના વારસામાં મળેલા લોહીના લક્ષણ છે. તેમાં સંઘવસાહત પરિવર્તન આવ્યું છે અથવા લાવી શકાય છે વળી તેમાં ગત જનમના સંસ્કારો ઉપર પણ આધાર રહેલો છે છતાં માનવના મનને જીવદશા જલદી પકડમાં લઈ લે છે તેથી જીવદશામાંથી શિવદશામાં લાવનાર એવા સદગુરૂની જરૂર છે.
(૪૫) સમજી એ તો ? - માનવનો સ્વભાવ અનુકરણીય છે અનુસરણીય ઓછો હોય છે તેના લીધે ઉતમ લાભ કરતાં કનિષ્ઠ લાભ વધારે મળતાં હોય તો માનવ માત્રે અનુકરણ કરતાં અનુસરણ કરે જ એ વધારે શ્રેયકર છે અને એઅનુસરણ કરવા કોઇક સદગુરૂનો લાડીલો હોય છે અનુસરણીય શીખ લેવા સદગુરૂની જરૂર પડે છે
(૪૬) સમજી એ તો ? - ધર્મનું પાલન ના કરનાર વ્ય્ક્તિને ધર્મનો પ્રચાર કરવાનો કે તેમનો લાભ લેવાનો કોઇજ અધિકાર નથી અને એવા પોકળ પ્રચારમાં પામર અને પછાત જ માનવોજ ફસાય છે તેથી ધર્મનું પાલન કરાવનાર અને ધર્મહીન માણસોથી બચાવનાર શ્રી ધર્મગુરૂની જરૂર છે
(૪૭) સમજી એ તો? - જ્યાથી ધર્મનો પ્રચાર પસાર કરવાનો હોય છે ત્યાં અધર્મ અને અંધશ્રધ્ધાને રહેવા માટેનું સારુ સાધન મળે છે. કારણ કે ધર્મની ઓઠે ધૂતારા પણ વસતા હોય છે. તેથી તે ધૂતારા છેતરી ના જાયે ન બચાવ માટે શ્રી સદગુરૂની જરૂર છે
(૪૮) સમજી એ તો ? - સુર્તા નુરતારૂપી સાણસીના બે ફાડીયાને જોડનાર મણરૂપી મેખ જો ઢીલી થઈ જાય તો સદગુરૂના બોધરૂપી શબ્દો તેની પકડમાં રહેસે નહી અને શબ્દોની પકડ વગર સારા સારનો લાભ મેળવી શકાશે નહી એટલે મનરૂપી મેખને ઠોકીને મજબૂત બનાવવા માટે શ્રી સદગુરૂ દેવની જરૂર પડે એ
(૪૯) સમજી એ તો ? - જે તે ધર્મ સંપ્રદાયના અનુયાયીઓએ પોતાના આધગુરૂશ્રીના ઉપદેશ અને ઉદેશ અનુસાર વર્તવાનું હોય એ અથવા પોતાના ગુરૂદેવની આજ્ઞાઓન પાલન કરવાનું હોય છે જ્યારે ઘણા સેવકો કંઠી કોઇની અને ઉપાસના બીજાની લગન એકની સાથે અનેલગની બીજા સાથે આવા અવ્યવહારૂ વર્તનથી બચવા સદગુરૂની જરૂર છે
(૫૦) સમજી એ તો? - જગતમાં ભક્તોને માયા મળે યા વધે એવો આર્શીર્વાદ આપે એવા ગુરૂમહારાજ વ્હાલા લાગે છે માયાનો મોહ ઓછો કરાવી માલિકનાં મન પરોવવાનુ ઉપદેશ ઓછા સેવકોને ગમે છે આ સાચા ઉપદેશમાં મન એકાગ્ર કરાવનાર સદગુરૂની જરૂર છે
(૫૧) સમજી એ તો ? - સદગુરૂ પરમાત્મા ગુણધનવાળા,કાળા અગર ગોરા ઘાટવાળા ગોચર ગતિવાળા નામ કે નાકવાળા જનમ મરણના ધર્મવાળા, જડ કે ચેતન જીવવાળા,જાગતા કે ઉંઘતા એવી અનેક પ્રકારની નામરૂપવાળી ઉપાધિઓથી પર એવા બ્રહ્મ અને બ્રહ્મની સમજણ આપનાર શ્રી સદગુરૂની જરૂર છે.
(૫૨) સમજી એ તો ? - જેવી રીતે લૌકિકમાં પતિનું સુખ અને પતિની સમૃધ્ધિનું સુખ બંન્ને અલગ છે. એવી રીતે અલૌકિક પણ શ્રી સદગુરૂનું સુખ અલૌકિક આનંદ આપનારું છે. શ્ર્સ્વત સુખ આપનારુ છે પતિના સુખમાં અને એના પદાર્થના સુખમાં તફાવત છે.પદાર્થના સુખ વગર ચલાવી લેવાશે, પરંતું પતિના સુખ વગર નહિ ચાલે એવી વાતો સમજાવનાર સદગુરૂની જરૂર છે
(૫૩) સમજી એ તો ? - માન્યતા છે કે મનુષ્યને હાડમાંસયુક્ત માતાના ગર્ભમાં ગર્ભસંકટ દુખ ભોગવવું પડે છે પરંતું એવું નથી માતાના હાડ માંસયુક્ત ગર્ભસંકટનું દુખ નહિ પણ હિરણ્ય ગર્ભ સંકટનું દુખ ભોગવવું પડે છે હિરણ્ય ગર્ભ ઍટલે કારણમાંથી કાર્ય અને કાર્યમાંથી કારણ સૂક્ષ્મ રીતે પ્રસર્યા કરે અને તેની પરંપરા ચાલુજ રહે તે વાતને સમજવા સદગુરૂશ્રીની જરૂર છે.
(૫૪) સમજી એ તો ? - મનુષ્ય દૈત્યના સંગમાં છે. ત્યાં સુધી અનેક પ્રકારનું દુખ ભોગવ્યા કરશે, દ્રૈતમાં થી અદ્રૈત નહિ બને ત્યાં સુધી સુખ શાંતિનું સુખ પામી શકવાનો નથી, કારણકે દ્રૈતમાં તો દુખ જ છે. અને અદ્રૈતમાં સુખ સમાયેલું છે.દ્રૈતમય દુખ ચૌદ લોક સુધી સમાયેલું છે. તેથી અદ્રૈત સુખ પામવા માટે શ્રી સદગુરૂની જરૂર છે.
(૫૫) સમજી એ તો ? - દ્રતમાં ડરવાનું દુખ છે દ્રૈતમાં રડવાનું દુખ છે દ્રૈતમાં ચડવાનું, લડવાનું પકડવાનું દુખ છે. ડગલે ને પગલે દ્રૈતમાં દુખ છે અને તેનાથી દૂર થવાનો એકમાત્ર ઉપાય અદ્રૈત સદગુરૂશ્રીની ઉપાસના છે. તેથી સદગુરૂની જરૂર છે
(૫૬) સમજી એ તો? - માણસમાં વિત(શક્તિ)હોય ત્યાં સુધી વૈરાગ્યને બદલે વિષય ભોગ ભોગવ્યા કરે છે. જ્યારે વિત (શક્તિ) વગરનો થાય છે ત્યારે વૈરાગ્યની વાતો કરે છે. અને ભજન કરવાની તૈયારી કરે છે આવો શક્તિ વિનાનો વૈરાગ્ય કેવી રીતે વિજય અપાવી શકશે? યુવાનવય વૈરાગ્ય અને શક્તિ બંન્ને એકથાય તો જ સાંસારરૂપી શૈલ્ય સામે જીત મેળવે. તેથી બાળપણથીજ સદગુરૂની જરૂર પડે છે
(૫૭) સમજી એ તો ? - અગમ અગોચર, આધ્યાત્મિક,ાઅત્મકલ્યાણના માર્ગે પ્રયાણ કરવા માટે સેવા અને શ્રધ્ધારૂપી સાચા સાથીદારોની જરૂર પડે છે. સેવા અને શ્રધ્ધાને સાણસીમાં પકડાયેલો પંથ નિર્ભયરીતે પસાર કરી શકાય છે. અને છેવટે સફળતા પ્રાપ્ત કરી શકવામાં સુગમતા માટે શ્રી સદગુરૂની જરૂર છે
(૫૮) સમજી એ તો ? - માનવ માત્રના જીવનમાં જો ભૂલેચૂકે અહંમ આવે તો અંતરની આંખો નિસ્તેજ બની જાય છે અહંમ અંધકારનું પ્રતીક છે અહંમ વિકાસમાં અનેક પ્રકારનાં વિઘ્નો ઉપસ્થિત કરી આધ્યાત્મિક માર્ગમાં અવરોધ કરે છે તેથી અહંમથી બચવા સદગુરૂની જરૂર પડે છે
(૫૯) સમજી એ તો? - સંત અને સતસંગી માનવમાં વાણી અને વર્તન અને વ્યવ્હાર અને વિચારો ધર્મ અને ધાર્મિકતાને અનુરૂપ સાત્વિકતાવાળા અને શોભે એવાં જ હોવા જોઈએ કારણ કે ધાર્મિકતા કે સાત્વિકતામાં જ ધર્મનો મર્મ સમાયે લો છે. સાત્વિક અને સત્સંગી બનવા માટે સદગુરૂની જરૂર છે
(૬૦) સમજી એ તો ? - ઉપદેશ દેનાર તથા ઉપદેશ લેનાર બંન્નેમાં જો ઉપદેશ લેવા દેવ્બા યોગ્યતા કે અધિકાર નહિ હોય તો ઉપદેશનો અર્થ વ્યર્થ છે ઉપદેશની ઉતમતા પાત્રના આધારે ટકી રહે છે. ઉપદેશરૂપી ઇમારત પાત્રતાના પાયા ઉપરજ આધારિત છે અને આ પાત્રતા કેળવવા સદગુરૂની જરૂર છે
(૬૧) સમજી એ તો? - માનવ ગમે ત્યારે ગમે તે સમયે તનથી નમ્રતા અને નમંતા બતાવે પરંતું તનની સાથે સાથે મનમાં નમ્રતા અને નમંતા નહિ આવે ત્યાં સુધી દાસભાવ આવતો નથી દાસભાવ દિલમાં નહિ આવે ત્યાં સુધી દિનાનાથ દયા કરવાના નથી દિન અને દાસભાવ મેળવવા માટે તેની સમજણ આપનાર સદગુરૂની જરૂર છે
(૬૨) સમજી એ તો ? - પ્રેમ અને નેમરૂપી પાયા ઉપર ઉધ્ધારની ઇમારત્નો આધાર રહેલો છે માટે પાયાને ચોક્ક્સ કર્યા વિના ઉધ્ધારની ઇમારત ચણવાની ઉતાવળ કરશો નહિ, નહિતર ઉધ્ધારના બદલે અધ્ધર થઈ જશો પાયા વગરની ઇમારતમાં પ્રવેશ કરશો તો પસ્તાવવું પડશે અને પછડાવવું પડશે માટે પ્રેમના પથ્થર પાણિ અને નિયમની માટીથી પાયાને પાકો કરજો અને એ ચણતર પાકું છે કે કેમ? તેની ચકાસણી માટે સદગુરૂની જરૂર છે
(૬૩) સમજી એ તો? - જ્ઞાન એ ગોગણપટ્ટીનો અભ્યાસ નથી વાચારતા આવવી એથી જ્ઞાનનો ભ્રમ એટલેથી પતી જતો નથી જ્ઞાનનાં અનુંભવરૂપી મૂળ જેટલાં વધારે ઉંડા ઉતરેલા હશે, એટલોજ ધર્મરૂપી વૃક્ષના આધારે રહેલાનો ઉધ્ધાર પણ થશે. ધર્મરૂપી વૃક્ષને જ્ઞાનથી રક્ષણ આપવાં શ્રી સદગુરૂની જરૂર છે.
(૬૪) સમજી એ તો ? - ધર્મ હોય ત્યાં અધર્મ ના હોય અને અધર્મ હોય ત્યાં ધર્મ ટકી ના શકે કારણ બંન્ને વિરોધાભાસી છે તેથી એકજ ધરી ઉપર એક સાથે એકજ દિશામાં ટકી શકતા કે ગતિ કરી શકતા નથી, માટે ધર્મને ટકાવી એનું અસ્તિત્વ સ્થિર કરવા સદગુરૂની જરૂર પડે છે
(૬૫) સમજી એ તો? - સંસારના લોકો સગાઓના સંપર્કમાં વધુને વધુ રહેતાં હોય છે પરંતું સંતો સદગુરૂ કે સદગ્રંથોના સંપર્ક માં વધારે રહે છે સગાઓના સંપર્કમાં રહેનાર અજ્ઞાન અને અવિધ્ધાર્થી મ્માયાના બંધનમાં જકડાયેલા રહે છે જેનો સંપર્ક વધારે એની એમાં સમજ અને સ્નેહ વધારે હોય માયાના બંધનમાંથી મુક્ત થવા સદગુરૂની જરૂર પડે છે
(૬૬) સમજી એ તો? _ ધર્મ માર્ગમાં શ્રધ્ધા કરતાં સમજણ વધારે હોવી જોઇએ કારણકે ધર્મ પાલનમાં અને પ્રગતિમાં શ્રધ્ધા કરતાં સમજણ વિષેશ સરળતા કરી આપે છે એટલે સમજ સાથે શ્રધ્ધાથી કરાયેલો ધર્મ કુંદન અને સર્વોતમ પરિણામ લાવે છે. સમજ એ ધર્મરૂપી માવનું સોપાન છે એવી સમજણ પ્રાપ્ત કરવા શ્રી સદગુરૂની જરૂર છે
(૬૭) સમજી એ તો? - પુરૂષાર્થ પાપ નથી પ્રપંચ પાપ છે. લાભ લેવામાં પાપ નથી પરંતું ધર્મ ભૂલવામાં પાપ છે. કુદરતે બક્ષેલી બુધ્ધિનો ઉપયોગ કરવામાં પાપ નથી પરંતું કોઇને નુકસાન કરવામાં બુધ્ધિનો ઉપયોગ પાપ છે.પરમાત્માની દરેક વિભૂતિનો ઉપયોગ અને સદૌપયોગ થાય ત્યાં પાપ નથી પણ તેનો દૂરૌપયોગ થાય તેમાં પાપ છે. માટે તેના સદૌપયોગની સમજ માટે સદગુરૂની જરૂર છે
(૬૮) સમજી એ તો ? - માણસ શરીરના પોષણની પરવા રાખે છે પરંતું પોતાના અસલ એવા દિવ્ય સ્વરૂપની પરવા રાખતો નથી શરીરનું લાલન પાલન કરે છે પરંતું ગુરૂના જ્ઞાનનું લાલન પાલન કરતા નથી વિષયભોગથી વિચારો કરે છે પરંતું ભગવાનને ભજવાના વિચારો કરતા નથી જડ અને ઝૂઠ માટે જીવનનો ભોગ આપે છે પણ ચૈતન્ય અને અખંડ માટે ઉંઘતા જ હો યુઅ છે એ જ ગંભીર ભૂલ સમજવા અને સ્વસ્વરૂપની જાણ માટે શ્રી સદગુરૂની જરૂર છે
(૬૯) સમજી એ તો ? - માનવીનો સંસાર અન્ય પ્રાણીઓ કરતાં કનિષ્ઠ છે. કારણકે માનવીમાં સ્વાર્થવૃતિ સિવાય સ્નેહ નથી,સ્વાર્થ માટે સાચા જૂઠાં કરતો જ હોય છે. અન્ય પ્રાણીઓ સ્નેહ રાખે છે પણ સ્વાર્થ રાખતા નથી, પોતાના માટે પરાયાનું કાસળ કાઢતા નથી, પેટ માટે પ્રપંચકે પાખંડ નથી રચતા, કોની શ્રેષ્ઠતા, ? અને એ શ્રેષ્ઠતાની શાન મેળવવા સદગુરૂની જરૂર છે.
(૭૦) સમજી એ તો ? - જ્યાં સંશયવાળિ પ્રવૃતિ અને પ્રકૃતિ છે જ્યાં વહેમ અને વર છે જ્યાં ભ્રમ અને ભૂલ છે જ્યાં અધોમુખ છે જ્યાં સંસાર છે અને સંસાર છે ત્યાં સુધી સુખને બદલે દુખ છે માટે સંસારને ભૂલવા જ માટે જ શ્રી સદગુરૂની જરૂર છે
(૭૧) સમજી એ તો ? - જો માનવ આધ્યાત્મિક માર્ગે વળેલા વળગેલા છે તેમને ભૌતિક આકાંક્ષાઓ ઉદભવતી જ નથી, જ્યાં આત્મકલ્યાણનો યા આત્મચિતનનો સવાલ છે ત્યાં શારીરિક સુખનો કે સબંધનો પ્રષ્ર્ન જ નથી જ્યાં પરલોકનો પ્રશ્ર્ન છે ત્યાં આ લોકનો સવાલ હોતો જ નથી. જેઓ શ્રેયને ચાહે છે તેઓ પ્રયમને ચાહતા નથી શ્રેયમાં જ સર્વ પ્રકારના સવાલો સમાઇ જાય છે માટે શ્રેય સાધવા સદગુરૂની જરૂર છે
(૭૨) સમજી એ તો ? - અવિધ્ધાવાન માણસ અધ્ર્મ આચરે એ હિણ ગણાય પરંતું વિધાવાન માણ્સ અધ્ર્મ આચરે એ તો હિણથી પણ હિણ ગણાય કારણકે અંધમાણસો અઠડાય પરંતું દેખ્તો માણસ અથડાય એ અફસોસની વાત છે. કંઇપણ કર્યા વિના મૂરખતો મરે પણ દાહ્યો કંઇ કરે નહિ તરે નહિ ને તારે નહિ,એના કરતો મૂરખ શ્રેષ્ઠ છે. સાચૂ ડાહપણ મેળવવા સદગુરૂની જરૂર છે
(૭૩) સમજી એ તો ? - વિપરિતમાં વિનાશનું કારણ સમાયેલું છે અને રીત માં વિકાસનું કારણ સમાયેલું છે વિપરિતમાં ઝેર છે.રીતમાં અમૃત છે વિપરિતમાં વિવેક અને રીતમાં વિવેક છે. માટે વિપરીતને વશના બનતાં રીતમાંજ રહેવું એ જ માનવનું પરમ કર્તવ્ય છે અને એ રીતમાં રહેવા સદગુરૂની જરૂર છે
(૭૪) સમજી એ તો ? - માનવ જન્મનો હેતું લૌકિક કરતાં અલૌકિક ભૌતિક કરતાં અભૌતિક શારીરિક કરતાં આધ્યાત્મિક આ લોક કરતાં પરલોક અલ્પ કરતાં અખંડ અને નકલી કરતાં અસલી નિજઘરનાં સુખો પ્રાપ્ત કરવાં માટે જ હોય છે. તેના ભૂલવું જોઇએ, નિજઘરની પ્રખ માટે જ શ્રી સદગુરૂની જરૂર છે
(૭૫) સમજી એ તો ? - આપણુમ મન મોક્ષના કારભૂત છે અને બંધનના કારણભૂત પણ છે. મનથી હારી પણ જવાય અને મનથી જીત પણ મેળવી શકાય મનથી મહાત્મા પણ બની શકાય અને મનથી દૂરાત્મા પણ બની શકાય છે. મન જીતે એ જીવન જીતે મન હારે તેભૂમિને ભારે મારે, મન મંગળમય વાતાવરણ બનાવે અને એ જ મન શોકમય ઉપાધિ ઉભી કરે માટે મહાપુરૂષોએ મોક્ષ અને બંધનમાં મનને માધ્યમ ગણેલું છે. અને એ મનને જીતવા માટે જ સદગુરૂની જરૂર છે
(૭૬) સમજી એ તો ? - માનવ સિવાય અન્ય ચોર્યાસી લક્ષ પ્રકારન ઘાટો ચતુર ક્રિયાની જ લાગણી અનુભવી શકે છે માનવ એક એવો ઉતમ દેહ છે જે પંચ્મીધર્મરૂપક્રિયા આચરી શકે છે. અને તેની લાગણી અનુંભવી શકે છે. માનવી લાગણી વડે ધન કે ધન ક્રિયા તરફ આકર્ષાય છે. માનવ ઘાટ જ લાગણી વડે ધર્મનો લાભ ઉઠાવી શકે છે. કુદરતે માનવ જેવા મૂલ્યવાન પ્રાણીનું સર્જન કર્યું છે કે જેનો જોટો મળવો મૂશ્કેલ છે પરંતું આ ઉતમ દેહ વડે ઉતમ કાર્ય કરે તો જ સફળ નહિતો નકામું તેથી જ એજ મનુંષ્ય દેહને સફળતા માટે સદગુરૂની જરૂર છે
(૭૭) સમજી એ તો ? - ચર્મ ચક્ષુઓની ખોતા તો એક જ જન્મ માટે દુખનું કારણ બની રહે છે પરંતું અંતરજ્ઞાન ચક્ષુઓની ખોટ તો અનેક જન્મના ખોટનું કારણ બનશે બાહ્ય ચક્ષુઓની ખામીવાળા તો અનેક માનવો શાંતિવાળું સમજણપૂર્વકનું જીવન જીવી શકે છે. પરંતું અંતરચક્ષુના અભાવવાળો તો સત્યના સંશોધન વગર આ લોક કે પરલોકમાં પણ સુખનો ભાગદાર બની શકતો નથી સુખ અને શાતિ માટે જ્ઞાનચક્ષું ખોલવા સદગુરૂની જરૂર પડે છે.
(૭૮) સમજી એ તો ? - માનવ માત્ર ઉતમમાં ઉતમ સુખ સાધન મેળવવા અને ભોગવવામાં માને છે. પરંતું ઉતમ પ્રકારના સુખ માટે ઉતમ પ્રકારનું કર્મ કરવા ઇર્છતો નથી, એટલે કુદરત પાસે અનેક પ્રકારનું સુખ અને સાધન હોવા છતાં કર્મની સમજના અભાવે મળી શકતું નથી. ઉતમ સુખ સાધન પ્રાપ્ત કરવાની સમજણ માટે સદગુરૂ શ્રીની જરૂર છે.
(૭૯) સમજી એ તો ? - મનુષ્ય યથાર્થ જ્ઞાનના અભાવે અને અજ્ઞાનના લીધે સ્વસ્વરૂપથી વિમુખ છે. અને વિરૂધ્ધ થવાથી પરમ પદના સુખનો સ્વાદ ભોગવવા ભાગ્યશાળી થઈ શકતા નથી, શ્રી સદગુરૂના ઉપદેશનું લક્ષ સન્મૂખ બને તો જ શ્રી સદગુરૂના અખંડ સુખનો ખ્યાલ મેળવી ન્યાય બને એનું ભાગ્ય મેળવવા સદગુરૂની કૃપા જોઇએ એ કૃપા મેળવવા સેવાની જરૂર છે. અને સેવા માટે સદગુરૂની જરૂર છે
(૮૦) સમજી એ તો ? - શ્રેયશ અને પ્રેયશ એમ બે પકારના મારગમાંથી માત્ર શ્રેયશનો માર્ગ સ્વીકારવો શ્રેષ્ઠ છે. શ્રેયશ માર્ગમાંથી મળતું સુખ અસલી અને અખંડ છે. જ્યારે પ્રેયશમાંથી મળતું સુખ નકલી અને ક્ષાણીક સ્વપ્ન સમાન છેતરવાવાળુ છે તેથી સુજ્ઞસજ્જન માણસઓ એ પ્રિયને પ્રહરી શ્રેયનો માર્ગ સ્વીકારવો શ્રેયના માર્ગને પકડવા સદગુરૂની જરૂર છે.
(૮૧) સમજી એ તો ? - મનુષ્યને પોતાની શક્તિ પોતાની પરાધીનતા દુખમાંથી મુક્ત કરવા માટે કામમાં આવી શકતી નથી. એ જ આશ્ર્ય્ય્રની વાત છે. પરંતું સ્વાધીનતા કે પરાધીનતાની ખબર જ ના હોય તો પોતાની શક્તિ સ્વાધીનતા માટે જાગૃત થતી નથી , સ્વાધીન પરાધીનની સમજ આવે તો સ્સુખ યા દુખની ખબર પડે. સાધન યા શક્તિને કામે લગાડવાનું જ્ઞાન થાય અને એ જ્ઞાન માટે સદગુરૂની જરૂર છે
(૮૨) સમજી એ તો ? - માયા અને મમતાના આવરણવાળાં ચશ્માં ઘણા પ્રકારનાં રંગબેરંગી કાચવાળા કામનાવાળા હોય છે. એ ચશ્માં જેને પહેર્યા હોય તેમને સંસારમાં રહેલાં દુખને બદલે સુખનો ભાસ થાય છે. જેને અમૃત માને છે. અસારને સાર માની અમૂલ્ય અવસરને જ્ઞાનવિના અમસતો જ વેડફી નાખે છે. એ જ્ઞાન માટે સદગુરૂની જરૂર છે
(૮૩) સમજી એ તો ? - મનનાભાવો થૉડા ઘણા અંશે તનના અંગ ઉપંગ ઉપર ઉપસી આવે છે મન મલીન ભાવ ચૂપાવવા પ્રયત્નો કરે છે. પરંતું તન હાવભાવ કે દેખાવથી માનસિક સ્થિતિને જાહેર કરે છે. ગમે તેવા પ્રકારના અંતરના માનસિકભાવો તનના બાહ્ય દેખાવથી દશ્યમાન થતા હોય છે. માટે મનસિક સ્થિતિ ના સુધરે ત્યાં સુધી તનની સ્થિતિ સુધરતી નથી તનને સ્વરછ કરતાં વાર લાગશે નહિ, પરંતું મનને સ્વરછ અને સ્વસ્થ કરવા માટે જ સદગુરૂની જરૂર છે.
(૮૪) સમજી એ તો ? - સંશય અને સ્વભાવનું એક માત્ર ઔષધ યથાર્થ સમજ છે અને એ યથાર્થ સમજ એવા કોઇ ઉતમ અને ઉતકૃષ્ટ સંસર્ગ દ્રારા જ પ્રાપ્ત થાય છે. સ્તસંગ દ્રારા સંશય અને સ્વભાવના મૂળમાં સદગુરૂ દેવ એવા પ્રકારનું ખાતર અને જળનું સિંચન કરે છે તેથી જીવની મૂળ પ્રકૃતિના સ્વાદમાં રૂચીમાં પરિવર્તન થાય છે. આવા પરિવર્તન માટે સદગુરૂની જરૂર છે
(૮૫) સમજી એ તો ? - શરીર કરતાં મનની અગત્યતા ઉપર માનવી વધારે આધાર રાખવાના કારણે જ અકુદરતી અને કૃત્રિમ જીવન વ્યવસ્થિત કરે છે. તેને લીધે આધ્યાત્મિક અધોગતિ થવા લાગે છે. મનની અગત્યતા સાથે માનવતાની અગત્યતાઓ સાથે માનવીની અગત્યતાઓનું સ્વીકાર કરવામાં સદગુરૂની ભૂમિકાનીખાસ આવશ્યકતા છે અને સદગુરૂની કૃપાની ઉજ્જવળ જીવન જીવવામાં કોઇ બાધ આવતો નથી . તેથી જીવનમાં સદગુરૂની ખાસ જરૂર છે.
(૮૬) સમજી એ તો ? - ધર્મ કે ધર્મક્રિયા આચરવામાં કે અપનાવવામાં શ્રધ્ધા કરતાં સમજ (જ્ઞાન) નો વિષય મુખ્ય છે સદગુરૂની આપેલી સમજ વગરની સાધના ગૌણ છે. વળી સમજ વગરની શ્રધ્ધા અંધશ્રધ્ધાનો માર્ગ પકડે છે. અને અંધશ્રધ્ધા એ તો આંધળું અનુકરણ છે અને અનુકરણ એ ઉતમ ક્રિયા કે લક્ષણ નથી. ઉતમ ક્રીયા કે ઉતમ લક્ષણ મેળવવા સદગુરૂની જરુર પડે છે
(૮૭) સમજી એ તો ? - પ્રત્યેક માનવી ને સુખ અને શાં તિ મેળવવા આત્મસંશોધન કરવાની ઘણી જરૂર છે આત્મસંશોધન વડે જ અસલી નકલિનો નિર્ણય થઈ શકે છે.અસલી નકલીની ઓળખ કરતાં આવડે તો સુખ દુખની બાદબાકી થઈ શકે બાદબાકી થાય એટલે શ્રેષ્ઠ અને સત્વસ્વરૂપે શેષનો આંક સત્વસ્વરૂપે સદગુરૂ અલગ કરી આપે છે . માટે કરીને સદગુરૂ શ્રી ની જરૂર છે.
(૮૮) સમજી એ તો ? - માણસો ચિંત્વન કરાવે બદલે ચિંતા બહુંજ કરે છે ચિંતા ચિતા સમાન ઘણી છે. તેનાથી શારીરિક માનસિક અને આધ્યાત્મિક એમ ત્રણ પ્રકારના સુખો સળગી જતાં હોય છે જ્યારે ચિંતવનમાં ગમે તેવી પરિસ્થિતિએ પલટાવવાની શક્તિ છે . ચિંતાને રોકીને ચિતવન વધારવાની શક્તિ આધ્યાત્મિક વાદ ધારે વે છે. આધ્યાત્મિકવાદ શીખવા સદગુરૂની જરૂર પડે છે .
(૮૯) સમજી એ તો ? - જે શક્તિ અને સાધનથી આપણને સુખ પ્રાપ્ત કરવાનું હતું . તેજ શક્તિ અને સાધનથી સુખને બદલે દુખ પ્રાપ્ત થાય તો એમાં શક્તિ કે સાધનનોપ દોષ નથી . પરંતું સાધકની અધૂરી સમજ અને સાધનાની ભૂલભરેલી પધ્ધતિનો દોષ છે. જે હથિયાર કે સાધન રક્ષણ કે પોષણરૂપ છે તે હથિયાર કે સાધનનો દુરપયોગ થાય તો રક્ષણને બદલે ભક્ષક અને પોષકને બદલે મૃત્યુંનું કારણ બની જાય છે . આ કળા શીહવા સદગુરૂની જરૂર પડે છે
(૯૦) સમજી એ તો ? - ભૌતિક સર્જન અને વિસર્જનનો આધાર સુસંસ્કાર અને કુસંસ્કારજ ઉપર જ આધારિત છે હવે કુસંસ્કાર સસ્તા અને સુલભ છે. જ્યારે સુસંસ્કાર મોંઘા અને દુર્લભ છે. કુસંસ્કાર શોધવા પડતા નથી, અને સુસંસ્કારો શોધ્ય જડતા નથી સુસંસ્કારો મેળવવા માટે સદગુરૂની જરૂર છે.
(૯૧) સમજી એ તો ? - ભાવ અને પ્રેમથી જે સદગુરૂ પ્રમાત્માને મેળવવા ભજન ભક્તિ કરે છે તે સાચો ભક્ત છે. જ્યારે ઘણા માણસો ભાવ અને પ્રેમ વિના ભગવાનને બદલે ભોગ મેળવવા લાગી જાય છે. ભોગ મેળવવા લાગી જાય છે અને દુનિયાને રાજી રાખવાના વ્યર્થ પ્રયત્નો કરે છે સાચા ભક્તને તો જગતની જરૂર નથી. તેને તો સદગુરૂ અને જગતના સ્વામીની જરૂર છે. જગતના નાથને મેળવવા સદગુરૂની જરૂર પડે છે.
(૯૨) સમજી એ તો ? - પ્રપંચ અને પાખંડ કર્યા વગર પશું પંખી આ કૂતરા બિલાડાં પણ પેટ ભરી શકે છે. તો માનવ જેવો ઉતમ દેહ પ્રાપ્ત કરીને પણ પેટની ખાતર પ્રપંચ કે પાખંડ કરે તો અન્ય પામર પ્રાણીઓ કરતાં માનવ ઉતમ ના હોઇ શકે માનવે તો પ્રપંચ રહિત પુઋઉષાર્થ કરીને પેટ ભરવું . પ્રમાણિત અને અપ્રમાણીત ઘણાય, આવી પ્રમાણિકતા મેળવવા સદગુરૂની જરૂર એ
(૯૩) સમજી એ તો ? - ધર્મ માર્ગની અંદર પ્રેમ ભાવની સાથે પૂજ્ય ભાવ ભળે એટલે દૂધમાં સાકર ભળવા સમાન સત્વ અને સ્વાદ આવે, પ્રેમ અને પૂજ્યભાવની જોડી જન્મ મરણના ફેરા તોડી નાખે . તોડી માટે પ્રેમભાવમાં પૂજ્યભાવ મેળવવા સદગુરૂ શ્રી ની જરૂર પડે છે.
(૯૪) સમજી એ તો ? - ભવ બંધન કે ભવ દુખ દૂર કરવા માટે ભક્તિ કરસ્વાની હોય છે. આ શક્તિ એ ભક્તિનું પરિણામનું હોવું જોઇએ નહિ. પછી આ શક્તિ મૃત્યૂ લોકની હોય તો કે દેવલોકની પરંતું કોઇને છોડે નહિ. આ શક્તિમાં ભય અને ભવદુખ બંન્ને સમાયેલા હોય છે. જેથી સદગુત્રૂની ભક્તિ નિષ્કામ અન્નય અને આદરણીય તેમજ આદ્ફ્હીનતાવાળી હોવી જોઇએ આધીનતામાં રહેવા માટે સદગુરૂની જરૂર છે
(૯૫) સમજી એ તો - આધ્યાત્મિક અઘરો તો છે પણ કઠીન છે જેટલો કઠીન છે તેટલો કામનો પણ છે. મહાપદ મેળવવા માટે ઉતમ અને અનિવાર્ય છે. એનો મહારસ ચાખવા માટે શ્રી સદગુરૂની જરૂર પડે છે
(૯૬) સમજી એ તો? - મનુષ્યને ઉધ્વીકરણ કરવા માટેસુરતા અને મુરતારૂપી બે પાંખોની જરૂર પડે છે એ પાંખો મળે તો તેના સહકારથી મનુંષ્ય સ્વયં અન્યના આધારવિના ઉધ્વીકરણ કરવા શક્તિમાન બને છે અને સુરતા મુરતારૂપી પાંખો પ્રાપ્ત કરવા માટે સદગુરૂની જરૂર છે .
(૯૭) સમજી એ તો ? - સદગુરૂનાં પરમ પાવન આદેશ ઉપદેશ અને ઉદેશને પૂર્ણ પ્રકારે એનું નામ અનુયાયી સદગુરૂનાં ઉપસ્દેર્શને અનુસરે નર્હી અને અવગણના કરે તે સાચો અનુંયાયી નથી . અને તેનો ઉધ્ધાર પણ નથી થતો ગુરૂઆજ્ઞા પાલનમાં જ ઉધ્ધાર છે ઘણા અનુયાત્યી આવી બાબતથી અજાણ હોય એમના ઉધ્ધાર માટે શ્રી સગુરૂની જરૂર છે.
(૯૮) સમજી એ તો ? - માનવ દુખરૂપ માયાને જેવા અને જેટલાભાવથી આધીન રહે છે એનાથી અડધા ચા પા ભાગનો એ પણ જો સુખરૂપ સદગુરૂ માલિકને આધીન રહે તો એનો મોક્ષ થવામાં ઝાઝો સમય જાય તેમ નથી પરંતું માનવીને સદગુરૂ માલિક કરતાં માયા અને મોટાઇ ઉપર ઘણો જ મોહ રહેલો છે. એટલેજ દુખી થાય છે. તેથી એવા મોહમાંથી છૂટવા શ્રી સદગુરૂની જરૂર છે
(૯૯) સમજી એ તો ? - સૂર્ય કે અગ્નિના તપથી તપતો માનવી પ્રગટ દેખાય પણ ખરો અને એ તાપ ને નિવારી પણ શકાય પરંતું ત્રિવિધ તાપ તો એટલો બધો ગુપ્ત અને ઘેરો છે કે એના તાપમાં આખા વિશ્ર્વના માનવીઓ ગુપ્ત રી બળ્યા કરે છે . તેમાંથી છૂટવા માટે પરોપકારી એવા સદગુરૂની જરૂર પડે છે
(૧૦૦) સમજી એ તો ? - સદગુરૂ પરમાત્માને કરામતનો કોયડો કોઇથી ઉકેલી શકાય તેમ નથી એ સદગુરૂ પરમાત્માની કરામતનો કોયડો ઉકેલ્યા વગર મનુષ્યને અખંડ સુખનો કોયડો ઉકેલાવાતો પણ નથી અને મનુષ્યને સુખનો કોયડો ના ઉકેલે તો દુખનો પાર આવે તેમનથી તેથી એ કોયડો ઉકેલવા સદગુરૂની જરૂર છે
(૧૦૧) સમજી એ તો ? - ઉદેશ વગર ઉપદેશનો કોઇ અર્થ નથી વૈરાગ્ય વગર ભગવા વેષનો કોઇ અર્થ નથી અને ભગવા વેષ વગર વૈરાગ્ય કંઇ વ્યર્થ જવાનું નથી ,સદગુરૂ પ્રત્યે જ્ઞાન ગતિનો અણસાર નથી તો કઈ નથી અને ત્રણ ત્રિવેણી ના નીરમાં જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યનો સંગમ નથી કંઇ નથી તન મન ધનના ઉત્સાહ વગર ભક્તિ વ્યર્થ છે. અને મન મૂકીને સદગુરૂ શરણે જવું એ જ સારા જીવનનો અર્થ છે. સાચા અર્થને સમજવા સદગુરૂની જરૂર પડે છે
(૧૦૨) સમજી એ તો ? - વિશ્ર્વના અવતાર આદી ઇષ્ટો અને દેવતાનો ભેદ સદગુરૂનાં અનુભવ વિના મળી શકે તેમનથી ભેદ મળે તો છેદ ટળે અને છેદ ટળે તો માનવ મહાપદમાં ભળે એ છેદ ટાળવાજ શ્રી ગુરૂ દેવની જરૂર છે
(૧૦૩) સમજી એ તો ? - જે કાળથી ડરે એ સદગુરૂથી ભગવાનથી ડરે અને ભગવાનથી ડરે એ ભગવાનનું ભજન કરે અને ભજન કરે એ ભવસાગર તરે અને ભવસાગર તરે એ લક્ષ્યચોર્યાસીના ફેરા ના ફરે એનોજ કાળ કઈ રીતે ચારો ચરે? માટે જ કાળથી બચવા સદગુરૂની જરૂર છે.
(૧૦૪) સમજી એ તો ? - કર્મનાં કાદવ કિચડમાં ફસાયેલ ગયેલ માનવી આપબળે તો તેમાંથી નિકળિ શકવાના નથી . એ માનવ ઘાટમાં ફસાયેલા આત્માને જ્ઞાન ગંગાના નીરમાં ન્હાવાનું ક્યાંથી મળે . અને સદગુરૂની જ્ઞાન ગંગામાં ન્હાવા સિવાય મનુષ્ય નિર્મળ થવાનો નથી . નિર્મળ થયા વગર શ્રી સદગુરૂમાં ભાવના જાગે નહિ તેથી નિર્મળ થવા સદગુરૂની જરૂર છે
(૧૦૫) સમજી એ તો ? - શરીર સબંધમાં સંસારી બંધનમાં પડેલાં માનવી કોઇ કાળે છૂટી શકશે પરંતું શંશયોરૂપી અજ્ઞાનના બંધનમાં પડેલો આત્મા શંશયોરૂઈ જાળમાંથી છૂટવો મુશ્કેલ છે કારણ કે સમર્થ સદગુરૂનાં શરણ વગર સંશયોનું છેદન થવાનું નથી . મનુષ્યને સંસાર કરતાં સંશયોનું બંધન વધારે તેથી સંશયોનું આવરણ ટાળવાં સદગુરૂની જરૂર છે.
(૧૦૬) સમજી એ તો ? - ભાવના બે પ્રકારની છે એક માઇક સુખો માટે ઉપસ્થિત થતી સ્વાર્થ ભાવના અને બીજી સદગુરૂને મેળવવા ઉપસ્થિત થતી પર્માર્થ ભાવના. આ બંન્ને પ્રકારની ભવનાઓનાં પ્રક્રિયા અને પરિઓણામ જુદાં છે એક મારે અને એક તારે સ્વાર્થ મારે અને પરમાર્થ ટાળે. તેથી પરમાર્થ ભાવના દ્રઢ કરવા સદગુરૂની જરૂર છે.
(૧૦૭) સમજી એ તો ? - જે માણસ કહી જાણે પણ કરી ના જાણે લઈ જાણે પણ દહી ના જાણે ખાઈ જાણે પણ પાઇ ના જાણે સાંભળિ જાણે સંભળાવી ના જાણે લખી જાણે લક્ષ્યમાં ના આણે વાતો કરે પણ વર્તન ના કરે સેવા કરાવે પણ સેવા કરી ના જાણે એવા હીણ અને વિતંબણાવાદી માનવોનું જીવન વ્યર્થ છે.તેવા જીવનના પરિવર્તન માટે સદગુરૂનિ જરૂર છે
(૧૦૮) સમજી એ તો ? - ધર્મપરાયણ એટલે તનમન ધન કે સદગુરૂ સાથે સેવા પરાયણ રહેવું,શ્રી સદગુરૂની આજ્ઞાઓનું અહનિશ પાલન કરવું એનું નામ પારાયણ પારાયણ જ્ઞાન યહનના નામથી ઓળખાય છે. લોકો કથા વાંચવી એ પારાયણ સમજે છે. સર્વોતમ જ્ઞાન યજ્ઞ સર્વોતમ આધ્યાત્મિક ચેતન લક્ષી યજ્ઞ માટે શ્રી સદગુરૂની જરૂર છે.
(૧૦૯) સમજી એ તો ? - આ વિશ્ર્વને ઉત્પન કરનાર નિભાવનાર ન્યાય આપનાર એવા પરમાત્માતાને નિયમિત સ્નેહથી સંભાળનાર યા સ્મરણ કરનાર કોઇક પરમ પૂજ્ય મહંત બાપુશ્રીની જેવા સંસ્કારી વિરલા કુદરતી કૃપાનો સંપૂર્ણ લાભ ઉઠાવી શકે પરમાત્માના સાનિધ્યનિં સૃષ્ટિના અને સંપર્કમાં આવેલા એવા અન્ય સેવકગણ સમેત ભગવાનનું સાચું અખંડ સુખ ભોગવવા ભાગ્યશાળી બને એવા અધિકાર સમર્પણની સાચી ભાવના માટે શ્રી સદગુરૂની જરૂર પડે છે
(૧૧૦) સમજી એ તો ? - આપણે રોકેલા વકીલ કોઇક મુદ્દાસરના કેસની કોર્ટમાં યોગ્ય રજૂઆત કરી આપણો કેસ જીતાડી આપે તો આપણે બીજા વકીલ ને રોકી શકી એ એમાં વાંધો કે વિરોધ હોય તો , પરંતું કુદરતી કોર્ટમાં જન્મ મરણ અને શિક્ષામાંથી આપણા ગુરૂદેવરૂપી વકીલ માફી ના અપાવી શકે તો પોતાની ગુરૂભક્તિની કચાસ સમજવી. પરંતું અલૌકિક કોર્ટમાં શ્રી ગુરૂરૂપી વકીલ બદલવાને બદલે તેમની આજ્ઞા ઉપદેશને અનુસરી યોગ્ય છે આવા દ્રઢભાવે સદગુરૂની જરૂઈર છે
(૧૧૧) સમજી એ તો ? - અહંની આંટી ઘૂટીમાં અટવાયેલો માનવી ભલે જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, પંડિત હોય કે મુરખ રાજા હોય કે રંક ,તવંગર હોય કે ગરીબ સ્ત્રી હોય કે પુરૂષ , બ્રાહ્મણ હોય કે ભંગી ,પ્રંતું અહંમનો રોગ એના વિજય વિકાસમાં વિઘ્નરૂપ થયા વગર રહેવાનો નથી. ભૂલેચૂકે પણ અહંમનું ભૂત કોઇને વળગીબેઠું તો નીકળવું મુશ્કેલ છે માટે અહંમથી બચવા નમ્રતાના તાવીજ માટે સદગુરૂની જરૂર છે
(૧૧૨) સમજી એ તો ? - આધ્યાત્મિક માર્ગમાં શ્રવણ , મનન અને નિદિ ધ્યાસ એમ ત્રણેય પ્રકારે વિકાસ સાધી શકાય છે. શ્રવણ એ દહીં સમાન છે. મનન એ માખણ છે. અને નિદિ ધ્યાસ એ શુધ્ધ ઘી સમાન છે એટલા માટે છેવટના સારરૂપી ઘીનો લાભ મેળવવા દહીંમાંથી માખણ અને માખણમાંથી ધૃત બનાવવાની રીત જાણવા સદગુરૂની જરૂર છે
(૧૧૩) સમજી એ તો ? - હિન્દું સંસ્કૃતિમાં પૂર્ણિમાનો દિવસ પવિત્ર ને આધ્યાત્મિક કાર્યમાં ઉતમ ઘણાય છે. અને પૂર્ણ દિવ તરીકે મહાપુરૂષોએ વર્ણવ્યો છે. કારણ કે પૂર્ણિમાના દિવસે અને રાત્રે સૂર્ય ચંદ્રનો પૂર્ણ પ્રકાશ રહે છે. વળી પૂર્ણિમા પૂર્ણમાસ પૂર્ણ પ્રકાસ તેથી સદગુરૂ સાથે પૂર્ણ સબંધ પૂર્ણવાસ પૂર્ણિમાએ જ કરવો એ આધ્યાત્મિક પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સદગુરૂની જરૂર છે
(૧૧૪) સમજી એ તો ? - સત્સંગમાં વહાલ હશે પણ વિવેક નહિ હોય તો વહાલ ગમે તેટલું વરસે પણ વિવેક વગર નકામું છે. ગમે તેટલો વરસાદ વરસે પરંતું વાવેતર વગર વળતર મળતું નથી,એટલે વહાલ સાથે વિવેકનો ખ્યાલ ખોવાઇ ના જાય , એના સંસારી હોય કે સંત હોય દરેકને ખ્યાલ રાખવા માટે સદગુરૂની જરૂર છે.
(૧૧૫) સમજી એ તો ? - જગતમાં ઝેર અને અમૃત દરેક સ્તરે અને સમયે જોડે જ હોય છે . એટલે ઝેર અને અમૃતને પારખવા અને પાલવવાનું સદગુરૂ દ્રારા શીખવું જરૂરી છે . કારણ ઝેર અને અમૃતની વિરોધાસી પરીણામ માનવ માત્ર જાણે છે. એટલા માટે જીવનમાં ઝેરને બદલે અમૃતને દાખલ કરી આનંદનો અનુભવ લેવા અને માનવ જન્મની સફળતા માટે સદગુરૂની જરૂર છે
(૧૧૬) સમજી એ તો ? - પોતાના સુખ સ્વાર્થ ખાતર સામાવાળાના સુખ અને સંપતિને છીનવી લેનાર માનવી દુનિયામાંડાહ્યો ગણાતો હોય કે માનપાન મેળવતો હોય પરંતુ એવા દગાબાજ માનવીનું જર ઝમીન બધુજ બેકાર અને વ્ય્ર્થ છે . એની સંપતિ જગતના જીવોના કલ્યાણ માટે વપરાવવાની નથી આવી વિકૃત સ્વાર્થભાવના છોડી નિસ્વાર્થભાવના ગ્ર્હણ કરવા સદગુરૂની જરૂર એ.
(૧૧૭) સમજી એ તો ? - માનવી ઘર ગામ દામ ધામ નામ સગા અને સ્નેહીઓના સબંધ અને સંપર્કમાં માટે સતત લાગણિપૂર્વક લ્ક્ષ્ય રાખે છે પરંતુ સદગુરૂ અને સંતના સંપર્કમાં આવવા કે રહેવાની સહેજ પણ સમજ ધરાવતો નથી. એવો માનવી માયાનો મજૂર અને મિથ્યાનો હજૂર હોય છે. તેથી સંસહવાસનો મહિમા મેળવવા સદગુરૂની જરૂર છે
(૧૧૮) સમજી એ તો ? - આચરણમાં ઉતાર્યા કે ઉતાર્યા વગરનું જ્ઞાન અહંમકે અંધશ્રધ્ધાને જન્માવે છે ભક્તિ વગરનું જ્ઞાન વૈરાગ્ય વગરની ભક્તિ અને જ્ઞાન વગરનો વૈરાગ્ય એકબીજાના અભાવે વિપરીત જન્માવે છે. એટલે સદગુરૂના ઉપદેશની આચરણમાં ઉતારી આત્માનો અભ્યૂદય કરવો એનૂ નામ સક્રિય જ્ઞાન . ભક્તિ અને વૈરાગ્ય એવા તિધારા ધર્મથી ધાર્યૂ પરિણામ પ્રાપ્ત કરવા સદગુઇરૂની જરૂર છે
(૧૧૯) સમજી એ તો ? - કુસંગમાં જઈને ઉજાગરો કરવો એના કરતાં સ્તસંગમાં જઈને ઉંઘવું સારૂ કારણ કે કુસંગનો ઉજાગરો તો ધર્મ અને ધંધાને નુકશાન કરે છે. જ્યારે સ્તસંગની ઉંઘ તો સમયનો સદૌપયોગ કરાવી ઉંઘતામાંથી જાગવાની રીત તો જાણી લાવશે કુસંગને દૂર કરીને સ્તસંગની સુખાકારી માટે સદગુરૂની જરૂર છે .
(૧૨૦) સમજી એ તો ? - ધર્મવેતા અનુભવી મહાપુરૂષોની આધ્યાત્મિક દિવ્ય શક્તિને આપણી અલ્પ મતિ કે અલ્પ ગતિના મઆપે માપવાની કોશીશ કરીએ છીએ એટલે સદગુરૂશ્રીના અગાત જ્ઞાનથી વંચિત રહીએ છીએ મહાપુરૂષોમાં બાહ્ય શક્તિ કરતાં આંતર શક્તિના ભંડાર ભરપૂર હોય છે. સંશય રહીત થઈને એ શક્તિને ભોગવા સદગુરૂની જરૂર છે
(૧૨૧) સમજી એ તો ? - ઉપાસના ઉતમ પ્રકારની અને ઉતમ વિચારથી કરવી જોઇએ જેથી અધ કોટીની વાસનાનો ક્ષય કરાવી મનુષ્યને સંત પદનું ઉતમ આસન પ્રાપ્ત કરાવે અને કર્મના ફળમાંથી અને માયાના વર્તનમાંથી છૂટકારો અપાવે વાસના વધારી વિયોગ વધારે વહેમ વધારે વિષય વ્યવ્હાર વધારે એવી અધમકોટીની ઉપાસના છોડવા મનુષ્યના ઉધ્ધાર અને શુભ ઉપાસના માટે સદગુરૂ શ્રીની જરૂર છે
(૧૨૨) સમજીયે તો ? સંસ્કારોમાં સુધારો કરવાની યા વધારો કરવાની શક્તિ સત્સંગમાં રહેલી છે. સંસ્કારો ભુતકાળમાં ખપે છે. જ્યારે સત્સંગ વર્તમાનકાળમાં વિચરે છે. સંસ્કારો પ્રોક્ષ પુરુષાર્થના પડદા પાછળ છુપાઇ રહે છે. જ્યારે સંસર્ગ સન્મુખ અને પ્ર્ત્યક્ષ પ્રમાણમાં પુરવાર થાય છે. એટલે સંસ્કાર જન્મ માટે સંસર્ગની સંપતિ સંપાદન કરવા સદગુરુની જરુર છે.
(૧૨૩) સમજી એ તો ? - માનવી એ ગોચર દુનિયાનું ગમે તેવું અને ગમે તેટલું જ્ઞાન હશે , પણ અગોચર દુનિયાનો અનુભવ નહિ થાય ત્યાં સુધી શ્રાસ્વત નાશવંતનો નિવેડો આવી શકે તેમ નથી . એટલા માટે નાશવંતને બદલે શ્રાસ્વત શક્તિનું સંશોધન કરાવે એવા સેવાભાવી ભાવને જગાડે એવા સ્વરૂપલક્ષી સદગુરૂ યા સંતની કરવી ઉચિત છે. સમર્થના સેવન વગર શ્રાસ્વત શોધવું એ મળવું મુશ્કેલ છે. તેથી શ્રાસ્વતને પ્રાપ્ત કરવા માટે શ્રી સદગુરૂની જરૂર છે
(૧૨૪) સમજી એ તો ? - દિવ્ય સદગુરૂએ મનુષ્યને ભવપારંગત થવા માટે અજ્ઞાનરૂપી ઘેરા ભવસાગરમાં પોતાના દિવ્ય વચનોરૂપી પૂલ બનાવ્યો છે. એ વચનોરૂપી પૂલને ભક્ત મરણાંત સુધી જોડાયેલો રહે તો આ માણસરૂપી મહા અગાધ જળથી ભરપૂર ભરેલો દરિયો ભવસાગર જે તરવો મુશ્કેલ છે તે ભવસાગર તરી જાય છે . આ ભવસાગર ઓળંગવા માટે સદગુરૂની જરૂર છે
(૧૨૫) સમજી એ તો? - માનવ સમાજમાં ક્રાંતિ અને કેળવણી આવી છે. પરંતું કૃત્રિમ કાચીક છે કુદરતી અને આધ્યાત્મિક ક્રાંતિ નથી ખરેખર આધ્યાત્મિક અને આધીભૌતિક ક્રાંતિજ સાચી જ છે પ્રંતું તેમાં કોઇપણ પ્રકારની ક્રાંતિ આવી નથી . એના માટે આધ્યાત્મિક વાદનો આધાર લેવો પડે આધ્યાત્મિકવાદમાં અખંડ અને આનંદનો અનુભવ લેવા માટે સદગુરૂની જરૂર છે
(૧૨૬) સમજી એ તો ? - ભૌતિકવાદમાં ભૂલા પડેલા માનવો ભગવાનને ભૂલે છે. અને ભૂલવાડે છે . ભોળવે છે પરંતું ભૂલવામાં અને ભોળવવામાં પોતાને કેટલું ભોગવવું પડે છે. તેનું માનવી ને ભાન નથી ભૌતિક ને ભેગુ કરવામાં અને ભોગવવામાં ભવાટવીમાં ભટકવાનું ઉભુ રહે છે. એ વાતને સમજવા માટે સદગુરૂની જરૂર પડશે
(૧૨૭) સમજી એ તો ? - ઉતમ પ્રકારના માનવદેહ વડે ઉતમ કાર્યો કરવાની ઉતમ તક કુદરતે દરેક માનવી ને આપી છે પરંતું એ તકનો લાભ લેવાથી તાકાત જે માનવીમાં નહિ હોય તે માનવી તક તાકાત અને તરવામાંથી બાકાત રહી જવાનો છે. અને બાકાત ર્હી અને બરબાદ ના થવાય તે માટે જ સદગુરૂની જરૂર છે
(૧૨૮) સમજી એ તો ? - જન્મ મરણની જેલમાં પૂરાયેલો ગુનેગાર જીવગુરૂની ગમ મેળવ્યા સિવાય કોઇકાળે છૂટી શકવાનો નથી જેથી દરેક જીવોએ સમય મળતાં સદગુરૂને શરણે થઈ જન્મ મરણની ઉપાધિમાંથી છૂટકારો મેળવવા આધ્યાત્મિક ખાતામાં અરજી કરવી એ અરજી ને સ્વીકારવા માટે સગુરૂની સમજ છે .
(૧૨૯) સમજી એ તો ? - ઘણા ઉપદેશો દુનિયાના માનવ સમાજને તેમના લ્યાણ અર્થે જ્ઞાન ભક્તિ વૈરાગ્યનો બોધ કરે છે . પરંતુ પોતેજ કરેલા બોધનો ઘણી વખત પોતેજ વિરોધ કરતા હોય છે . પોતે કરેલા ઉતમ બોધનું અપમાન યા અવગણના કરી તેના અમૂલ્ય લાભથી વંચિત રહી જતા હોય છે . એટલે કે બોધ કરનાર પોતે પણ બોધમાં જીવનમાં ઉતારવો જોઇએ આ કળા શીખવા માટે શ્રી સદગુરૂની જરૂર પડે છે.
(૧૩૦) સમજી એ તો ? - તનના આરોગ્યને સાચવવા માટે બ્રહ્મચર્યની આવશ્યકતા છે . મનનું આરોગ્ય સાચવવા ધ્યાન ભજનની આવશ્યકતા છે . વળિ ચેતનતાની નિરોગીતા માટે ભવ પારંગત થવાની આવશ્યકતા છે . હ્રદયની નિરોગીતા માટે સ્તસંગની જરૂર છે . અને માનવ ના સમગ્ર જીવનની નિરોગીતા માટે શ્રી સદગુરૂની જરૂર છે .
(૧૩૧) સમજી એ તો ? - જ્યારથી માનવી ધર્મની યા સદગુરૂન શરણ ગ્રહણ કરવાનો પ્રારંભ કરે છે . ત્યારથી જ એનો જન્મ અને નવજીવનનો પ્રારંભ થાય છે. ધર્માચરણ વડે માનવ જીવનમાં સિધ્ધીનાં સોપાન સર કરી પ્રગતિના પ્રવાસે આગળ વધી પોતાના માનવ જીવનને ધન્ય બનાવી સંસારમાં કિર્તિનો ધવ્જ લહેરાવવા શ્રી સદગુરૂની જરૂર પડે છે .
(૧૩૨) સમજી એ તો ? - સંસારી માનવી ઓ તો અસંખ્ય છે. પરંતું તેમાં સંસ્કારી માણસો કેટલા શોધ્યા જડે નહી દુર્લભ એવા આ સંસ્કારી માણસો હિરા મોતિ સમાન મૂલ્યવાન છે . જ્યારે સંસારી માણસો તો ઠેર ઠેર અથડતા ફરે છે. એટલે સંસારી ના સંગ માટે કોઇપણ પ્રકારનો પરિશ્રમ કરવો પડતો નથી. જ્યારે સંસ્કારીના સંગ માટે તો પ્રેમ અને ભાવનાનાં ઝરનાં વહાવવા પડશે તેથી સંસ્કારી બનવા સદગુરૂની જરૂર છે
(૧૩૩) સમજી એ તો ? - જે માનવ ભગવાનને વશ થઈ શકે તેમ માનવ ભગવાનને વશ પણ કરી શકે છે. વશ થાય તો જ વગ વધારી શકે વશ થાય નહિ અને વશ કરવા માગે તો એ કદાપિ કાળે બનવાનું નથી જે મરી જાણે એ જ મેળવી જાણે ભોગ આપ્યા વગર જોગ સધાય નહિ તરવા માટે ત્યાગની જરૂર છે. માથા માટે મોક્ષ છે મરજીવાને જ સદગુરૂ મળી શકે ઉતમ વસ્તું પ્રાપ્ત કરવા સદગુરૂની જરૂર પડે છે .