પરમ પૂજ્ય મહંત બાપુશ્રી લોક યાત્રા ધર્મ યાત્રા અને દેવ યાત્રાનો સિધ્ધંત તેઓ શ્રી પોતાના સદવર્તનથી સમજાવે છે વર્તન અને વ્યવહાર દ્રારા લોક યાત્રાને સરળ ભાવે સમજાવતાં વર્તે છે. તેથી તેમના સદાચારની સર્વત્ર પૂજા થાય છે. લોકો ભાત ભાતના હોય છે ઉતમ મહા પુરૂષો સાથે જેવો વ્યવ્હાર કરવામાં આવે તેવો વ્યવ્હાર હિણ લોકોની સાથે નથી કરાતો, છતાંય ગમે તેવા પ્રકારના માણસો હોય ધનહીન હોય કે સતાહીન હોય કોઇની સાથે દુરવ્યવ્હારતો ના કરાય એવા લોકોને થોડુક મહત્વ આપવાથી થોડીક તેમની મદદ કરવાથી તેઓ પ્રસંન્ન રહે છે. પોતપોતાના કર્મોના ઉદયથી કોઇ જીવ હીન હલકી જાતિમાં જન્મે છે કોઇ નિર્બળ હોય છે કોઇ અજ્ઞાની હોય કોઇ મડ બુધ્ધિનો હોય છે. આવા કોઇપણ જીવનો પરમ પૂજ્ય બાપુ ક્યારે તિરસ્કાર કરતાં નથી ક્યારે આવા મહંત બાપુશ્રીની તેટલી ઉંચી ભાવના છે? શું આપનાથી આવી ભાવના કેળવી શકાય? એવી ઉતમ ભાવના ના ળિધે અધમ પ્રકૃતિના જીવોમાં પણ પરમ પૂજ્ય મહંત બાપુશ્રી પૂજ્ય ભાવે પૂજાય છે. તેવા જીવો પણ પરમ પૂજ્ય બાપુશ્રીને સંપૂર્ણ આદરભાવે માને છે. આવી છે લોકયાત્રા.
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment